Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઉપર કહેલા વિષયને દૃષ્ટાન્તદ્વારા દૃઢ કરે છે-‘ને નાનામ’ ઇત્યાદિ.
જેમ કેાઈ વૃક્ષ પર્વતના શિખર ઉપર ઉત્પન્ન થયુ હોય તેનું મૂળ કપાઈ ગયું હાય એટલે ઉપરનેા ભાગ બહુજ ભારવાળા હોય એવું વૃક્ષ નીચે દુમ વિષમ સ્થાનમાં પડી જાય છે એવી રીતેજ પૂર્વાંકત નાસ્તિકવાદી કર્માંરૂપ વાયુથી પ્રેરાએલ હાઇને નરકરૂપ ખાડામાં પડી જાય છે. પછી ત્યાંથી નીકળીને એક ગર્ભમાંથી ખીજા ગર્ભમાં, એક જન્મમાંથી બીજા જન્મમાં, એક મરણમાંથી બીજા મરણમાં અને એક દુ:ખમાંથી ખીજા દુ:ખમાં પ્રાપ્ત થાય છે. એ નાસ્તિકવાદી દક્ષિણગામી નૈયિક અર્થાત્ નરકાવાસમાં પણ દક્ષિણ દિશાનાં નરકસ્થાનામાં ઉત્પન્ન થવાવાળા, કૃષ્ણપાક્ષિક=અર્થાત અર્ધ પુદગલ પરાવ નથી અધિક સસાર-ચક્રમાં પરિભ્રમણ કરવાવાળા થાય છે. અને તે જન્મ-જન્માન્તરમાં પણ દુ`ભ – બાધી થાય છે, અર્થાત્ જિનધર્મીની પ્રાપ્તિ કરી શકશે નહિ. ( સૂ. ૧૬ )
હવે આસ્તિકવાદીનું વર્ણન કરે છે-“સેરિયાવા” ઇત્યાદિ.
આસ્તિકવાદિયોંકા વર્ણન
અક્રિયાવાદીનું વિવરણ કર્યાં પછી ક્રિયાવાદીનું વર્ણન કરે છે—
તે ક્રિયાવાદી આવા પ્રકારના થાય છે. જેમકે:-દિવાડ઼ે – આસ્તિક-વાદી= આત્મા છે, પરલેક છે, ઇત્યાદિ ખેલવાવાળા ચિપન્ન-આસ્તિકપ્રજ્ઞ=આસ્તિક પ્રજ્ઞાવાળા, અર્થાત્ પરલાક માનવાની બુદ્ધિવાળા મટ્ટિો –– આસ્તિક દૃષ્ટિ–પરલેાક આદિની દૃષ્ટિ (શ્રદ્ધા) વાળા, ‘સમ્માન ફે’-સમ્યવાદી=તત્વાર્થ-શ્રદ્ધાનરૂપ સમ્યગ્વાદ ઓલવાવાળા, ‘નિતિયાવાર નિત્યવાદી=ત્રણકાળમાં જેના નાશ નથી એવા મેાક્ષને કહેવાવાળા, આંતિરસ્રોળવાડ઼ે સત્પરલેાકવાદી=પરલેાકની સત્તા માનવાવાળા હાય છે. વળી તેઓ શુ શુ ખેલે છે? તે કહે છે- ધ ફોનૈઋત્યાદિ. મનુષ્યાદિભવરૂપ આ લાક છે. નરક આદિ પરલાક છે. માતા, પિતા, અર્હન્ત, ચક્રવતી, ખલદેવ, વાસુદેવ છે. તથા સુકૃત અને દુષ્કૃત કર્યાંનાં ફળ સુખ અને દુ:ખ છે. શુલપરિણામથી કરેલાં કર્યાં શુભ ફૂલવાળાં થાય છે. ખરામ પરિણામથી આચરણ કરેલાં કર્મ–િપ્રાણણાતપાત આદિ, નરક નિગેદ આદિ અશુભફલ દેવાવાળાં થાય છે. પુણ્ય અને પાર્, સુખ અને દુ:ખરૂપી પરિણામવાળાં થાય છે. જીવ પલકમાં જાય છે અને ત્યાંથી આવે પણ છે. નારક જીવ છે. અહી ‘યાવત્ ’શબ્દથી તિર્થંક અને મનુષ્ય પણ લેવામાં આવે છે. મેાક્ષરૂપી સિદ્ધિ છે. ઇત્યાદિ વાતને માનવાવાળા આસ્તિક-ક્રિયાવાદી કહેવાય છે. આ
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર
૬૧