Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઉપાય કહે છે-“રિમાણ ઈત્યાદિ.
બાર પ્રકારની ભિક્ષુ-પ્રતિમા–પ્રતિજ્ઞાથી અર્થાત્ અનેક પ્રકારના અભિગ્રહ કરવારૂપ, જીવનપર્યત દોરા સાથે મુખવસ્ત્રિકા અને રજોહરણને ધારણ કરવારૂપ, અથવા આલેક તથા પલેકનાં સુખની ઈચ્છા ન કરવારૂપ વિશુદ્ધ પ્રતિજ્ઞાથી મેહનીય કમને-ઉપલક્ષથી જ્ઞાનાવરણીય દર્શનાવરણય અને અન્તરાય, એ ચારેય ઘાતી કર્મોને ક્ષય થઈ જતાં આત્મા સુસમાહિત કેવલજ્ઞાન કેવલદર્શન અને યથાખ્યાતચારિત્રરૂપ સમાધિસમ્પન્ન અર્થાત્ સર્વજ્ઞ થઈને સંપૂર્ણ કાલેકને જુએ છે. આત્માને માની પેઠે સારા તેમજ ખરાબના વિવેકથી રહિત કરે છે માટે આ મેહનીય કહેવાય છે. (૧૦)
મોહનીયનો ક્ષય થઈ જતાં સકલ કર્મોનો ક્ષય થાય છે તેનું દૃષ્ટાંતની સાથે વિવરણ કરે છે– “વફા” ઇત્યાદિ.
જે પ્રકારે તાલવૃક્ષના ઉપર સેયને ઘા કરવાથી–સાય ખેસવાથી તે તાલવૃક્ષ સંપૂર્ણ નષ્ટ થાય છે, તેવી રીતે મેહનીય કર્મનો નાશ થવાથી જ અવશિષ્ટ જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય-અન્તરાયસ્વરૂપ ત્રણ ઘાતી કર્મ પણ નષ્ટ થઈ જાય છે. અહીં “જળ સૂચન્ત’ એ વાકયમાં કર્મનેજ કર્તા માને છે જેમકે “તપુર વ ન્ત ચાવલ સ્વયં પાકે છે, તેવી રીતે અહીં પણ સમજી લેવું જોઈએ (૧૧)
બીજું દૃષ્ટાંત આપે છે-“સેનાપન્મ ઈત્યાદિ.
જે પ્રકારે સેનાનાયકનો નાશ થઈ જતાં હાથી ઘોડા પાયદલ આદિ સેના નષ્ટ થઈ જાય છે, તે પ્રકારે મેહનીય કર્મને નાશ થઈ જતાં અવશિષ્ટ ત્રણે કર્મો નાશ પામે છે. (૧૨)
બીજું દૃષ્ટાંત આપે છે–પૃમહો ' ઇત્યાદિ
જેમ ઘૂમરહિત બળતણ વિનાની અગ્નિ નષ્ટ થઈ જાય છે તેમ મોહનીયના નાશ થી શેષ કર્મ પણ નાશ થાય છે. (૧૩)
વળી દૃષ્ટાંત આપે છે-“ખુ ઈત્યાદિ.
જેમ મૂળ સુકાઈ જવાથી વૃક્ષને ભલે ખૂબ પાણી પાઈએ તે પણ તેમાં પલ્લવ અંકુર આદિ આવતાં નથી, તેવી જ રીતે મેહનીયકર્મને ક્ષય થવાથી શેષ કર્મોની ઉત્પત્તિ નથી થતી (૧૪)
ફરી દષ્ટાંત કહે છે-“ન રદ્ધા ઈત્યાદિ. જેમ બળેલા બીજે ભૂમીમાં વાવવામાં આવે તે પણ તેનાથી અંકુર ઉત્પન્ન
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર