Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તથા અલ્પાહારી, ઈન્દ્રિયને દમન કરવાવાળા, ષટકાયના રક્ષક મુનિને દેવદર્શન-વૈમાનિક દેવેનું દર્શન થાય છે, અર્થાત્ એવા મહાત્માની સામે દેવ પ્રગટ થાય છે. (૪)
(૫) અવધિજ્ઞાનનું વર્ણન કરે છે- “સખ્યમ” ઈર્યાદ.
શબ્દાદિ વિષયથી વિરકત તથા શ્મશાનાદિમાં પિશાચ આદિના અત્યન્ત ભયેત્પાદક શબ્દ સહન કરવાવાળા જિતેન્દ્રિય તથા દુશ્મર તપશ્ચર્યા કરવાવાળા મુનિને અવવિજ્ઞાન પ્રાપ્ત થાય છે. (૫)
(૬) અવધિદર્શનનું વર્ણન કરવામાં આવે છે-“તપ” ઈત્યાદિ.
આઠ પ્રકારનાં કમને જે ભસ્મીભૂત કરે છે તે તપ કહેવાય છે. તે તપ અનશન આદિ બાર પ્રકારનાં છે. તેનાથી કૃષ્ણ, નીલ, કાપત, એ ત્રણ અશુભ લેશ્યાઓને દૂર કરવાવાળા મુનિનું અવધિદર્શન શુદ્ધ થાય છે–અર્થાત્ મલિનતા દૂર થઈ જવાથી તે
સ્ફટિકની જેમ અથવા દર્પણની પેઠે નિર્મળ થઈ જાય છે. એટલે ઉર્વિલક, અધોલેક, તિર્ધક લોક, ત્યાં તિર્થક અસંખેય દ્વિીપસમુદ્રરૂપી લેકને સાક્ષાત્કાર કરે છે. તથા તે તથા તે જીવાદિ ભાવ અથવા કર્મ છે, તેને પરિણામે જે જીવ જ્યાં જાય છે. તે સ્થાનને અર્થાત્ જેવું જ પરિણામ થાય છે તે પ્રકારે સમસ્ત પુલ પરિણામને સર્વ રીતે સવ દિશાઓમાં જેવા છે તેવાજ જુએ છે. (૬)
(૭) હવે મન:પર્યવજ્ઞાન કહે છે. – “કુસમાહિ૧૦” ઈત્યાદિ સુસમાહિતલેશ્યાવાન અર્થાત્ તેજ, પા, શુકલ, એ ત્રણ પ્રશસ્ત વેશ્યાયુકત હોવાથી જેની અંતઃકરણવૃત્તિ શુદ્ધ થઈ ગઈ છે. જેને કુતર્ક નથી. જેની શ્રદ્ધા નિશ્ચલ છે એવા મુનિ– કે જે સર્વથા સર્વ પ્રકારે બાહ્યા અને આભ્યન્તર વિષયેના સંગથી વિમુકત છે, અર્થાત દ્રવ્ય ભાવ સંયોગથી રહિત છે તે આત્મા પર્યાને જાણે છે, અર્થાત્ અઢી દ્વીપમાં રહેલા સંજ્ઞી પંચેન્દ્રિય જીવોના મનગમ ભાવને જાણે છે. (૭)
(૮) હવે કેવળજ્ઞાનનું વર્ણન કરે છે–“નયા સે’ ઈત્યાદિ.
જે સમયે મુનિનાં સમસ્ત જ્ઞાનાવરણ ક્ષય થાય છે ત્યારે તે ઘાતિકર્મ ચતટયના વિજય કરવાવાળાં કેવળજ્ઞાનસમ્પન્ન કેવલી થઈને ચૌદરજજુપ્રમાણ લેકને અને અનન્તાકાશરૂપ અલકને જાણે છે.
જ્ઞાનાવર-જ્ઞાન અર્થાતુ સામાન્ય વિશેષાત્મક પદાર્થના ગ્રહણરૂપ બેધમતિ શ્રત, અવધિ, મન:પર્યવ, કેવલ-લક્ષણ, તેમનું આવરણ-જેમ નેત્રની પાટી તેવી રીતે ભાવથી આચ્છાદાન કરવાવાળું છે. (૮)
(૯) હવે કેવલદર્શનનું વર્ણન કરે છે-નયા’ ઇત્યાદિ.
જે કાલે તે મુનિનાં સમસ્ત–સામાન્યાવબોધરૂપ દર્શનને આવરણ કરવાવાળાં કર્મ ક્ષય થઈ જાય છે તે સમયે જિનસ્વરૂપ કેવલજ્ઞાની થઈ ને કાલેકનો સાક્ષાત્કાર કરે છે. (૯).
પ્રથમ “જ્ઞાનાવરણીયના ક્ષયથી કેવલજ્ઞાનની ઉત્પત્તિ થાય છે એમ કહ્યું. હવે કેવલજ્ઞાનની ઉત્પત્તિ મેહનીયના ક્ષયથી જ થાય છે, આ માટે મેહનીય કર્મના ક્ષયને.
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર