Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
નહિ થાય, એવી જ રીતે કર્મરૂપ બીજના ધયાનરૂપ અગ્નિથી ભસ્મીભૂત થવાથી ભવરૂપી અંકુર થતો નથી અર્થાત પુનર્જન્મ થતો નથી. (૧૫)
(૧૬) હવે કેવલમરણ રૂપી દશમી સમાધિનું વર્ણન કરે છે–“વિશા' ઇત્યાદિ.
કેવળજ્ઞાની માંસ અસ્થિ (હાડકાં) અને સ્નાયુ (નસાજાલ) થી બંધાએલાં ઔદારિક શરીરને છોડીને નામકમ, ગોત્રકમ આયુકર્મ અને વેદનીય, એ ચાર પ્રકારનાં અધાતિ કર્મોને દૂર કરીને કમરૂપ રજથી રહિત થઈ જાય છે. જેમ જ નેત્ર આદિને ઢાંકી દે છે તેવીજ રીતે કમ પણ જ્ઞાન આદિને ઢાંકી દે છે. આથી કર્મની તથા રજની સમાનતા હોવાથી કર્મને રજ કહેલ છે. (૧૬)
પૂર્વોકત વિષયને ઉપસંહાર કરતાં કહે છે “ ઇત્યાદિ.
હે આયુમન્ ! શિષ્ય! આ રીતે સઘળું જાણી લઈને અત:કરણને રાગદ્વેષરહિત બનાવીને તથા ક્ષપકશ્રેણની શુદ્ધિને મેળવીને મુનિ આત્મશુદ્ધિ પ્રાપ્ત કરે છે. (૧૭)
ફત ઘવામ- સુધર્માસ્વામી કહે છે કે હે ! જમ્બુ ! ભગવાન મહાવીરના મુખેથી જેવું મેં સાંભળ્યું તેવુંજ તમને કહું છું.
દશાશ્રુતસ્કલ્પસૂત્રની “મુનિહર્ષિણી” ટકાના ગુજરાતી અનુવાદમાં વિત્તસમાધિ નામનું પંચમ અધ્યયન સમાપ્ત થયું (૫)
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર