Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(૪) માવોપારા- જે સમ્યગદષ્ટિ અને શુભ પરિણામેથી જ્ઞાન દર્શન અને ચારિત્રધારી શ્રમણની ઉપાસના કરે છે તેમને ભાવપાસક કહે છે શ્રમણની ઉપાસના કેવળ ગુણોને માટે જ કરવામાં આવે છે. જે પ્રકારે ગાયની ઉપાસના દૂધને માટે થાય છે તેમ ભાપાસકને જ શ્રમણોપાસક તથા શ્રાવક પણ કહે છે. જે ધર્મને સાંભળે છે તથા સંભળાવે છે તેને શ્રાવક કહે છે.
“ શ્રોતિ વા કાવતરતિ ચાવ' એ વ્યુત્પત્તિથી પૂર્વોક્ત બેઉને સમાન અર્થ થાય છે.
અહીં આવે અને ઉપસ્થિત થાય છે કે–સાંભળવાવાળા અથવા સંભળાવવાવાળા શ્રાવક કહેવાય છે ત્યારે ગણધર આદિ પણ શ્રાવક કહેવાશે, કેમકે તેઓ પણ ભગવાનના મુખેથી સાંભળવવાવાળા હોય છે. અને પિતાના શિષ્યોને સંભળાવવાવાળા હોય છે. અથવા “સાંભળવાવાળા તથા સંભળાવવાવાળા શ્રાવક હોય છે.” એવી વ્યુત્પત્તિથી બધા શ્રાવક થઈ શકે છે.
ઉત્તરમાં કહેવામાં આવે છે કે કેવલ ગાર્થને સ્વીકાર કરે ત્યારે ઉપર કહેલ દેષ થાય છે. ગરૂઢ માનવાથી કેઈ હાની નથી–જેમકે “” શબ્દને યૌગિક અર્થ થાય છે ચાલવાવાળા જ્યારે માત્ર તે અર્થ લઈને ઉપગ કરાય તે ચાલવાવાળા મનુષ્ય પણ “જો’ કહેવામાં આવે, માટે યોગરૂઢ માનવું જોઈએ વળી પંકજ શબ્દના વિષયમાં પણ એ રીતે જાણવું જોઈએ. શ્રાવક શબ્દને ચગરૂઢ માનવાથી ગણધર આદિને શ્રાવક ન કહી શકાય પરન્તુ ગૃહસ્થ ને જ શ્રાવક કહેવાય કેમકે “શ્રાવ શબ્દનો વ્યાવહાર શાસ્ત્રકારોએ ગૃહસ્થો માટેજ કર્યો છે.
અહીં એક પ્રશ્ન થાય છે કે- શ્રાવક અને ઉપાસકમાં શું ભેદ છે? ઉત્તરમાં કહેવાય છે કે-શ્રાવ શબ્દના બે અર્થ છે. અત્રતિસમ્યક્દષ્ટિ તથા દેશવ્રતિ. તથા ઉપાસક શબ્દના પરિવારમાં જ અર્થ થાય છે. એ જ અર્થ સૂત્રકારે પ્રયુક્ત કરેલ છે જેમકે ઉપાસકદશાંગસૂત્રના આનન્દ આદિ ગૃહસ્થોના અધિકારમાં ગૃહસ્થને માટે બાર વ્રત ધારણ કર્યા પછી કહ્યા છે કે અમારા ગાતા શ્રમણોપાસક થયા.
પરંતુ શ્રાવક શબ્દને જ્યાં પ્રગ છે. ત્યાં “દર્શનશ્રાવક” અર્થાત્ સમ્યક્ દર્શન નને ધારણ કરવાવાળા દર્શનશ્રાવક થાય છે આમ બેઉ વચ્ચે પરસ્પર ભેદ છે. અર્થાત શ્રમણ (સાધુ) ની ઉપાસના કરવાવાળા ઉપાસક કહેવાય છે અને સમ્યકદર્શનનને ધારણ કરવાવાળાને શ્રાવક કહેવાય છે.
પ્રતિજ્ઞાવિશેષને પ્રતિમા કહેવાય છે. આથી પ્રતિમાનું પ્રતિપાદન કરવાવાળા આ છઠ્ઠા અધ્યયનનું વર્ણન કરતાં કહે છે કે–છે? ઈત્યાદિ.
હે પ્રશસ્ત આયુવાળા જખ્ખ ! મેં સાંભળ્યું છે કે શ્રી ભગવાન મહાવીરે કહ્યું છે કે–આ છઠ્ઠા અધ્યયનમાં સ્થવિર ભગવતેએ અગીયાર ઉપાસકપ્રતિમાઓ કહી છે. સાધુઓની જે ઉપાસના કરે છે તે ઉપાસક કહેવાય છે. તેમની પ્રતિમા–પ્રતિજ્ઞા-અભિગ્રહવિસેષ કહેલ છે. તે આ પ્રમાણે-(સૂ૦ ૧)
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર
પ૦