Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
યેાગ્ય થાત પરંતુ તેને બદલે પ્રથમ મિથ્યાત્વનું નિરૂપણ કેમ કર્યુ છે ?
ઉત્તર એ છે કે-મિથ્યાત્વ સમ્યગ્દર્શનનું પ્રતિપક્ષી છે. તેના પ્રતિપક્ષી હાવાથી પ્રથમ તેના જ્ઞાનથી સમ્યગ્દર્શનમાં દૃઢતા થાય છે. આ માટે પહેલા મિથ્યાત્વનું નિરૂપણ કર્યુ છે. અથવા સર્વે પ્રાણિઓને પ્રથમ મિથ્યાત્વજ હાય છે. આ કારણથી પ્રથમ મિથ્યાત્વનું નિરૂપણ કર્યું છે. મિથ્યાત્વ આ ગ્રાહક અને અનાભિગ્રહિકના ભેદે કરીને એ પ્રકારનું થાય છે. આભિગ્રહિક કુદનના આગ્રહસ્વરૂપ છે, જેમકેજીવ છેજ નહીં અથવા જીવ, અનિત્ય છે, અથવા પલેાક છેનહીં ’ ઇત્યાદિરૂપ. અનાભિગ્રહિક મિથ્યાત્વ અસન્નીને તથા હૈય ઉપાદેયના વિવેકરહિત અફ્રિયાવાદી ભવ્ય તથા અલવ્યને થાય છે
અક્રિયાવાદમાં ભવ્ય તથા અલભ્ય બેઉના સમાવેશ છે, અને ક્રિયાબાદમાં કેવલ ભવ્ય આત્માજ લેવામાં આવે છે. તેમાંથી કઈ શુકલપક્ષ પણ હાય છે કેમકેતેએ ઉત્કૃષ્ટ દેશ-ઊનપુદ્ગલ-પરાવર્તમાંજ સિદ્ધિગતિને પ્રાપ્ત કરશે. પરંતુ એવા જીવ લાંખા વખત સ ંસારમાં રહેવાથી કેટલાક વખત સુધી અક્રિયાવાદી બનીને તે પેાતાની નાસ્તિકતાને સિદ્ધાંત બનાવી લે છે અને કહેવા લાગે છે કે-‘આત્મા કાઇ પદાર્થ છે નહીં. પંચભૂતથી અતિરિકત (જુદી) કાઇપણ દિવ્ય શકિત છે નહીં તેથી આ લેાકની અથવા પરલેાકની સત્તા છે નહીં ઈત્યાદિ
'
તેઓ ‘પુણ્ય પાપ છે, આલાક પલાક છે* એવી શ્રદ્ધા રાખતા નથી પલાક છે નહીં” એવી મતિ રાખવાવાળા નાસ્તિક કહેવાય છે. આ શબ્દવ્યુત્પ ત્તિથી પણ ઉપર લખેલ અર્થ પ્રતીત થાય છે, અર્થાત્ જેની મતિ પરલેાકવિષયક નથી હોતી તેને નાસ્તિક કહેવાય છે. તેઓ મેાક્ષના પણ નિષેધ કરે છે તેમને માટે માતા છે નહિ પિતા છે નહિ. તેએ અન્ત, ચક્રવતી, બલદેવ, વાસુદેવ, નરક, નારકીય જીવ, સુકૃત, દુષ્કૃત તથા તેના ફળને માનતા નથી, કેમકે તે તેમનું મન્તવ્ય છે કે-પંચભૂતથી અતિરિકત (જુદે) કેઇ પણ પદાર્થ નથી. તે કર્તા ભાકતા કોઈ પણ પદાર્થના સ્વીકાર કરતા નથી. તેથી તેમના માટે પાપ અથવા પુણ્યનું ફૂલ છે નહિ. તેમજ તેમના મતથી પુણ્ય કે પાપના ફૂલની પ્રાપ્તિ પણ થઈ શકતી નથી. તેમના સિદ્ધાન્તમાં તપ છે નહિ, સયમ છે નહિ, બ્રહ્મચર્ય આદિ શુભ કર્માંનું કાંઇ ફૂલ છે નહિ અને હિંસા આદિ ખરાખ કર્મોનું કાઇપણ અશુભ ફલ પણ માનતા નથી. મૃત્યુ પછી આત્મા પરલેાકમાં જન્મ નથી લેતા. નરકથી લઈને મેાક્ષ પર્યન્ત કેાઇ પણ ગતિ છે નહિ.
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર
૫૨