Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
છે. જો આ સભાવાને ધ્યાનમાં રાખીને ધર્મચિન્તા કરવામાં આવે તે આત્મા અવશ્યમેવ આત્મસમાધિ પ્રાપ્ત કરશે. અને તે સાથેજ જીવ અજીવ પદાર્થને ઠીક ઠીક જાણી લઈને ઉપયેગપૂર્વક શ્રુતધ દ્વારા પોતાનું તથા બીજાનું કલ્યાણ કરી શકે છે. ધર્મજ્ઞાનજ આત્મસમાધિનું કારણ છે. તે ધચિન્તા વિના પ્રાપ્ત થઇ શકતુ નથી માટે ધર્મચિન્તાજ આત્મસમાધિનું મૂળ છે.
યથાર્થ સ્વપ્નના દર્શનથી ચિત્ત, સમાધિની પ્રાપ્તિ કરી શકે છે પરન્તુ આ સ્વપ્નદર્શન શ્રમણ ભગવાન મહાવીરનાં દશ સ્વપ્નની પેઠે જે મેાક્ષ દેવા વાળાં છે તેવાં હાય તા ભાવસમાધિ આવી શકે છે, જો સ્વપ્નદ્વારા સાંસારિક પદાર્થાંની ઉપલબ્ધિ થઇને ચિત્તને સમાધિ પ્રાપ્ત થાય તે તે ભાવ-સમાધિ નહિ પણ દ્રવ્યસમાધિજ છે. આથી ધચિન્તાદ્વારાસુતેલાને યથાર્થ સ્વપ્નદર્શન પણચિત્ત સમાધિનું એક મુખ્ય કારણ છે.(સૂ.૪)
હવે દશ સમાધિસ્થાનાનું ગાથા દ્વારા ક્રમથી વર્ણન કરતાં પહેલાં (૧) ‘ધર્મચિન્તા”નું વર્ણન કરે છે. ‘બોરું’ ઇત્યાદિ.
મુનિ ધ ચિન્તાથી ચિત્તને રાગદ્વેષરહિત કરીને તથા પોતાના વશમાં રાખીને અન્તર્મુહૂર્ત માત્ર એકાગ્રચિત્તાવસ્થાનરૂપી ધર્મધ્યાન પ્રાપ્ત કરે છે. શ્રુતચારિત્રરૂપી ધર્મીમાં અથવા સમ્યજ્ઞાનક્રિયારૂપ ધર્મમાં સ્થિરચિત્ત જિનવચનમાં શ ંકા આદિ દોષરહિત, એવા મુનિ મેાક્ષની પ્રાપ્તિ કરે છે. (૧)
(૨) જાતિસ્મરણના પ્રભાવનું વર્ણન કરે છે— “Ë' ઇત્યાદિ.
મુનિ એવાં જાતિસ્મરણ જ્ઞાનને પ્રાપ્ત કરીને સંસારમાં ફરી-ફ્રીને જન્મ ગ્રહણ કરતા નથી, અને સ ંજ્ઞીજ્ઞાન-જાતિસ્મરણથી પેતે ઉત્તમ સંયમ નિરતિશયાન દરૂપી મેક્ષને પામી લે છે. (ર)
(૩) યથા સ્વપ્નનું વર્ણન કરે છે- ‘ગદ્દાતü' ઇત્યાદિ.
ઇન્દ્રિયના દમનદ્વારા અસવના નિરોધ થઇ જતાં તથા આત્મા સંચત થઈ જતાં ચથા લવાળાં સ્વપ્નને જુએ છે. જેણે સ્વપ્નને યથાતથ્ય જોયાં છે એવા સુનિ સમસ્ત સંસારપ્રવાહને પાર કરે છે, શારીરિક માનસિક એઉ જાતનાં દુ:ખાથી મુકત થઈ જાય છે. તાત્પર્ય એ છે કે જેની ઇન્દ્રિયા દાન્ત છે એવા મહાવીર સ્વામીની પેઠે તે યથા સ્વપ્ન જુએ છે, યથાર્થ સ્વપ્નનાં દર્શનથી તે આત્મા ભવસિન્ધુને તરી જાય છે અને ક બન્ધનથી મુકત થઈ જાય છે (૩)
(૪) દેવદર્શનનું વર્ણન કરે છે:--üતારૂં” ઈત્યાદિ,
પાત્રમાં સ્વાભાવિકરસરહિત એકઠી કરેલી ખાટી છાસથી મિશ્રિત થયેલા વાલ તથા ચણા આદિથી ખનાવેલા દોષરહિત ચાર પ્રકારનાં આહાર કરવાવાળાને તથા શ્રી પશુ પંડક આદિથી રહિત એકાન્ત સ્થાનમાં શય્યા સંસ્તારકનું સેવન કરવાવાળાને,
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર
૪૫