Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વૃદ્ધ-પર્યાયપેઠે ને અથવા વૃદ્ધોને પિતાથી વાવૃદ્ધોને ઈગિત આકાર આદિ જાણી લઈને તેમના મનનુકુલ કાર્ય કરવાથી સેવા કરવાવાળા થવું. આ વર્ણસંવલનતાનું નિરૂપણ થયું. (સૂ. ૧૭)
હવે ભારપ્રત્યવાહણતાનું વર્ણન કરે છે- જે જિં તું મારી ઈત્યાદિ.
ભારપ્રત્યવરોહણતા કેટલા પ્રકારની છે ? ભારપ્રત્યવરેહણતા ચાર પ્રકારની છે જેમકે (१) असंगृहीतं परिजनं संग्रहिता भवति (२) शैक्षमाचारगोचरं संग्रहयिता भवति (३) सार्मिकस्य ग्लायता यथास्थाम वैयावृत्येऽभ्युत्थाता भवति (४) साधर्मिकाणामधिकरणे उत्पन्ने तत्रानिश्रितोपश्रितोऽपक्षग्राही०अभ्युत्थाता भवति
(૧) ગ્રસંગૃહીતં પઝિનં સંહિતા મવતિ ક્રોધ આદિ કારણવશાત્ પિતાના ગચ્છમાંથી નિકળેલા શિષ્ય આદિને દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, તથા ભાવ જોઈને કોમળવચન આદિથી પિતાના ગણમાં ફરીને રાખો.
(૨) શૈક્ષમાવાનાં સંશાયતા મવતિ નવીન દીક્ષાવાળા અથવા અબુત્પન્ન=સાધારણ બુદ્ધિવાળા શિષ્યને આચારજ્ઞાનાદિ પાંચ પ્રકારના આચાર તથા ગોચર ભિક્ષાચરણ આદિની વિધિ શીખાડવી.
(૩) સાધમિકથ૦ વષ્ણુભાતા મતિ રેગ આદિથી ગ્લાની જોગવતા સામ=સમાન સામાચારી વાળાની વૈયાવચને માટે ચાર પ્રકારના આહાર, ઔષધ, ભષય આદિ લઈ આવવામાં તથા શય્યા સંસ્કારક આદિનું પ્રતિલેખન કરવામાં યથાશકિત ઉદ્યત રહેવું.
(૪) સાધમિકાળાં ડુત્યતા મતિ સાધમિકમાં પરસ્પર કજીએ ઉત્પન્ન થતાં મધ્યસ્થ ભાવને ધારણ કરી નિશ્રિત=રાગ, ઉપાશ્રિત=ષ, એ બેઉથી રહિત થઈને કેઈને પક્ષ ન લેતા બેઉના હિતમાં લાગ્યા રહેવું, શાસ્ત્રોક્ત વિધિથી પ્રયત્ન કરે અને અપરાધની ક્ષમાપના કરવામાં સાવધાન રહેવું, શાંતીને માટે સદા ઉદ્યોગશીલ થવું અને વિચાર કર- ‘દં ઇત્યાદિકયા પ્રકારે મુનિ શાંત બને એમની અંદર-અંદરની લડાઈ કેવી રીતે મટે? આ લોકે પરસ્પર ભેદ ઉત્પન્ન થાય તેવા શબ્દો ન બોલે શાંતિભંગ કરવાવાળા કલહથી હટી જાય. કષાયનો ત્યાગ કરે, પરસ્પર તૂ તૂકાર (ટંકારાના) શબ્દને ત્યાગ કરે અર્થાત્ અલ્પ અપરાધ હતાં પણ એક બીજાને “તેજ અપરાધ કર્યો છે અને કર્યા જ કરે છે ઈત્યાદિ ન બેલે સંયમબહુલ, સંવરબહલ, સમાધિ-બહલ, તથા અપ્રમાદી થઈને સંયમ તપથી આત્માને ભાવિત કરતાં વિચરે, એવી ભાવના કરવી તે ભારપ્રત્યવરેહણતાને ચે ભેદ છે. આ પ્રકારે આ ભારપ્રત્યાવરોહણતાનું નિરૂપણ કર્યું. (સૂ. ૧૮)
આચાર્ય મહારાજ પ્રતિ શિષ્યની વિનયપ્રતિપત્તિ કહી છે. સ્થવિર ભગવંતે એ પૂર્વોકત આઠ પ્રકારની ગણિસન્મદા કહી છે.
શ્રી સુધર્માસ્વામી જખ્ખસ્વામીને કહે છે કે--હે જબૂ! ભગવાન પાસેથી જે પ્રમાણે મેં સાંભળ્યું છે તે જ પ્રમાણે હું તમને કહું છું. (૪) દશાશ્રુતસ્કંધ સૂત્રની “મુનિહર્ષિણ” ટીકાના ગુજરાતી અનુવાદમાં
“ગણિસમ્પ' નામનું એથું અધ્યયન સમાપ્ત થયું (૪)
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર
૩૮