Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 25
________________ દ્વારા અપાયેલા, તથા (૫) માદદુરસાધુને માટે સામે લાવીને આપવામાં આવનારા, એવા પાંચ પ્રકારના આહારના ભોગ કરવાવાળા શબલદેષના ભાગી થાય છે. (૬) “રમિવવા ૨ ઈત્યાદિ, વારંવાર પ્રત્યાખ્યાન કરીને પદાર્થોને ભેગા કરવાવાળા શબલ દેષના ભાગી થાય છે તાત્પર્ય એ છે કે–જે પદાર્થને ત્યાગ કરી દીધો હોય તે પદાર્થને ફરીને ગહણ કરવાથી પ્રતિજ્ઞાની હાનિ પરિષહ-ઉપસર્ગસહનસામર્થ્ય તથા વૈર્ય આદિ ગુણોને ભાગ થાય છે મધ્યસ્થ મુનિ આદિના મનમાં સાધુપણાનું મહત્વ ઉઠી જાય છે. તથા મુનિધર્મને હૃાસ થાય છે. આવી રીતે નિયમરહિત કાર્ય કરવાવાળાનું ચારિત્ર નિન્દનીય થાય છે. જનતામાં જાહેર થઈ જતાં જનતાના હૃદયમાંથી તેને વિશ્વાસ ઉઠી જાય છે. તે આ લેકમાં તથા પરલોકમાં ઘેર દુ:ખ પામે છે. એ માટે એકવાર જેનું પ્રત્યાખ્યાન કર્યું હોય તેવા પદાર્થને ફરીને ગ્રહણ કરવા ન જોઈએ, વારંવાર પ્રત્યાખ્યાન (પચ્ચખાણ ) તેડવાં એ સાતમે શબલ દેષ છે. (સૂ) ૭) ચંતો છું” ઈત્યાદિ. દીક્ષાના દિવસથી માંડીને છ માસ સુધી એક ગચ્છથી બીજા ગચ્છમાં જાવાવાળા મુનિ શબલ દેષના ભાગી થાય છે. તાત્પર્ય એ છે કે- જે જ્ઞાન દર્શન તથા ચારિત્રની વૃદ્ધિ માટે ઉત્કટ ઈચ્છા હોય, અને પિતાના ગ૭માં તેની વૃદ્ધિ ન થતી હોય તે ગુરુની આજ્ઞાથી બીજા ગરછામાં જઈ શકાય છે. પરન્તુ છ માસની અંદર બીજા ગચ્છમાં જવું કલ્યાણકારક નથી. કેમકે-ધમ–શ્રદ્ધાની વૃદ્ધિને માટે તથા ગુરુજનના પરિચય પુષ્ટ હોવાના કારણથી ગુરુની સમીપ છ માસ સુધી રહેવું અત્યન્ત જરૂરી છે. (સૂ) ૮) “ચંતા માસ’ ઈત્યાદિ. એક માસમાં ત્રણવાર ઉદકલેપ લગાડ અર્થાત્ બીજો માર્ગ ન હોય તે પણ માર્ગમાં આવેલી નદી ઉતરવાથી શબલ દેષ લાગે છે. તાત્પર્ય એ છે કે- ચાતુર્માસ પછી આઠમાસ સુધી ધર્મના પ્રચાર માટે સાધુઓને વિહાર સંમત છે તેથી તેવા વિહારમાં વિચરતા સાધુઓના માર્ગમાં નદી આદિ આવવાથી શાસ્ત્રવિહિત વિધિથી પાર કરી જવું જોઈએ, પરન્તુ એક માસની અંદર બે વખત નદી આદિ પાર કરવી સૂત્રસંમત છે. તેનાથી વધારે ત્રીજીવાર પાર કરવાવાળા મુનિ અવશ્ય શબલ દેષને ભાગી થાય છે. (સૂ૦ ૯) “ચિંતો માણસ” ઇત્યાદિ. એક માસની અંદર ત્રણ માયાસ્થાન કરવાવાળા મુનિ શબલ દેશના ભાગી થાય છે. આશય એ છે કે–સાધુઓએ માયાસેવન કદી કરવું ન જોઈએ. પ્રમાદના કારણથી જે એક માસમાં બે વારથી વધારે માયાસેવન થઈ જાય તે શબલ દેવને ભાગી થાય છે. માયાવાલાની આત્મા–કોધ, માન, માયા તથા લોભ, એ ચાર કષાય વાલી થાય છે. પરંતુ તે સર્વદા ચિતન કરે છે કે- “હું કેવી રીતે આ કષાયથી મુકત થઈ જાઉ” એકવાર તેનાથી મુક્ત થઈ ને જે મેહના ઉદયથી તે પાછે તેનું સેવન કરે શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125