________________
સંઘની પાસે સાધનાનું અંગ નહતું તે એમણે શંખેશ્વર વગેરે તીર્થમાં લાખ નવકારનું વિધિપૂર્વક આરાધન સંઘમાં શરૂ કરાવ્યું.
એમની પાસે માર્ગદર્શન પૂછાવીએ તે સુંદર માગદશન મેકલતા. એમની ઈચ્છા એવી કે સંઘમાં નવકારની આરાધના વધે, તે સંઘમાં નવું બળ વધે.
સં. ૨૦૧૪ નું સંમેલન નિષ્ફળ ગયું. અમે બધા રીલીફ રોડના એક મકાનમાં બેઠા હતા. ત્યાં એક પ્રશ્ન કર્યો કે, સંમેલન નિષ્ફળ કેમ ગયું? ત્યારે પૂજ્યશ્રીએ કહ્યું કે, આપણી સાધના ઓછી પડી, આપણું સાધના તૂટી માટે. આપણે સાધના વધારે. તે વખતે તેઓશ્રીએ મને એક કાગળ આપ્યો અને કહ્યું કે, નવકાર મંત્રમાં નવે રસો કુરે છે. અને એના પર તું વિશેષ ચિંતન કરીને લખ.
શાંત રસથી માંડીને શગાર રસ સુધીના બધા જ ૨ો આ નવકાર મંત્રમાંથી અનુભવી શકાય છે. એમની આ ગંભીર અનુપ્રેક્ષા હતી.
એવા આ મહાપુરુષના હૈયે સંઘનું હિત વસેલું હતું. દ્રવ્ય અને ભાવથી સંઘ ઉજત. બને એને અનુલક્ષીને મૈચાદિ ચાર ભાવનાઓને વિકાસ થ જોઈએ. એમણે તે ત્યાં સુધી કહ્યું કે, એવું સિદ્ધ કરે કે, મૈગ્યાદિ ભાવના ન હોય તે સમકિત ન ટકે, એવું શાસ્ત્રીય રીતે સિદ્ધ કરો. માટે એ ભાવના તે આપણે કેળવવી જ જોઈએ. ચતુર્વિધ સંવમાં એક બીજાને મળીએ તે આપણી અને લડવી ન જોઈએ, હસવી જોઈએ અને મોંમાંથી અમૃત જેવી વાણી કરવી જોઈએ. આવા હતા એ મહાપુરુષ–તેમને આપણા કટિશઃ વંદન હે...! જ જીવન વિભવ સર
મુનિ હેમપ્રભવિ. यस्यदृष्टिः कृपावृष्टि-गिरः शमसुधाकीरः ।
भद्रंकराय शान्ताय, तस्मै भक्त्या नमोनमः ॥ જેમની દષ્ટિમાંથી કૃપા વરસી રહી છે. અને વાણીમાંથી અમૃત વરસી રહ્યું છે, તેવા પરમ શાંત પરમ કરુણાલુ, વાત્સલ્ય વારિધિ, પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી ભદ્રંકરવિજયજી મહારાજને નમસ્કાર થાઓ..!
જેમ ધરતીની કુખે ઘણાં કિંમતી રત્ન છુપાયેલા છે, તેમ ધરતી પર જીવન જીવતા માણમાં ઘણા કિંમતી નરરત્નો મળી આવે છે. અવસરે એ નરરતને પ્રગટ થાય છે, આપણી વચ્ચે આવે છે, પોતાના તેજથી સર્વને અજવાળે છે, અને સંઘ-સમાજ અને ધર્મના ઉત્કર્ષ માટે ઉન્નત કાર્યો કરે છે. દિવ્ય જીવન જીવીને માનવતાની મહેક મકતા જાય છે.