________________
ચોગી મહાત્મા...!
વાચનાદાતા પ. આ. ભદ્રગુપ્તસૂરિ મ. સા. સંકલનકાર: મુનિ કલ્પરત્નવિજય.
૧. ૨ ૧૪. વડગામ. જુદા જુદા રાનીપુરુએ ભેગી પુરુષોની જુદી જુદી કલ્પનાઓ આપી છે કોઈની કલ્પના એવી હેય છે કે, જેની પાસે આકાશગામિની વગેરે જે લબ્ધિઓ હોય તે ગીપુરુષ કહેવાય. કોઈ વળી એવી કહપના આપે છે કે જે દુનિયાથી અલિપ્ત હય, ગુરુ વગેરેના સાનિધ્યમાં રહેતા હોય તે ગીપુરુષ. કેઈ કહે છે કે, જે જટાધારી હોય, દુનિયાની કોઈ પરવા જેને ન હોયઆવી પણ કલ્પના યેગીની આપી છે. ઉપાધ્યાય યાવિજયજી મહારાજ યેગીની કલ્પના કરતા કહે છે કે
यस्य दृष्टि कृपावृष्टिः, गिरः शमसुधाकिरः ।
तस्मै नमः शुभज्ञान-ध्यानमग्नाय योगिने ॥ “જેની આંખમાંથી દયાની કરુણાની વૃષ્ટિ થાય છે અને જેમની વાણીમાંથી સમતારૂપી સુધા નીતર્યા કરે છે, તેવા યોગીપુરુષને નમસ્કાર કરું છું.”
એમણે એવા વેગીની કલ્પના કરી છે કે, જે વિશ્વ પર નિરંતર કરુણા વરસાવે. કેમકે આ વિશ્વ દ્રવ્ય અને ભાવથી દુખી છે.
યોગી પુરુષનું આ લક્ષણ બતાવ્યું છે કે, એ કેઈની પણ સામે જુએ, તેઓ કરુણા વરસાવતા લાગે. આવા મહાપુરુષ પાસે જે કોઈ પણ જય તેમના ઉપર એવી કૃપાનું બુંદ ઝરે કે, જેના દ્વારા તેના તાપ અને સંતાપ નષ્ટ થઈ જાય છે.
આપણે ત્યાં અને એમાંય જૈનસંધમાં તે ખરા, પણ વિશેષ કરીને આપણા સમુદાયમાં બહુ જ ગૌરવ લઈ શકીએ એવા યોગીપુરુષ હતા પૂ. પંન્યાસજી ભદ્રકવિજયજી મ. સા.
એમના સંપર્કમાં આપણામાંથી ઘણા ઓછાવત્તા અંશે આવ્યા હશે. અમે ઘણું સાધુઓ એમના ઘણાં ઘનિષ્ઠ સંપર્કમાં આવ્યા છીએ. જ્યારે જ્યારે જેતા ત્યારે એમની
માંથી કરુણ વહેતી જોવા મળતી,
ખરતરગચ્છના એક મહાત્મા એમની પાસે ગયા. તેઓ પોતાના અનુભવમાં કહે છે કે, અમે જ્યારે એમની પાસે જઈએ ત્યારે પંન્યાસજી મહારાજ અમને અમારા જ લાગતા. એમને સ્વ–પરને લેહ ભૂલાઈ ગયેલું. જેમ પોતાના શિષ્યની આગળ પ્રેમને