________________
વાત્સલ્યથી વાત કરે એટલા જ હેત-પ્રેમથી વાત તેઓશ્રી અમારી સાથે કરતા. એક નાનામાં નાને સાધુ એમની પાસે જાય તે પણ એમની વાત શાંતિથી સાંભળતા
પીંડવાડામાં અમે હતા. એકવાર એક નાના સાધુ એમની પાસે બેઠેલા. હું ત્યાં પૂજ્યશ્રી પાસે ગયે. તે વખતે પંન્યાસજી મ. તે બાળમુનિને પૂછતા હતા, “તને કયુ શાક લાવે છે?” પછી મને કહે, “જે તને આમ પૂછું તે આશ્ચર્ય લાગે. તને તે એમ જ પૂછું કે, ક ઝન્ય તને ગમે છે? તમે બીજાની વાતમાં–બીજાની પસંદગીમાં ઈન્ટરેટ લે. તે એમાં આત્મિયતા બંધાય છે, અને આ આત્મિયતા બંધાયા પછી તમે એને સાચી વાત કરશે, તે એ કડવી હશે તે પણ એ સ્વીકારશે. એટલા પરથી એમની પાસે જે કઈ જાય તે એમના બની જતા.
ભુજપુરમાં તેઓશ્રીનું ચાતુર્માસ હતું. ત્યારે ત્યાંથી એક મુનિને મારા ઉપર પત્ર આવેલ. તેઓ લખતા હતા કે, અમે તેઓશ્રીના પ્રવચન સાંભળવા જઈએ ત્યારે અમને એમ જ લાગે કે, અત્યારે અમે જણે તીર્થકરની વાણી સાંભળીએ છીએ કે શું? આંખમાંથી સ્નેહ-વાત્સલ્યને કરણને ઝરે વહેતે હેય એમ લાગે છે. જેમના જીવનમાં નિરસતા આવી ગઈ હોય અને તે એમની પાસે બેસે તે એની નિરસતા દૂર થઈ જતી અને જીવન નવપલ્લવિત બની જતું. આ કરુણાવંત મહાત્મા પાસે જઈએ તે આપણું હયું ઉત્સાહથી હર્યું-ભર્યું બની જાય. અને આપણા જીવનમાં સંયમને થનગનાટ વધી જાય.
એમના પ્રવચનોની રેલી નિરાળી હતી. એમનામાં કેઈના પણ પ્રવચનની કેપી નહતી. સિદ્ધ પુરુષ હતા. સિત પુરુષ કયારે પણ કોઈની કોપી નથી કરતા. જ્યારે પણ પ્રવચન આપે ત્યારે બે ચાર મિનિટે સચોટ ઉપમાઓ આપતા જય.
ઉપદેશ પણ તેઓશ્રી એવી રીતે આપતા કે જેમાં ક્યાંય વ્યંગ ન મળે, એમને ડાયરેકટ એપ્રોચ જ એ હતું કે, માણસને કેઈપણ જાતની અપીલ ન રહે. તેઓશ્રી એક વાત કહેતા કે, ચતુર્વિધ સંઘ પ્રત્યે દરેક સાધુના હૈયામાં બહુમાન જોઈએ. “આ મારે સંઘ તીર્થ સ્વરૂપ છે. ચતુર્વિધ સંઘ એ તીર્થ અને તીર્થ એટલે પ્રભુ છે–પરમાત્મા છે. ચતુર્વિધ સંઘ પ્રત્યેનું બહુમાન એટલે પરમાત્મા પ્રત્યેનું બહુમાન છે. ચતુર્વિધ સંઘને કોઈપણ અંગ સાથે તેછડો વ્યવહાર ન હોવો જોઈએ. કોઈની સાથે તે છડે વ્યવહાર એ જિનેશ્વર ભગવાનની આશાતના બરાબર છે. કેઈપણ દેવ-દેવીને પણ અ૫લાપ નથી કરવાને. દૈવી તત્ત્વને કયારે પણ છોડવાનું નથી. આપણે ત્યાં તે એક સિદ્ધચક્રનું મહાપૂજન થાય તે પણ નવગ્રહ વગેરેની પૂજા કરીએ છીએ. એમાં રાહુ-કેતુ એની પણ અવહેલના કરવાની નથી !
આપણી વાણીને અમૃતતુલ્ય બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. તેઓશ્રી એવી અમૃતતુલ્ય વાણી વહાવતા. જેના દ્વારા તે એ વ–પર સમુદાયમાં અજાતશત્રુ તરીકે પંકાયા હતા. તેઓને વેગીપુરુષ તરીકે અપનાવતા.