Book Title: Motini Maya
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahakari Mandir Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/005196/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જોdીને સાવ જોન સ્ટાઈનબૅકના પલ' ઉપરથી રાહત સ યાદ ગોપાળદાસ જીવાભાઈ પટેલ Page #2 -------------------------------------------------------------------------- ________________ માતીની માયા Page #3 -------------------------------------------------------------------------- ________________ Page #4 -------------------------------------------------------------------------- ________________ મો તી ની મા યા [ ઍકિસકે દેશના વતનીઓની એક લોકકથા ] જન સ્ટાઈનબેકના પલ' ઉપરથી સંપાદક ગેપાળદાસ જીવાભાઈ પટેલ મુખ્ય વિક્રેતા બાલગોવિંદ કુબેરદાસની કંપની વેચાણ વિભાગ ગાંધીમાર્ગ: અમદાવાદ-૧ Page #5 -------------------------------------------------------------------------- ________________ મકારક પરિવાર પ્રકાશન સહકારી મં. લિ. માટે વ્રજલાલ ત્રિ. પરીખ બાલગોવિંદ પ્રકાશન કાળુપુર, અમદાવાદ–૧ મુદ્રક માણેકલાલ દી. પટેલ ધરતી મુદ્રણાલય, ૨ ચખડ, અમદાવાદ-૧ પહેલી આવૃત્તિ, સન. ૧૯૬૩ દેહ રૂપિયો Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું નિવેદન પરિવાર પ્રકાશન સહકારી મંદિર લિમિટેડ એ એક સહકારી પ્રકાશન સંસ્થા છે અને અમુક નિશ્ચિત જાહેર સેવાના ઉદ્દેશથી તેની સ્થાપના કરવામાં આવેલી છે. તેની શરૂઆતના કાળમાં તેને જે જાતને આવકાર અને સહકાર પ્રાપ્ત થયે છે, અને તેની પ્રવૃત્તિ જે આકાર ઉત્તરોત્તર પકડતી જાય છે, તે ખરેખર અમારે મન મોટી આનંદની વાત છે. “આશા અને ધીરજ' પ્રસિદ્ધ કર્યા બાદ પરિવાર પ્રકાશન મંદિર થોડા જ વખતમાં “મોતીની માયા નામની આ લોકકથા પ્રસિદ્ધ કરે છે. પહેલું પુરતક એક કસબી લેખકની કલમે લખાયેલી અદ્ભુત કથા હતી, ત્યારે આ કથા લોકોએ ઘડેલી એક લેકકથા છે. પરંતુ એ પણ એક અદ્ભુત કથા છે -માત્ર તેને લેકકથા-કોરેએ સીધીસાદી સાહજિક રીતે કહી છે. અને મેકિસકે દેશના “મય જાતિના એ લેક પણ જૂના ભૂતકાળમાં કઈ રીતે આપણું સંરકૃતિ સાથે સંપર્ક પામેલા પ્રાચીન લેક છે, એમ ઈતિહાસ-પુરાતત્ત્વવિદો કહે છે. ગોરી Page #7 -------------------------------------------------------------------------- ________________ સંરકૃતિ સાથે સંઘર્ષમાં આવતાં કેટલીય પ્રાચીન જાતિઓ લુપ્તપ્રાય થઈ ગઈ છે. ગોરાઓની તૃષ્ણ એવી ભારે દાહક-નાશક નીવડી છે. આપણું પ્રાચીન ભારતીય સંસ્કૃતિ ગોરી સંસ્કૃતિ સાથેના સંપર્કમાં અને સંઘર્ષમાં આવતાં કંઈક વિશેષ દેખાવ કરી શકી, તે તેના ગણ્યાગાંઠયા સપૂતોને કારણે જ. બાકી તો આપણું અંતરમાં પણ ગેરી સંસ્કૃતિએ જે તૃષ્ણની આગ જલાવી છે, તે કિનના જાતભાઈઓમાં પ્રગટેલી આગ કરતાં ઓછી દાહક-મારક નથી. કિને જેમ ડું ધન હાથમાં આવતાં છોકરાને ભણાવવાની અને રાઈફલ વસાવવાની તમન્ના જાગી, તેની પેઠે આપણે પણ રવરાજ્ય આવ્યા બાદ વિચિત્ર તૃષ્ણાઓ પ્રગટ કરવા લાગ્યા છીએ. કેટલાય સમુદ્ર વટાવીને આવેલી આ જાતિની લોકકથા આપણને ઘણી રીતે ઉપકારક થઈ પડે તેવી છે. “સત્યાગ્રહના તંત્રીશ્રીએ આ વાર્તા તેમના પત્રનાં પાનાંમાંથી પુસ્તકાકારે ઉતારવા પરવાનગી આપી, તે બદલ તેમને આભારી છું. પરિવાર પ્રકાશન સહકારી મંદિરે બીજી પણ બે ચાર માળાઓના પ્રકાશનનું કામ તત્કાળ હાથ ઉપર લીધું છે. એક તે ગુજરાતના ઘડવૈયાઓ ગણાય તેવી વ્યક્તિઓના જીવનકાર્ય-પરિચયની માળા; બીજી “રાષ્ટ્રના ઘડવૈયા ગણી શકાય તેવા રાષ્ટ્રપ્રમુખો, સેવકે ઇત્યાદિની ચરિત્રમાળા ત્રીજી અમેરિકા વગેરે દેશોના પ્રમુખોનાં ચરિત્રોની માળા; ચેથી આપણું પડોશી અને સંબંધી દેશાની માહિતી આપતી પરિચય માળા. Page #8 -------------------------------------------------------------------------- ________________ આ વિવિધ માળાઓમાં મણકા પરોવવાનું કે તૈયાર કરવાનું કામ કેટલાય ઉત્સાહી મિત્રો અને અધિકારી લેખકેએ ઉપાડી લીધું છે, એ પણ અમારે મન ઘણી આનંદની વાત છે. અક્ષરજ્ઞાનને પ્રચાર જેમ જેમ આપણા દેશમાં વધતો જશે, તેમ તેમ ઉપયોગી તેમ જ આનંદપ્રદ વાચનની ભૂખ પણ ઊઘડતી જશે. તે ભૂખને સુ-પશ્ય વાચન-સામગ્રીથી તૃપ્ત કરવાના ભગીરથ કાર્યમાં આ સહકારી સંરથા યતકિંચિત ફાળો આપતી થશે, એ વિચાર ઉત્સાહપ્રેરક થઈ પડે તે છે. શ્રી. મગનભાઈ દેસાઈ એ તેમનું “ગીતાનું પ્રસ્થાન ” એ કીમતી લેખમાળા પરિવાર મંદિરને પ્રસિદ્ધ કરવા સંમતિ આપી છે, એ અહીં જાહેર કરતાં અમને અત્યંત આનંદ થાય છે. ગીતા અને ઉપનિષદ આદિ આપણા ધર્મગ્રંથોને સમજવા-સમજાવવાની તેમની જે વિશિષ્ટ રીત છે, તે તો તેમનાં ઉપનિષદ ઉપરનાં પુસ્તક તથા કોચરબ આશ્રમમાં વરસોવરસ ગીતાજયંતી વ્યાખ્યાનમાળા પ્રસંગે તેમના પ્રમુખપદે અપાયેલાં વ્યાખ્યાનથી પરિચિત એવાં સી ગીતાપ્રેમીઓને જાણીતી બાબત છે. સૌ તેમની શૈલી અને નવીન દૃષ્ટિથી એકસરખાં પ્રભાવિત થાય છે. ગીતાના પ્રસ્થાન અંગેનું – અર્થાત્ ગીતા કયા સંજોગોમાં ઉપદેશાઈ તે ભૂમિકાનું જ નિરૂપણ કરતી આ અનોખી લેખમાળા, અમારી જાણ મુજબ ગીતા ઉપર તેમનું પ્રસિદ્ધ થતું પ્રથમ પુસ્તક છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ ઉપરાંત શ્રી. મગનભાઈએ પોતાના “સત્યાગ્રહ’ પત્રમાં પ્રસિદ્ધ થયેલી વિચારકલિકાઓનું સંપાદન કરી તે પ્રગટ કરવાની અમને પરવાનગી આપી છે, તેને હું આ પ્રવૃત્તિને તેમણે આપેલ અમૂલ્ય સહકારરૂપ માનું છું. આ બંને પુસ્તકો હવે તરતમાં જ છપાઈ બહાર પડશે. પરિવાર પ્રકાશનને મળતો આ બધે સહકાર ઉત્સાહપ્રેરક છે. સને આ પ્રવૃત્તિ ઉપયોગી નીવડે. ગાંધીજયંતી, મણિભાઈ વાઘજીભાઈ પટેલ ૨-૧૦-'૧૨ તા. ક. “પર્લ 'ના લેખક શ્રી. જૈન સ્ટાઈનબેકની પરવાનગી માગવામાં આવતાં તેમણે તેના ગુજરાતી ભાષાના હકો ધરાવતી સંસ્થાને એ અંગે ભલામણ કરી છે, તે બદલ અહીં તેમને આભાર માનીએ છીએ. Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક શ્રી. મગનભાઈ દેસાઈ સંપાદિત “સત્યાગ્રહ' સાપ્તાહિકમાં તૃષ્ણાની આગ” નામે આઠ હપતે પ્રસિદ્ધ થયેલી આ વાર્તા મોતીની માયા” એ અનુરૂપ નામે પુરતકાકારે પ્રસિદ્ધ થાય છે, તેથી આનંદ ઊપજે છે. એ લોકકથાની ભૂમિકારૂપ મૅક્સિકો દેશ અમેરિકાની દક્ષિણે આવેલે પ્રાચીન સંસ્કૃતિવાળો પ્રદેશ છે. ત્યાંની પ્રાચીન મય સંસ્કૃતિના અભ્યાસીઓ એવા નિર્ણયે પણ પહોંચે છે કે, ત્યાંના શિલ્પ વગેરે ઉપર ભારતીય સંસ્કૃતિની ચોખ્ખી અસર વરતાય છે. પ્રાચીન કાળમાં આ પ્રદેશ સાથે આપણા પૂર્વજોને કે અને કેટલે સંપર્ક કેવી રીતે થયો હશે, એ અત્યારે - બતકાળના ગર્ભમાં દટાયેલી વસ્તુ છે. છે કે મય લેકોની સંસ્કૃતિ અત્યારે તે લગભગ નામશેષ થઈ ગઈ છે. લોખંડ-પોલાદ અને ઘેડાથી અપરિચિત એવી મૅક્સિકે દેશની પ્રજા ઉપર સ્પેનિશ બખ્તરધારીઓએ કેવી રીતે હુમલે કર્યો, અને સો-બસો ગોરાઓએ દશ-દશ હજાર વતનીઓની કેવળ શાક-ભાજી પેઠે કેવી રીતે કતલ ચલાવી, તે કથા આજે પણ હૃદય કંપાવી મૂકે તેવી છે. બીજી બાજુ ઈતિહાસ તેમ જ ધરતીના પૃષ્ઠ ઉપર બેંધાઈ રહેલા ઇજાઓના સામ્રાજ્યના - ". RG : Page #11 -------------------------------------------------------------------------- ________________ ધોરી માર્ગો તથા પવનવેગે દેડતા કાસદ વડે ચલાવાતો સંદેશ-વ્યવહાર એ આજે પણ સૌ કોઈને અચંબામાં ગરકાવ કરી દે છે. મોતીની માયા” એ કથાના દેશ ઉપર ગોરાઓને ખેંચી લાવનાર તે એ દેશના સુવર્ણની માયા હતી. આ લેકે ખંડ-પોલાદને નહોતા જાણતા, પણ સુવર્ણ-ધાતુના તો - સ્વામી હતા. ગોરાઓએ તેમને જીતીને તેમનું સોનું વહાણો - ભરી ભરીને યુરોપમાં ઠાલવ્યું. તે વહાણ લૂંટનારા અંગ્રેજ ચાંચિયાઓ પણ એનાથી તાવંત થઈ ગયા. ‘યંત્રોદ્યોગ માટે જોઈતી મૂડી ઈગ્લેંડે એક બાજુ સ્પેનનાં આ સેનું ભરેલાં વહાણે લૂંટીને તે બીજી બાજુ પ્લાસીના યુદ્ધ પછી હિંદુસ્તાનનું ધન ઘસડી આણુને જ ઊભી કરી હતી, તે તે ઈતિહાસને જાણીતી વાત છે. પણ એ આડવાત અહીં એટલા માટે જણાવી કે, મય લેકિન દેશની લૂંટ અને ભારતની લૂંટને એ ઇતિહાસ એ રીતે પણ ભેગો જોવા-તપાસવા જેવો છે. પણ મૂળ વાત ઉપર આવીએ. આ વતનીઓનું સોનું લૂંટાઈ ગયા પછી અને તેઓ કાળી ગુલામીમાં સબડતા થયા પછી છેક જ કંગાળ દશામાં આવી ગયા. પછીના ભાગમાં તેમના દરિયાકિનારે અમુક ભાગમાંથી મળી આવતી મેતીવાળી છિપલીઓનું આકર્ષણ એ દેશ ઉપર ગોરાઓની પકડનું એક મુખ્ય કારણ બની રહ્યું. Page #12 -------------------------------------------------------------------------- ________________ એવું એક મોતી તે દેશના વતનીના હાથમાં આવત, ગોરાઓના સંપર્ક તેના મનમાં તૃષ્ણાની આગ કેવી રીતે ભભૂકી ઊઠી, અને તેણે તેનું ઘર-કુટુંબ-જીવન ભસ્મીભૂત કર્યા, તેની આ હૃદયંગમ લોકકથા છે. લેકકથામાં હોતા બધા ગુણે તેમાં છે. એ કથા લેકીને અમુક હિતોપદેશ ઠસાવવા અર્થે છે, તેમ જ તેમાં તે જાતની સીધીસાદી સરળતા પણ છે. પ્રસિદ્ધ અમેરિકન લેખક જૈન સ્ટાઈનબૅકને કસબી હાથ તેના ઉપર ફર્યો છે એ ખરું, પરંતુ તેણે તેને આધુનિક વાચકને ગમી શકે એવા ઘાટમાં ઘડી આપી છે એટલું જ. એ ચેપડીને આ ટૂંકો છાયાનુવાદ છે. લોકકથાના રસિયા આપ સૌને તો તે આપણી કોઈ દૂર ચાલી ગયેલી અને પાછી આવેલી સગી હોય, એમ જ લાગશે. ગાંધી જયંતી, નેપાળદાસ જીવાભાઈ પટેલ ૨-૧૦-'૧૨ તા. ક. “પર્લ'ના લેખક જોન સ્ટાઈનબૅકને ૧૯૬૨ના વર્ષનું સાહિત્ય માટેનું નોબલ ઈનામ એનાયત થયું છે, એવી જાહેરાત તા. ૨૫-૧૦-'૧૨ ના રોજ થઈ છે, એ અત્રે નેધતાં આનંદ થાય છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ Page #14 -------------------------------------------------------------------------- ________________ મોતીની માયા Page #15 -------------------------------------------------------------------------- ________________ Page #16 -------------------------------------------------------------------------- ________________ માતીની માયા અખાત-નકનારે વસેલી આ જાતિ ઝાડ-પાનનાં ઝૂંપડાંમાં રહીને કુદરતની શીળી ગેદમાં પેાતાનું સાદું શાંત જીવન ગાળતી હતી. કિનેાના ઝૂંપડામાં તેની પત્ની જુઆનાએ વહેલી 'ઊડી, ઘરસ'સારનું ગૃહ્યસ્તેાત્ર ગાતાં ગાતાં, બે પથરાઓ વચ્ચે રોટલા માટે દાણા લસેાટવાનું શરૂ કર્યું. નાનેા છેકરા કાચેટીટા ઝૂંપડા વચ્ચે દોરડાથી લટકાવેલા શીંકામાં સૂતા હતા, તથા હાથપગ ઉછાળી માતાને સામત પહોંચાડતા હતા. કિનેાની જાતિના લેાકેા પહેલેથી સ્તંત્ર-કાશ હતા. જે કાંઈ જુએ-વિચારે અનુભવે તેનું સ્તેાત્ર તેમની વાણીમાંથી યુ" જ હોય. અનાજ લસેાટતી વખતે ગૃહિણીએ ગાવાનું ગૃહ્ય-સ્તત્ર શું, કે માંદગી વખતે આરોગ્ય માટેનું ધન્વંતરિ-સ્તેાત્ર શું, અથવા આત ફે તાફાન વખતે તે સામે ઝૂઝવા માટેનું વીરતેંત્ર શું, કે આનંદ અને સંતેાષ વ્યક્ત કરવાનું શાંતિ-સ્તાત્ર શું! જીવનનું કાવ્ય પ્રગટ કરતા વિવિધ અનુભવ 3 Page #17 -------------------------------------------------------------------------- ________________ કુરે તેનાં સ્તોત્ર લેકગત થતાં. જાણે ભરતખંડના વેદકાલીન આર્યો ! ગોરાએ આ ભૂમિમાં આવ્યા પછી બધું બદલાઈ ગયું. હવે પાપ અને તેમાંથી બચાવનાર ઈસુની વાતે સંભળાવનારા દલીલોર પાદરીઓ, તેમનાં દેવળે, તેમના ધર્મોપદેશે, તેમના વેપારીઓ, તેમના ધનિકે. તેમના દાક્તરે – એમ બધા વર્ગોએ ઊતરી આવી, આ લોકોની શાંત જીવનવ્યવસ્થામાં ને વિક્ષેપ મચાવી મૂક્યો હતો. ગોરાઓએ આલીશાન મહેલ બાંધ્યા અને નગરે રચ્યાં. કિની જાતિના કેટલાક લેકે તેમના દાસ –નોકર તરીકે રહેતા, અને પિતાને સુધરેલા – સુખી થયેલા માનતા. અખાતના આ ખૂણા ઉપર મતીને માટે વેપાર જા હતો. કિની જાતિના મરજીવાઓ આપે દિવસ ડૂબકી લગાવી છિપેલીઓ વણી લાવતા. અને એમાંથી મળતાં મેતીના વેપાર વડે યુરોપનાં બજારો અને યુરોપના રાજાઓની અઢળક દોલત ઊભી થતી હતી. કિને હવે ઝટપટ ઊડ્યો અને ઓછાડ લપેટી બહાર જઈ ઊભો રહ્યો. સુંદર શળે પ્રાતઃકાળ ચોતરફ જામી રહ્યો હતો. કુદરતના આવા હૃદયંગમ ચમત્કાર Page #18 -------------------------------------------------------------------------- ________________ સાથે એકરૂપ થવું એ કેવી પ્રાણદાયી વસ્તુ છે, તે હજુ કિને ભૂલ્યા નહોતે. ઉન્માદક પીણુના ચાબખા મારી મારીને કરેલા મેડી રાતના ઉજાગરા આ લકેના પ્રાતઃકાળને ઘેનમાં ડુબાવી દેતા ન હતા કે સવારથી જ શરૂ થતું તૃષ્ણ-પ્રવૃત્તિ-ચક આ લોકોને પોતાના ઘુમરાવામાં અટવાવી દેતું ન હતું. રોટલા ઘડી રહ્યા બાદ જુઆનાએ કોટીને તેના પારણાના શકામાંથી લઈને સાફ કર્યો તથા પાછ દેરડાના શીંકામાં મૂકી દીધો. કિને હવે ઝૂંપડામાં આવી ચૂલા પાસે બેસી ગરમ ગરમ ટલે ચટણી સાથે ખાવા લાગ્યો. કિનાએ ટીમ પૂરું કર્યું એટલે જુઆના ચૂલા પાસે આવીને ખાવા લાગી. - સૂર્યનાં કિરણ ઝૂંપડામાં પેસીને કોટેટોના શિકા ઉપર સંતાકૂકડી રમવા લાગ્યાં. અચાનક કિને જડસડ થઈ ગયે. તેની નજર શીંકાના દોરડા ઉપરથી ઊતરતા વીંછી ઉપર ચોંટી ગઈ. જુઆનાની નજર પણ પાછળ પછી ત્યાં પહોંચી. | કિનાં નસકોરાં સુસવાટા મારવા લાગ્યાં. તેના Page #19 -------------------------------------------------------------------------- ________________ અંતરમાં દુશ્મનનું – અનિષ્ટનું સ્તત્ર ગુંજી ઊઠયું. વીંછી ધીમે ધીમે દોરડા ઉપરથી ઊતરી રહ્યો હતા. જુઆના રાગ સામે – અનિષ્ટ સામે ખચવાનુ તેાત્ર ભણવા લાગી. કિા ધીમેથી હાથ આગળ કરીને ઊઠવ્યો. વીંછીને ખબર પડી ગઈ. તેણે હવે પેાતાના કારમા આંકડા ઊંચા કરી ઉછાળવા માંડયો. તે જ વખતે કાયેાટીટાએ બાળબુદ્ધિથી વીંછીને પકડવા હાથ ઊંચા કર્યાં. શીંકુ હાલ્યું અને ત્યાં તે વીંછી દોરડા ઉપરથી ગબડી પડયો. કિના વીજળીની ઝડપે તેને શીંકામાં પકડવા લપકડ્યો. પરંતુ વીંછી કાચેટીટાના ખભા ઉપર પડયો અને લાગલે જ ત્યાં ડખ્યા. કિનાએ વીંછીને પકડી મચડીને તેના છૂંદો કરી નાખ્યા તથા જમીન ઉપર પટકીને પગથી તેને રાળી નાખ્યા. જુઆનાએ દોડીને ચીસ પાડતાં કાયાટીટાને પેાતાના હાથમાં લીધેા, અને 'ખની જગા ઉપરથી, ગાંડાની પેઠે, તેણે ઝેર ચૂસી ચૂસીને જમીન ઉપર ચૂકવા માંડયું. ચીસા સાંભળીને આસપાસના જાતભાઈ આ ભેગા થઈ ગયા. કિનાના ભાઈ જુઆન ટૉમસ અને તેની જાડી વહુ એપેલેાનિયા અને તેનાં ચાર ખાળક Page #20 -------------------------------------------------------------------------- ________________ દરવાજે રેકીને ઊભાં, ત્યારે બીજા સૌ તેમની પાછળ ભાં રહી ડેકિયાં કરવા લાગ્યાં. “વીંછી છોકરાને કરડ્યો છે, એટલે ગણગણાટ છેલા માણસ સુધી પહોંચી ગયો. બધા જાણતા હતા કે, એ જાતને ઝેરી વીંછી કરડે તે માટે માણસ ખૂબ પીડાય, પણ બાળક તે. મરી જ જાય. પહેલાં સોજો ચડવા માંડે અને પછી તાવ ત્યાર બાદ ગળું રૂંધાય અને છેવટે પિટમાં. આંકડી આવીને મેત. જુઆનાએ ચૂસી ચૂસીને ડંખની જગા સફેદ કરી, નાખી હતી. છતાં લાલ લાલ સાજે તરફ ઊપસવા લાગ્યા હતા. પણ ડંખની પીડા કંઈક ઓછી થતાં કેટીની ચીસ ઓછી થવા લાગી હતી અને તે ડૂસકાં ભરતી થયે હતે. કિને પિતાની પત્નીની ઠંડી –ખંડી તાકાતથી માહિતગાર હતો. જુઆના સ્વભાવે આજ્ઞાપાલક અને નમ્ર હતી, તથા હંમેશાં હસતી રહેતી. સુવાવડ વખતે વળની પીડાથી બેવડા વળી જાય છતાં મેં એથી ઊંહકારે પણ કાઢતી ન હતી. ભૂખ અને થાકની પીડા તે જાણે તેને સ્પર્શી શકતી જ ન હતી; અને મચ્છ ચલાવતી વખતે તો તે પૂરા પુરુષનું કામ આપતી Page #21 -------------------------------------------------------------------------- ________________ પરંતુ અત્યારે તેણે અચંબામાં નાખી દે તેવું કામ કયું – દાક્તરને બેલાવ!” તેણે બૂમ પાડી. અને આખા ટેળામાં છેડા સુધી ગણગણાટ પહોંચી ગયા કે, “જુઆના દાક્તરને બેલાવવા કહે છે !” | દાક્તરને બોલાવવા ઈચ્છવું એ, આ લેકમાં નવાઈની વાત હતી. કારણ કે, ગોરે દાક્તર પથ્થરચૂનાના મહેલમાંથી આવતાં તેડાંને પણ પહોંચી વળી શકતે નહતું, ત્યાં વળી આવાં ઘાસપાનનાં ઝૂંપડાંમાં કેમ કરીને આવે આંગણામાં ઊભેલાઓએ કહ્યું: “દાક્તર અહીં નહીં આવે.” બારણામાં ઊભેલાએ પણ તે વાત ઝીલી લઈને કહ્યું, “દાક્તર અહીં નહીં આવે.” કિનેએ જુઆનાને કહ્યું, “દાક્તર અહીં નહીં આવે.” જુઆનાએ માં ઊંચું કરી કિને તરફ સિંહણ જેવી નજર કરીને કહ્યું, “તો આપણે તેને ત્યાં ચાલે.” જુઆનાએ એક હાથે પિતાને ઓછાડ માથા ઉપર નાખ્યું અને બીજા છેડાનું ખોયું બનાવી તેમાં રડતા બાળકને લીધું. બારણામાં ઊભેલાં લેકે વચ્ચેથી ખસી તેને જવાને માંગ કરવા લાગ્યાં. કિને તેની પાછળ ચાલ્યું. તેના જાતભાઈઓનું ટેળું પણ સાથે થયું; કારણ કે, આ તે આખી બિરાદરીને પ્રસંગ હતો. Page #22 -------------------------------------------------------------------------- ________________ થોડી વારમાં પથ્થર-ચૂનાનાં મકાનોવાળે શહેરને ભાગ શરૂ થયે. મકાનની બહારનાં કંપાઉંડની કઠેર ભી તેની અંદરના બગીચાઓના શીળા ભીના પવનના ઝપાટાની સાથે પાંજરામાં પૂરેલાં પંખીઓના કલરવનો અવાજ સંભળાઈ રહ્યો હતો. સરઘસ દેવળ પાસે થઈને પસાર થયું ત્યારે તેની સંખ્યા વધીને ખાસી મટી થઈ ગઈ હતી. સામા મળતા દરેકને ધીમા સ્વરે કહી દેવામાં આવતું કે, બાળકને વીંછી કરડો છે; તેનાં માબાપ તેને દાક્તર પાસે લઈ જાય છે. દેવળ પાસેથી જોડાયેલા ભિખારીઓએ જુઆનાનું જૂનું ઝાંખું પડી ગયેલું વસ્ત્ર જોયું તથા તેની ઉપરના એાછાડનાં બાકોરાં ગણ્યાં. તેઓએ કિનના ધાબળા ની ઉંમર પણ ગણી કાઢી તથા માથું ધુણાવીને છે. જણાવી દીધું કે, આવાં ગરીબડાં દાક્તરને ત્યાં જાય તેથી શું વળે? છતાં તેઓ પણ દાક્તર શું કહે છે તે જોવા-સાંભળવાની ઇંતેજારીથી જ આ સરઘસમાં જોડાયા. એ ચાર ભિખારીએ શહેરના દરેક માણસની ગતિરીતિ જાણતા હતા. દાક્તરને તે તેઓ ખરેખર Page #23 -------------------------------------------------------------------------- ________________ ઓળખતા. તેની અણઆવડત, તેની ક્રૂરતા, તેને લેાભ, તેની વાસનાએ, તેનાં પાપે, તેણે કઢંગી રીતે કરાવેલા ગર્ભપાતા, અને દાન તરીકે તેની પાસેથી કાક વાર મળતા હલકા કે ખાટા સિક્કાઓ – બધાથી તે પૂરેપૂરા જાણકાર હતા. તેની પાસેથી જ કેટલાં મડદાં દેવળના કબ્રસ્તાનમાં ઘટાવા આવતાં, તે પણ તેઓ સારી રીતે જાણતા. દાક્તરના ઘરના મેાટા દરવાજા આગળ સરઘસ થેલ્યું. કિને એક ક્ષણભર એ દરવાજા આગળ આનાકાની કરતા થાયેા. દાક્તર ગેારાઓની જાતના હતા; અર્થાત્ જે જાતિના માણસાએ ચારસે વરસ થયાં કિનાની જાતિના માણસોની કતલ કરી હતી, તેમને ભૂખે માર્યા હતા, લૂટા હતા, તથા ડર અને ત્રાસથી દુખાવી દીધા હતા, કિનેાની જાતના લેાકેા તરફ ગેારા પણ ધિક્કારની હીણી નજરે જોતા – તેમને માણસ નહીં પણ જાનવર જ ગણતા. કિનાએ દરવાજાનું કડુ' ખખડાવ્યું. તે વખતે તેના મનમાં શત્રુનુ સ્તાત્ર પડઘમની પેઠે અચાનક ગાજવા લાગ્યું. કડું' ખખડાવી કિનાએ પેાતાના ટાપેા માથેથી ઉતારી હાથમાં લીધા. કાચેટીટા ઘેાડ' રડયો અને ૧. Page #24 -------------------------------------------------------------------------- ________________ જુઆનાએ તેને ધીમેથી હલાવ્યું. સરઘસના લેકે. જરા વધુ દેખાય-સંભળાય તે માટે નજીક આવ્યા. ડી વારમાં દરવાજો સહેજ પિલે થયો. દરવાજામાંથી બહાર નજર કરનાર નોકર કિનાની જાતને. જ હતો. કિનાએ તેને પોતાની ભાષામાં વાત કરીઃ એકને એક છોકરે – તેને વીંછી કરડ્યો છે.' કરે કિનોની ભાષામાં જવાબ ન આપ્યું. તેણે દરવાજો બંધ કરતાં એટલું જ જણાવ્યું કે, “થેભ, હું દાક્તરને ખબર કરું.” દાક્તર પિતાના ઓરડામાં પલંગ ઉપર બેઠે. હતે. પેરિસથી આવેલ ગુલાબી રંગના રેશમન જામો તેણે પહેર્યો હતે. પત્નીના મૃત્યુ પછી દાક્તર હવે ફ્રાંસનું પિતાનું જીવન જ યાદ કર્યા કરતો હતો. વાત. વાતમાં તે એમ કહે કે, ત્યાંનું જીવન જ “સુધરેલું જીવન છે.” અર્થાત, થેડી આવકમાં, સામાન્ય મકાનમાં એક રખાત સાથે રહેવું અને રેસ્ટોરાંમાં ખાવું-પીવું! શું છે?” દાક્તરે નોકરને પૂછ્યું. “ઈડિયન બાળકને વીંછી કરડયો છે.” *.. Page #25 -------------------------------------------------------------------------- ________________ “મારે ઇંડિયન ચેલકોને જીવડાં કરડી જાય તેને ઉપચાર કરવા કરતાં બીજે કાંઈ ધંધે છે કે નહિ? હું ઠેર-દાક્તર નથી.” હા, માલિક,” નેકરે જવાબ આપે. “તેની પાસે કંઈ પૈસા સા છે ? એ લોકો પાસે પસા સે હોતા નથી. આખી દુનિયામાં એકલે હું જ મફત કામ કર્યા કરું ? હું તે ત્રાસી ગયે. જે, તેની પાસે કંઈ પિસા-બસા હેય તે !” નેકરે દરવાજો ઉઘાડી સ્વભાષામાં કિનને પૂછ્યું, તું કંઈ પિસા-બેસા લાવ્યું છે ?” કિનએ પિતાના ઓછાડની નીચેની કઈ છાની જગાએ ખેળાભંળા કરીને કાગળની અનેક ગડીઓ કરેલું એક પડીકું કાઢયું. તેમાં આઠ નાનાં, કાચાં, ચપટાં, બેડેળ મેતી હતી. નોકરે એ પડીકું હાથમાં લીધું અને ફરી દરવાજો બંધ કર્યો. ઘેડી વારમાં પાછા આવી તેણે એ પડીકું બહાર ફેંક્યું અને એટલું જણાવ્યું, “દાક્તરને કઈ ગંભીર કેસ તપાસવાનો આવ્યું હોવાથી બહાર ચાલ્યા ગયા છે.” આખા સરઘસ ઉપર એક કાળી છાયા ફરી વળી. ભિખારીઓ દેવળનાં પગથિયાંએ પાછા ફર્યા, અને Page #26 -------------------------------------------------------------------------- ________________ પડેશીઓ કિનોની શરમિંદગી નજરે ન પડે તે માટે સમજીને વીખરાઈ ગયા. કિને બહુ વાર સુધી દરવાજા આગળ ઊભે. રહ્યો. પછી તેણે નમ્રતા દેખાડવા હાથમાં લીધેલ. ટેપ માથા ઉપર પાછો મૂક્ય, અને કશી ચેતવણું વિના જ દરવાજા ઉપર જોરથી મુક્કી મારી. તેની આંગળીઓના સાંધા પાછળની ચામડી ચિરાઈ જતાં લેહીની ટસરે વહેવા લાગી. ' વિશાળ અખાતને કિનારે આ લોકોની પુરાણ હેડીઓ પડી હતી. પેઢી દર પેઢી એ હેડીઓ વારસામાં ઊતરી આવતી. દર વર્ષે તેની બહાર પાણીથી ન પલળે તેવું પ્લાસ્ટર આ લેકે કરતા. એની ગુપ્ત રીત પણ પેઢી દર પેઢી જ ચાલી આવેલી હતી. કિનો અને જુઆના ધીમે ધીમે કિનારા ઉપર (ાતાની હેડી તરફ આવ્યાં. - હાંડીના સૂતક ઉપર કિનોએ ઓછાડ પાથર્યો. બિન ઉપર કેટટોને સુવાડીને, જુઆના પાણીમાં જિલડી શેવાળ જેવી દરિયાઈ વનસ્પતિ લઈ આવી. તેની થપેલી કરીને તેણે તેને કેટીટેના ખભા ઉપર Page #27 -------------------------------------------------------------------------- ________________ -ડંખની જગાએ દબાવીને મૂકી. દાક્તર જે કાંઈ ઈલાજ કરત તેના કરતાં આ ઇલાજ ખરેખર વધુ સારે, સસ્ત અને અસરકારક હતું. પરંતુ એ ઈલાજ મફત કરી શકાતું હતું અને સાદે-સીધું હતું, તેથી દાક્તર જેવાને મન તે તદ્દન “જંગલી” હતે. કેટીને વીંછી કરડયા પછી પેટમાં આંકડાઓ આવવા લાગી ન હતી. કદાચ જુઆનાએ ઘણુંખરું ઝેર વેળાસર ચૂસી કાઢ્યું હતું. પરંતુ પોતાના એકના એક લાડકા દીકરા માટેની ચિંતા તેણે ચૂસીને ફેંકી દીધી ન હતી. તેથી તે હજુ ધન્વતરિ-સ્તોત્ર ગણગણ્યા કરતી હતી; તથા દાક્તરને ઈલાજ કરી શકાય તે માટે, કઈ સારું મેતી હાથમાં આવે તે આશાએ, પતિને લઈને ખાડી ઉપર આવી હતી. મોતી શોધનારા બીજા મરજીવાઓ કયારના કામે લાગી ગયા હતા. એ ખાડીમાં એક જગ્યાએ મેતીની છિપાલીઓ ઊંડેથી મળતી હતી. અને એ મોતીની આવક ઉપર પેનને રાજા યુરેપની એક મહાસત્તા બની ગયું હતું. એ છિલીઓમાં રહેનારું જળચર Page #28 -------------------------------------------------------------------------- ________________ પ્રાણી ફરતું હોય તે વખતે અકસ્માતથી રેતીનો એક કણ તેના નરમ સ્નાયુઓની કરચલીઓમાં ભરાઈ જાય. તરત તેનું શરીર એ કણને સ્નાયુમાં ઊંડે ખૂંચતે અટકાવવા, તેની આસપાસ એક પ્રકારનું સુંવાળું સિમેંટ જેવું પડ ચેપડવા માંડે. એક વખત આ પ્રક્રિયા શરૂ થઈ કે તે થંભે જ નહિ. સિકાંઓથી માણસે ડૂબકી લગાવી લગાવીને એ પ્રાણીઓને તેમની છિલીઓના ઢાંકણુ સમેત તળિયાના ખડકે ઉપરથી તોડી લાવતા, અને તેમને ચીરી તેમના શરીરમાં ક્યાંય મોતી બંધાય છે કે નહિ તે જોતાં. કિનેએ સાથે આણેલાં બે દેરડાંમાંથી એકનો છેડે પગ ભેરવી શકાય તે ગાળિયે કાઢીને વજનિયા પથ્થરને બાંધ્યું અને બીજા દેરડાને છેડે છાબડી બાંધી. પછી પિતાનાં કપડાં હેડીમાં મૂકી, તેણે પથ્થર અને છાબડી સાથે ગાતું લગાવ્યું. કિની જાતિના લેકોએ “વિશ્વ-પ્રકાશ' નામે એક અનોખા મોતીના ગુણગાન વિશે પણ એક સ્તોત્ર રચ્યું હતું. કિનના રૂંધાયેલા અંતરમાં (તથા સપાટી ઉપર મછવામાં બેઠેલી જુઆનાના અંતરમાં પણ) એ સ્તોત્ર અત્યારે ગુંજતું હતું. . Page #29 -------------------------------------------------------------------------- ________________ - - LA SER L El Page #30 -------------------------------------------------------------------------- ________________ ૭ કિના જુવાન અને તાકાતવાળા હોવાથી પાણીમાં બે મિનિટ કરતાં વધુ વખત રહી શકતા. તે માટી મોટી છિપેલીઓ, પાણી ડખેાળાય નહીં તેમ સંભાળપૂર્વક, ખાળી ખેાળીને વીણ્યે જતા હતા અને છાબડી ભરતા હતા. અચાનક તળિયાના ખડકની આડમાં ભરાઈ રહેલી તથા જરા ખુલ્લા મેાંવાળી એક છિપેાલી કિનેાની નજરે પડી. તેની અંદરથી એક પ્રકારની ચમક આવતી સ્પષ્ટ દેખાતી હતી. કિના એ ચમક જોઈ ને આનંદથી – આશાથી કરૂંપી ઊઠચો. તેણે પેાતાના હાથના કાતાથી એ છીપલીને ખડક ઉપરથી તેાડી કાઢી. છીપલીનુ' માં અંદરના જળચર પ્રાણીએ તરત સજ્જડ ભીડી દીધું. પણ કિના જાણી ગયા હતા કે, એની અંદર કદાચ ‘દુનિયાની અજાયબી કહી શકાય તેવું ‘વિશ્વ-પ્રકાશ ’મેાતી છે-સ્તાત્રમાં જેનું ગાન તેના લાકા પેઢીવર કરતા આવ્યા હતા. " તેણે પથ્થરના ગાળિયામાંથી પેાતાના પગ હવે ખેચી લીધા. તરત તેનુ શરીર પાણીમાંથી ઉપર જવા લાગ્યું. એ છિપેલી તેણે પાતાની છાતી- સાથે જ જુદી દબાવી રાખી હતી. Page #31 -------------------------------------------------------------------------- ________________ જુઆનાએ હોડી સ્થિર કરી અને તરત કિને તેમાં કૂદી પડયો. પેલી છિલી નાવમાં સાચવીને મૂક્યા પછી પ્રથમ તેણે પેલી છાબડી તથા પથ્થરને પાણીમાંથી ખેંચી લીધાં. જુઆના સમજી ગઈ કે, કંઈક ભારે આનંદની વસ્તુ બની છે; પરંતુ પોતાના અતિ આનંદથી ભાવિ પાછું રિસાઈ ન જાય તે માટે તે આડું જોઈ ગઈ. કિનેએ પ્રથમ બીજી છિલીએ પિતાની છરીથી ઉઘાડવા માંડી અને મોતી ન હોવાથી જોઈ જોઈને પાછી પાણીમાં ફેંકવા માંડી. છેવટે પેલી છિલી જાણે તેણે પહેલી જ વાર જોઈ હોય તે રીતે હાથમાં લીધી. એ છિપલી ઉઘાડવાની મહેનત કરવી પણ નકામી હેય એવો દેખાવ તે કરવા માંડયો. જુઆના તેના તરફ તાકી રહી હતી. તેણે હવે ધીમેથી કેટટેના કપાળ ઉપર હાથ મૂકી કિનાને કહ્યું “ ઉઘાડે.” કિનોએ કુશળતાથી બે પડની વચમાં છરીની તીણી ધાર ખેચી દીધી. પછી એક બાજુ ભાર દઈને એક પડ ઉપાડ્યું. અંદરને સ્નાયુ અમળા, તરફડ્યો અને પછી પ્રાણુરહિત થઈ ગયે. કિનએ તે સ્નાયુ ચ કર્યો તે તેની આડમાં પેલું મતી દેખાયું–ચંદ્ર Page #32 -------------------------------------------------------------------------- ________________ જેવું સ્વચ્છ સંપૂર્ણ ! દરિયાઈ ગલ પંખીના ઈંડા જેટલું તેનું કદ હતું. જુઆનાને શ્વાસ થંભી ગયે. કિનોએ મોતી પિતાની ખુલ્લી હથેળીમાં મૂક્યું. તેની આંખો આનંદથી અને ખુમારીથી ચમકી ઊઠી. તેના અંતરમાં “વિશ્વપ્રકાશ” મોતીનું સ્તોત્ર ફરીથી ગુંજી ઊઠ્યું. જુઆનાએ સ્વાભાવિક રીતે જ કેટી પાસે જઈ ડંખ ઉપરથી પેલી થપેલી ઉપાડી. તરત તે બેલી ઊઠી, “જુઓ, જુઓ !” ડંખને સેજે ઓછો થવા આવ્યું હતું. ઝેરની અસર શરીરમાંથી દૂર થવા લાગી હતી. કિનોએ મિતીવાળા હાથની મૂડી વાળી દીધી. તેણે એક મોટી બૂમ પાડી અને પછી તે જડસડ બની ગયે. પાસેની હેડીઓવાળાઓએ તેની બૂમ સાંભળી અને તેઓ ચોંકી ઊઠયા. તેઓ તરત હલેસાં મારતા કિની હેડી તરફ ધસી આવ્યા. શું બન્યું છે તે એ બધા તરત જ પામી ગયા. કિનો અને તેની પત્ની જુઆના તેમને ઝુંપડે પાછાં ફર્યા, ત્યાર પહેલાં તે શહેરની શેરી વસ્તીમાં Page #33 -------------------------------------------------------------------------- ________________ પણ સમાચાર પહોંચી ગયા હતા કે, કિનને વિશ્વ-પ્રકાશ” મેતી જડ્યું છે. બગીચામાં ટહેલતા પાદરીને એ સમાચાર મળતાં જ દેવળની કેટલીક આવશ્યક મરામતની યાદી તેના મનમાં ગોઠવાવા લાગી. દુકાનદારને તે સમાચાર મળતાં જ તેઓ પોતાની દુકાનને ન વેચાતે કેટલેક માલ હવે સારા નફાથી વેચાઈ ગયેલે માનવા લાગ્યા. દાક્તરને એ સમાચાર મળતાં જ તે મનમાં ઘાટ ગોઠવવા લાગ્યો કે, પિતે કિનાના છોકરાને ઉપચાર કરવાની ના પાડી તે ભૂલ શી રીતે હવે સુધારી લેવી. દેવળ આગળના ભિખારીઓ પાસે આ સમાચાર પહોંચતાં તેઓને આનંદનાં ગલગલિયાં થવા લાગ્યાં, કારણ અચાનક નસીબદાર બની ગયેલા ગરીબ માણસ જે દાનેશરી બીજે કોઈ હેતો નથી. , માછીઓ પાસે ખેતી ખરીદનારા ઝવેરીએ તેમની નાની દુકાનોમાં બેઠા બેઠા કલ્પનાના ઘેડા દોડાવવા લાગ્યા. તે બધા ખરી રીતે એક જ ઝવેરીના પગારદારો હતા; પણ જુદા જુદા સ્વતંત્ર વેપારી Page #34 -------------------------------------------------------------------------- ________________ હોવાનો દેખાવ કરતા હતા. કેાઈ માછી મેાતી વેચવા આવે કે તરત ઓછામાં ઓછા ભાવે તેને કેમ પડાવી લેવું, એની ખાજી તેએ પહેલાં સંતલસ કરી ગેાઠવી લેતા. - ટૂંકમાં, બધી જાતના લેાકેા કિનાના માતીમાં રસ લેતા થઈ ગયા – જેએને કંઈ વેચવાનું હતુ. તે અધા, તેમ જ જેમને તેની પાસેથી કઈ લેવાની ઈચ્છા હતી તે. દરેક જણના એ મેાતી સાથે જાણે કઈક સંબધ હતા. દરેક જણના સ્વપ્નમાં, યાજનામાં, ભાવીમાં, ઇચ્છામાં, જરૂરિયાતમાં, વાસનામાં, ભૂખમાં જાણે તે મેાતી કેાઈ ને કઈ રીતે જડાયેલુ હતું. કિના જ જાણે એ સિદ્ધિની આડે આર્ચિતા આવી ઊભા હતા ૯ દિવસ ઢળતાં કનેા જીઆના સાથે પેાતાના ઝૂંપડામાં બેઠા હતા ત્યારે થાડી વારમાં તેનું ઘર તેના જાતભાઈઓથી ઊભરાઈ ગયું. કિનાએ પેાતાની હથેલીમાં એ મેાટુ' મેાતી બધા જુએ તેમ ખુલ્લુ' કર્યુ.. કોઈ માણસના ભાગ્યમાં આવા અભ્યુદય તે શી રીતે સંભવી શકતા હશે, એની સૌને નવાઈ લાગવા માંડી. Page #35 -------------------------------------------------------------------------- ________________ મોટા ભાઈને નાતે નજીક બેઠેલા જુઆન ટેમસે કિનને પૂછ્યું, “તને વિશ્વ-પ્રકાશ મતી મળ્યું હવે તું શું કરવા માગે છે?” કિનેએ મતી સામું જોયું. મોતીના પ્રકાશમાં કિનને પિતાના અંતરની તૃષ્ણના ઓળા સાક્ષાત્ થતા દેખાયા – એ બધી તૃષ્ણાઓ કે જેમને અસંભવિત ગણીને તેણે ભૂતકાળમાં મનમાંથી ધકેલી કાઢી હતી. સૌ પ્રથમ તે એ મોતીની આભામાં તેણે દેવળની વેદી આગળ પિતાને જુઆના અને કેટી સાથે ઘૂંટણિયે પડતો અને લગ્નવિધિ ઊજવતે જે. માત્ર ખર્ચના પિસા ન હોવાથી જ જુઆના સાથે હજુ સુધી તે લગ્નવિધિ કરાવી શક્યો ન હતે. તે બેલી ઊઠયો, અમે દેવળમાં જઈને લગ્નવિધિથી પરણીશું.” વળી, મોતીના પ્રકાશમાં જ તેણે પિતાને, જુઆનાને તથા કટીટેને નવાં તથા નવી જાતનાં કપડાં પહેરેલાં જોયાં. લાંબા ઝભા નીચેથી કિનની નજરે જુઆનાના પગમાં મોજડીઓ પહેરેલી પણ દેખાતી હતી! અને કોટીટો? તેને તે તેણે અમેરિકાના નૌકાદળના ખલાસીઓને ભૂરો ગણવેશ પહેરેલો જ જોય! કિનો બોલી ઊઠ્યો, “અમે નવાં કપડાં પહેરીશું.” Page #36 -------------------------------------------------------------------------- ________________ પછી કિનને મોતીના ભૂખરા પ્રકાશમાં પિતાને જોઈતી નાની નાની ચીજે એક પછી એક દેખાવા લાગી. મોટી વહેલ માછલીના શિકાર માટે જોઈતો. આંકડીદાર ‘હાન ભાલે, જેની પાછળ ગોળ કડું હોય; અને – હાસ્તો, શા માટે નહિ? – એક રાઈફલ! તે બોલ્યા, “અને એક રાઇફલ પાસે બેઠેલા જાતભાઈઓમાંથી ગણગણાટ છેડે સુધી પહોંચી ગયે, કિને રાઈફલ વસાવશે.” જુઆના પણ હવે આ બધી શક્યતાઓથી ચેતનવંતી બની ગઈ અને પોતાના પતિની હિંમત અને કલ્પનાશક્તિ માટે ગૌરવ અનુભવવા લાગી. કિનની દષ્ટિમર્યાદાને હવે અંત જ રહ્યો ન હતો. કારણ કે વિશ્વપ્રકાશ મોતી તેના હાથમાં આવ્યું હતું. તેણે મોતીના પ્રકાશમાં કટીટોને જાકીટ પહેરી, ઉપર કલર-ટાઈ સાથે નિશાળમાં મેજ આગળ બેસી, મેટા કાગળ ઉપર લખતો જોયો. અને તુરત તે જાતભાઈઓ સામે ઝનૂનભરી આંખેથી જોઈને બોલ્યો, “મારો દીકરો નિશાળે જશે.” જાતભાઈઓમાં, આ છેલ્લી વાત સાંભળી, એકદમ ચુપકીદી ફેલાઈ ગઈ અને જુઆનાએ એ મહાન ભાવિની શક્યતાની કલ્પના આવતાં જ હેતથી કેયટીટોને પિતાની છાતી સાથે ચાંગે. Page #37 -------------------------------------------------------------------------- ________________ કિનને જાણે દિવ્ય દષ્ટિ જ પ્રાપ્ત થઈ હતી. તે બેલ્યો, “મારે દીકરો ચાપડીઓ ઉઘાડશે અને વાંચશે, તથા મારે દીકરે લખતાં શીખશે અને લખશે. મારો દીકરે લેખાં ગણશે, અને એની આવડતથી આપણે બધા પાવરધા થઈશું; કારણ કે તે ભણશે અને તેની મારફતે આપણે પણ બધું જાણીશું.” કિનો આટલું બધું એકીસાથે કઈ દિવસ બે ન હતું, અને હવે તેને વધુ બેલતાં ડર લાગવા માંડવ્યો. તેણે મોતી પાછું મૂઠીમાં વાળી દીધું. જાતભાઈઓમાં પણ એક જાતને ઉશકેરાટ વ્યાપી ગયો. તેઓને ખાતરી હતી કે, તેમને સૌને માટે કિનના મોતીની પ્રાપ્તિની સાથે ન યુગ બેસવાનો હતું, અને તેમાં આ ઘડી અને આ વાતે વર્ષો સુધી વાતચીતને મુખ્ય વિષય બની રહેશે. ઝુંપડામાં અંધારું ઘેરાવા લાગતાં જુઆનાએ ચૂલા પાસે જઈ એક તણખે ખેતરી કાઢો અને ઉપર શેડાં રાડાં નાખી ભડકે કર્યો. એને પ્રકાશ ૨૪; Page #38 -------------------------------------------------------------------------- ________________ સૌના મોં ઉપર નાચવા લાગ્યા. સૌને વાળની વેળા થઈ ગઈ હતી, પણ કોઈ હજુ ત્યાંથી ખસવા માગતું ન હતું. એવામાં અચાનક એક ગણગણાટ એક મંએથી બીજે મોઢે ફરી વળ્યું કે, “પાદરીબાવા આવે છે.” પુરુષે માથાં ખુલ્લા કરી બારણા આગળથી છેડા બાજુએ ખસ્યા અને સ્ત્રીઓએ માથા ઉપરને ઓછાડ નીચે ખેંચી આંખે જમીન તરફ ઢાળી દીધી. પાદરીબાવા આ બધાં લેકોને પિતાનાં “ભૂલકાં કહીને સંબોધતા. તેમણે આવીને કિનને ધીમે અવાજે કહ્યું, “તારું નામ દેવળના એક મહાન આચાર્ય ઉપરથી પડ્યું છે. તે આચાર્ય રણને અંકુશમાં આપ્યું હતું અને તારી જાતિના લેકનાં મન શ્રદ્ધા રસથી મીઠાં બનાવ્યાં હતાં. તું એ જાણે છે? ગ્રંથમાં એ લખ્યું છે.” કિનોએ ઝટપટ કટીટોના માં સામે જોયું. એક દિવસ એ છોકરો પણ ગ્રંથમાં લખેલી અને ન લખેલી વાત જાણતે થશે. પાદરીબાવાએ હવે જણાવ્યું, “અમને ખબર મળી છે કે, તને એક મહા લાભ થયો છે, એક મેટું મેતી જવું છે.” Page #39 -------------------------------------------------------------------------- ________________ કિનોએ હથેળીમાં એ મેતી ખુલ્લું કરી બતાવ્યુંતેની સાથે જ પેલા પાદરીના મનમાં એક મેટો. આંચકે આવ્યા. ખરેખર એ મોતી દુર્લભ હતું – અમૂલ્ય હતું. તે એટલું જ બે , “અમને ખાતરી છે કે, તું પરમ પિતાને તારા નમ્ર ધન્યવાદ અર્પણ કરાવશે, જેણે તને આ મહામૂલે ભંડાર બક્ષે છે. તથા તે પરમ કૃપાળુ પિતા તને ભવિષ્યમાં એગ્ય માર્ગે દોરે તે માટે તું પ્રાર્થના કરાવશે.” કિનએ નમ્રતાથી માથું ધુણાવ્યું. જુઆના હવે બોલી, બાવાજી, અમે જરૂર પ્રાર્થના કરાવીશું. વળી અમે હવે દેવળમાં પરણવા પણ આવીશું. કિએ. એમ કહ્યું છે.” અને આટલું કહી બધા પડોશીઓને પુરા એ બાબતમાં મેળવવા તેણે તેમના સામું પ્રશ્નભરી નજરે જોયું. તે બધાઓએ પણ હકારમાં ડોકું હલાવ્યું. - પાદરી બોલ્યા, “ તમારા પ્રથમ વિચાર ભલા. વિચારે છે એ જાણ મને ખુશી થઈ. પરમ પિતા. તમારું કલ્યાણ કરે, મારાં ભૂલકાઓ.” આટલું ર Page #40 -------------------------------------------------------------------------- ________________ કહીને તે ચૂપકીથી પાછા ફર્યા અને લોકોએ તેમને. માર્ગ આપે. હવે બધા જાતભાઈએ પણ વીખરાવા લાગ્યા. તથા જુઆનાએ હાંડી ચૂલા ઉપર ચડાવી. કિન બારણું બહાર નીકળી નજર કરવા લાગ્યો. રજની જેમ જુદા જુદા અનેક ચૂલાઓમાંથી નીકળતો મઘમઘતો. ધુમાડે તેના નાકમાં આવવા લાગ્યા. કિનેએ આકાશમાં ચમકતા તારાઓ તરફ નજર કરી. ધીમે ધીમે તેનું મન દષ્ટિમર્યાદા ભેદીને બહાર -દૂરના પ્રદેશમાં ચાલ્યું ગયું. પણ અચાનક તે ચેકી ઊડ્યો ઃ તે દૂરના પ્રદેશમાં જાણે તે એકલે અસહાય હતો. તેના અંતરમાં કુટુંબના મંગળ સ્તોત્રને બદલે અનિષ્ટનું ઘેરું સ્તોત્ર ગાજી ઊઠયું અને તેણે હાથમાંના મેતી ઉપર ચપસીને મૂઠી વાળી દીધી. હજુ કિને ઝૂંપડા બહાર જ ઊભું હતું તેવામાં તેણે બે માણસેને પોતાની તરફ ફાનસ સાથે આવતા. જોયા. એક તે પિલે ગોરે દાક્તર હતું, અને બીજે સવારે તેના ઘરને દરવાજો ઉઘાડનાર પેલે નેકર.. Page #41 -------------------------------------------------------------------------- ________________ ‘દાક્તરના દરવાજા ઉપર મારેલી મુકકીથી કિના પંજાની જે ચામડી ફાટી હતી, તે અત્યારે અચાનક જોરથી ચગળવા લાગી. દાક્તરે પાસે આવતાં જ કહ્યું, “તું આજે સવારે મારે ત્યાં આવ્યું હતું ત્યારે હું ઘેર ન હતે. પરતુ હવે પહેલી તકે જ હું તારા બાળકને જેવા માટે આવી પહોંચે છું.” એને તે હવે લગભગ મટી જવા આવ્યું છે.” તીખા સ્વરે કિનાએ જવાબ આપે. દાક્તર જરા ઓઠ મરડીને હસે, પણ ધીમેથી બે, “ભાઈલા, વીંછીના ડંખની અસર વિચિત્ર હોય છે. બહારથી સારું થતું લાગે, પણ પછી ઓચિતું ધબાય નમઃ પણ થઈ જાય !” આમ કહી તેણે ધીમેથી પિતાના હાથમાંની બૅગ આગળ લાવીને હલાવી. દાક્તર જાણતા હતા કે, કિનાની જાતના લેકે કોઈ પણ કામધંધાનાં ઓજારો અને હથિયારો પ્રત્યે કેવી શ્રદ્ધાની નજરે જુએ છે. દાક્તરે હવે શિયાળની ચાલાકી ધારણ કરીને કહેવા માંડ્યું, “કઈ વાર બાળકને પગ આખે ને આખે સુકાઈ જાય છે, કે એકાદ આંખ આંધળી થઈ ૨૮. Page #42 -------------------------------------------------------------------------- ________________ જાય છે, કે પીઠ ઉપર ખૂધ નીકળે છે. મને વીંછીના. ઝેરની ખબર ને ! અને એ ઝેર ઉતારવાને સચોટ નુસખે મારી પાસે છે!” કિનને ગુસ્સો અને વેર ઓગળી ગયાં અને હવે તેમની જગા, “છોકરાને કાંઈક થઈ જાય છે, એવા ભયે લીધી. તરત તેણે બાજુએ ખસી દાક્તરને અંદર ઝૂંપડામાં આવવા દીધે. જુઆનાએ ઊભી થઈ બાળકને જોરથી પિતાની છાતી સાથે દબાવી દીધે. દાક્તરે ફાનસ ઊંચું કરાવી બાળકના ખભા ઉપરની ડંખની જગા જોઈ. પછી. તેણે તેનાં પિપચાં ઊંચાં કરીને જોયાં અને પછી ડેકું ધુણાવી ચિંતાગ્રસ્ત મેએ કિનને કહ્યું, “હું ધારતો હિતે તેવું જ થયું છે, ઝેર શરીરમાં ઊંડું ઊતરી ગયું છે. જે, આ પિપરું કેવું ભૂરું થઈ ગયું છે?” એમ કહી દાક્તરે કે ટીટોનું પોપચું આંખ ઉપર ઢાળી બતાવ્યું. કિની બનેલી નજરે તે ભૂરું જ દેખાયું. ! કિનથી હવે ના પાડી શકાઈ નહિ. દાક્તરે તરત સફેદ ભૂકીની એક શીશી કાઢી, અને એક “કૅસૂલની, ટોટીમાં થોડી દવા ભરી. પછી એને બીજી ટોટી વડે બંધ કરી. તે કુશળતાથી પોતાનું કામ કરવા Page #43 -------------------------------------------------------------------------- ________________ લાગ્યું. તેણે બાળકને પિતાની પાસે લઈ, તેના નીચલા હેઠને હળવી ચીમટી ભરી એટલે પેલાએ તરત મેં પહોળું કર્યું. તેની સાથે દાક્તરે પેલી દવાની ટોટી તેના માંમાં ઊંડે સરકાવી દીધી. પછી જમીન ઉપર પડેલા ફૂલડામાંથી થોડું પાણી કોટેટોના મેમાં રેડયું કે તરત દવાની ટોટી પેટમાં 'ઊતરી ગઈ. પછી દાક્તરે ફરી તેનાં પિપચાં જેવાં અને ગંભીર વિચાર કરી લીધું. બાદ, જુઆનાને છેક પાછો સેપીને કિનને કહ્યું, “એકાદ કલાકમાં ઝેર મારી દવા સાથે લડવા લાગશે. મારી દવા ઝેરને હઠાવી દેશે; પરંતુ હું કલાક પછી પાછો આવીશ. સહેજ મોડું થયું હેત તે તારું બાળક તારું ન રહેત. હું વખતસર જ આવી ગયું છું.” આટલું બોલી દાક્તર નોકર સાથે ચાલતા થયા. જુઆનાએ હવે કટીટોને પિતાના ઓછાડમાં લપેટી લીધું અને તેની સામે ભય અને ચિંતાથી તે જોઈ રહી. કિની પાસે આવ્યા અને ઓછાડ ઊંચે કરી કોટીટોનું પિપરું જેવા લાગ્યું. તે વખતે તેને ખબર પડી કે મોતી હજી મૂઠીમાં જ હતું. તે જલદી ભીંત પાસેની પિટી તરફ ગયો અને તેમાંથી Page #44 -------------------------------------------------------------------------- ________________ એક ચીંથરાના ટુકડા લઈ આવ્યો. મોતીને તેમાં સારી પેઠે તેણે વીંટી લીધું અને પછી ઝૂંપડાને એક ખૂણે જમીનને જરા ખેાતરી તેમાં દાટી દીધું. ૧૨ કિનો ગુપચુપ વાળુનું પરવારી લઈને બીડી વાળતા હતા તેવામાં અચાનક જુઆનાએ તીણે અવાજે ત્રાડ નાખી, કિનો! ’ < એ ભયની ચીસ હતી, એટલે કિનો ચૂલામાં એ રાડાં ખાસી જરા અજવાળું કરી પાસે ગયા. કયેટીટોના માં ઉપર સાજો આવી ગયા હતા અને તેના ગળામાં સસણી જેવું શરૂ થયું હતું. તેના મેાંમાંથી જાડી લાળનો રેલા એક બાજુએ નીકળ્યો હતા. પેટના સ્નાયુએ ઊછળવા લાગ્યા હતા અને બાળક અતિશય પીડા ભાગવતું હતું. કિનો ત્યાં ઘૂંટણિયે પડ્યો અને બેન્ચેા, “ તે તા દાક્તર ખરુ કહેતા હતા. ' પરંતુ આ વાય તે તે જુઆનાને જરા આશ્વાસન મળે તે માટે જ માલ્યા હતા. તેના પેાતાના અંતરમાં તે વહેમનો સખત આંચકા આવી ગયા વિના ન રહ્યો કે, દાક્તરે આ સ્થૂળ જાણીજોઈને ઊભું કર્યું' છે. ૧ Page #45 -------------------------------------------------------------------------- ________________ બાળકને ઊલટીઓ થવા માંડી. કિના મનમાં. સંશય ઘેરે બનવા લાગે અને વેર અને શ્રેષનું સંગીત તેના માથામાં ગાજવા લાગ્યું. - બાળકની બીમારીના સમાચાર પડેશીઓનાં ઝૂંપડાંમાં ફેલાતાં વાર ન લાગી. સૌ કિનને ત્યાં ભેગાં. થયાં. મોતી મળવાના આનંદના સમયે આવી શેકની વસ્તુ પણ સાથે આવી, તે જોઈ કઈ કઈ કહેવા. લાગ્યું કે, સદ્ભાગ્ય હંમેશાં બગલમાં થોડું દુઃખ પણ ઘાલતું આવે છે. ડી વાર બાદ દાક્તર તેના નોકર સાથે ઝપાટાબંધ કિનને ઘેર આવી પહોંચે. બાળકને ઊંચું કરીને જોયા બાદ તે સમજણું માણસની પેઠે બોલ્યા, “જુઓ, ઝેરે પિતાનું કામ શરૂ કર્યું છે ને!” એ ઝેર વીંછીનું છે કે દાક્તરની પેલી પેળી ભૂકીનું, એ કિનોને ન સમજાતાં તે અકળાવા લાગ્યું. પણ દાક્તર હવે ટટાર થઈને બોલવા લાગ્યો. “જુઓ હવે મારી કરામત; એ ઝેરને હું ભગાડું છું કે નહિ.” તેણે થોડું પાણી માગ્યું, અને તેમાં ત્રણ ટીપાં એમોનિયાનાં નાખીને તે પણ બાળકના ૩૨ Page #46 -------------------------------------------------------------------------- ________________ માં રેડી દીધું. બાળક ચીસ પાડવા લાગ્યું; જુઆનાની આંખે જાણે ભૂત વળગ્યું હોય તેમ ફાટી ગઈ. દાક્તર હવે બડાશ હાંકવા લાગ્યો, “એ તે. ઠીક થયું કે હું વખતસર આવી પહોંચ્યો અને મને વીંછીના ઝેરની બધી ગતાગમ છે; નહિ તે–” આગળની વાત તેણે ખભા ઉછાળીને જ પૂરી કરી. ધીમે ધીમે કટીટોના પેટનો ઉછાળે શમવા લાગે, અને તે ઊંઘી ગયે. ઊલટીઓ થાક એ કુમળા બાળકને સારી પેઠે લાગ્યું હતું. દાક્તરે વીંછીના ઝેર સાથેના યુદ્ધમાં પોતાનો વિજય જાહેર કર્યો અને પછી બાળકને જુઆનાના હાથમાં મૂક્યું. જુઆના તેના તરફ કૃતજ્ઞતા અને ભક્તિના ભાવથી ઝૂકી પડી. દાક્તરે હવે બૅગ બંધ કરતાં પૂછ્યું, “મારું બિલ તું જ્યારે ચૂકવશે, ભ ” જ્યારે મારું મોતી વેચાશે ત્યારે હું તરત ચુકવી દઈશ.” કિનીએ જવાબ આપે. તારી પાસે મોતી છે સારી જાતનું છે? દાક્તરે રસપૂર્વક પૂછયું. તરત જ કિનોના જાતભાઈઓ એકી અવાજે બોલી Page #47 -------------------------------------------------------------------------- ________________ ઊડ્યા, “ કનોને વિશ્વપ્રકાશ’ મોતી જડયું છે. એ મોઢું મોતી આજ સુધી કોઈ એ નજરે જોયું નથી.’ દાક્તર નવાઈ પામી ખેલ્યા, “મને તે ખ પણ નથી. આવુ' કીમતી મોતી તુ કાં રાખી મૂક ભાઈ? મારી તિજોરીમાં તારે મૂકવુ હાય તે મ આપી દે; ત્યાં હજારચાર ફાંફાં મારે પણ ન વળે.” કિનોએ તરત જવાબ આપ્યું, “મે તેને ખરામ વગે કર્યું છે. કાલે તેને હું વેચી નાખીશ અ તમને પૈસા ચૂકવી દઈશ.” દાક્તર હવે કિનોના માં ઉપરથી પેાતાની આં ખસેડતા જ નહોતા. તે જાણતા હતા કે, મો ઝુંપડામાં જ કાંક દાટ્યું હોવું જોઈ એ અને કિ તે તરફ નજર કર્યા વિના નહીં રહે. “પણ તુ વેચી રહે તે પહેલાં એવુ કીમતે મોતી ચારાઈ જાય એ તેા ઠીક ન કહેવાય ને, ભાઈ દાક્તરે કહ્યું અને તેની સાથે જ તેણે જોયુ કે કિનોની નજર પેાતાના ઝૂંપડાના એક ખૂણા તર અજાણતાં જ સ્થિર થઈ હતી. : ૩૪ Page #48 -------------------------------------------------------------------------- ________________ ૧૩ દાક્તર ચાલ્યું જતાં જ કિનીના જાતભાઈઓ પણ પોતપોતાને ઝુંપડે જવા નાછૂટકે વેરાયા. કિન ગુપચુપ થોડી વાર ચૂલાના અંગારા પાસે બેસી રહ્યો અને દૂર દૂરથી આવતા મોજાના તથા કૂતરાં ભસવાનો અવાજ સાંભળવા લાગે. આ લેકે આખી રાત ઘસઘસાટ ઊંઘતા જ નથી. વચ્ચે વચ્ચે તેઓ જાગે, થેડી વાતચીત કરે અને પાછા ડું ઊંઘ. ડી વાર બાદ કિની ઊભું થયું અને ઝૂંપડાની બહાર નીકળ્યો. તેના મસ્તકમાં અનિષ્ટનું સ્તોત્ર ગાજતું હતું, અને તેને છેડે વખત થયાં અચાનક કશેક જુદી જાતનો અણસાર આવવા લાગ્યો હતો. ડી વાર બાદ તેણે ઝૂંપડામાં પાછા આવી પેલા ખૂણામાંથી મોતી ખેતરીને બહાર કાઢ્યું અને પોતાની સૂવાની ગોદડી નીચે ડું ખેતરીને દબાવી દીધું. જુઆના ચૂલા પાસે બેઠી આ બધું જોઈ રહી હતી. તેણે હવે પૂછ્યું, “તમને કેને ડર લાગે છે?” કિનોએ સાચે જવાબ શોધવા માંડયો અને પછી કહ્યું, “દરેક જણનો.” Page #49 -------------------------------------------------------------------------- ________________ " " " નામ ડી વાર બાદ તેઓ સૂઈ ગયાં. જુઆના આજે બાળકને શીંકામાં સુવાડવાને બદલે પિતાની છાતી સરસું જ રાખ્યું હતું. ધીમે ધીમે ચૂલાનો છેલ્લે તણખે ઠંડે પડી ગયે અને ઝૂંપડામાં પૂરેપૂરું અંધારું થઈ ગયું. મોડી રાતે કિને ઊંઘમાં જરા સળવળ્યો અને જાગી ગયો. તે વખતે જુઆનાની આંખ પણ ઊઘડી ગઈ. ઝુંપડાના ખૂણામાંથી કેઈનાં પગલાંને ધીમો અવાજા સંભળા. કિનીએ વધુ સંભળાય તે માટે પિતાની શ્વાસ રૂંધી લીધે. છેડે વખત કશે પણ અવાજ ન આવે. કિનને હવે લાગવા માંડ્યું કે, પિતાની જમણા જ હતી. પરંતુ એટલામાં જુઆનાએ તેને ચેતવવા પિતાનો હાથ ધીમેથી તેને હાથ ઉપર દબાવે. ડી જ વારમાં અવાજ ફરી આવ્યું. પેલા ખૂણામાં કઈ આંગળીઓ વડે જમીન ખોતરતું હતું. હવે કિનોની છાતીમાં એક પ્રકારનો અજ્ઞાત ભય ધબકવા લાગ્યું. ભયની સાથે સાથે જ ઝનૂની ગુસે પણ હતે. કિનને હાથ પિતાની છાતી પાસેની કટાર તરફ વળ્યો, અને તરત તે ખીજવાયેલી બિલાડીની પેઠે પિલા ઉપર લપડ્યો. ઘા ખાલી ગયે. બીજે ઘા કર્યો. એ ઘા કપડાને ઘસાયે હોય એમ લાગ્યું. પણ ૩૬ Page #50 -------------------------------------------------------------------------- ________________ એટલામાં તે તેના માથા ઉપર જાણે વીજળી તૂટી પડી; તેનું માથું ભયંકર વેદનાથી ધમધમવા લાગ્યું. ઝડપથી દોડવાનાં પગલાં સાંભળાયાં અને પછી શાંતિ. કિનીના કપાળમાંથી ગરમ લેહી નીતરતું હતું. જુઆના જાણે તેને દૂર દૂરથી બોલાવી રહી હોય એમ તેને સંભળાતું હતું. ડી વારમાં એક પ્રકારની ટાઢક કિનના ઉપર ફરી વળી અને તે બોલ્યો, “હવે મને ઠીક છે.” કિનો જમીન ઉપર સરકત પિતાની ગોદડી પાસે ગયે. જુઆનાએ ચૂલામાં રાડાં નાખી પ્રકાશ કર્યો. પછી તેણે પિતાના ઓછાડને છેડે પાણીમાં બળીને કિનીના કપાળ ઉપરનું લેહી લૂછવા માંડ્યું. કિન બે, “બહુ વાગ્યું નથી. ફિકર ન કરીશ.” આ પણ જુઆનાની છાતી ભરાઈ આવી હતી, તેના આઠ અંદરના આવેગથી ફફડતા હતા. છેવટે તે મહા પરાણે એટલું બેલી, “આ મોતી મોટી આત છે, તેને ફેંકી દે. લાવે, હું તેને પથ્થર નીચે પીસી નાખું, અથવા અત્યારે જ દરિયામાં પાછું પધરાવી આવું. નરી આફતના જ ભણકારા મને લાગે છે.” કિનોનું મેં કઠેર થઈ ગયું. તે હઠ પીસીને Page #51 -------------------------------------------------------------------------- ________________ બે , “જા, જા, આ આપણું એકમાત્ર તક છે. આપણો કરે ભણવું જ જોઈએ.” ના, ના, એ મોતીથી આપણે બરબાદી જ થશે; આપણું છેકરા ઉપર પણ એ આફત લાવશે, એમ મને લાગે છે.” બસ હવે બેલતી નહિ; સવારમાં તે આપણે એ મોતી વેચી નાખીશું; પછી એ બધી આફતો તેની પાછળ ચાલી જશે અને આપણી પાસે તે લક્ષ્મી જ રહેશે.” તેને હાથ તે જ ઘડીએ પિતાની કટાર ઉપર ગયે. તેનો છેડે લેહીથી ખરડાયેલું હતું. દુશ્મનનું તે લેહી કટારને જમીનમાં બેસી બેસીને તેણે લૂછી નાખ્યું. ૧૪ સવાર થતાં કિનેએ ઝટપટ પોતાની ગાદડી લપેટી લીધી અને તેની નીચેથી મોતી ખેતરી કાઢ્યું. સવારના પ્રકાશમાં મોતી કેવું મનહર લાગતું હતું! કિનેના મનમાં ફરીથી અભ્યદય અને લક્ષ્મીનું સ્તોત્ર ગુંજવા લાગ્યું. આ મોતી અનિષ્ટ લાવી જ શી રીતે Page #52 -------------------------------------------------------------------------- ________________ શકે? એને પગલે પગલે તે નયુ મંગળ જ હોય— સુખ-સગવડ, આજાર-હથિયાર, સલામતી-સુખ, આરોગ્યઔષધ, તૃપ્તિ-આનંદ ! લા પાત્ર શહેરમાં પણ તે સવારે ઉશ્કેરાટનુ મોજુ' ફેલાઈ ગયું હતુ, કિના અને તેના જાતભાઈએનું સરઘસ પેલું વિશ્વપ્રકાશ મોતી વેચવા આવવાનું હતુ., સરઘસમાં, કિનાના મોટો ભાઈ જુઆન ટૉમસ તેની સાથે જ ચાલતા હતા. તેણે કિનાને ચેતવ્યા હતા, “ જોજે, પેલા ઝવેરી લેાકેા તને છેતરી ન જાય.” કિનાએ જવાબ વાળ્યો, સાચી વાત, ભાઈ !’ જુઆન ટૌમસે કહ્યું, “બીજી જગાએ શા ભાવ ઊપજે છે તેની આપણને ખબર નથી; એટલે આપણાં મોતી પડાવી લઈ ને આ ઝવેરીએ બહાર તેનુ શું ઉપજાવે છે, તે કાણું જાણે છે?” કિનાએ કહ્યું, “એ ખરું, પણ આપણે અહીં અને તેઓ ત્યાં; આપણને શી રીતે ખબર પડે?' “કિના, તું જન્મ્યા પણ ન હતા, તે વખતે આપણા ઘરડાઓએ મોતીના વધુ પૈસા ઉપજાવવાના ૩૯ Page #53 -------------------------------------------------------------------------- ________________ એક નુસખે અજમાવ્યું હતું. આપણે બધાં મોતી લઈને એક જણ રાજધાનીમાં જાય ત્યાં બધાં મોતીના વધુ પૈસા ઉપજાવે; તેમાંથી તેનું મહેનતાણું કાપી લઈ બાકીની રકમ મોતીના માલિકને આપે.” “એ વિચાર સારે કહેવાય.” કિનોએ ભાઈને જવાબ આપે. અને તેથી તેઓએ એક માણસને બધાં મોતી લઈને રાજધાનીમાં મોકલ્યો. એ માણસ પાછો આવ્યો જ નહિ! તેઓએ બીજો એક માણસ શેધી કાઢો અને તેને મોતી લઈને મોકલ્યા. તે પણ પાછે આવ્યું નહિ. એટલે તેઓએ એ ન રસ્તે પડત મૂકી, જૂને રસ્તે જ ચાલુ રાખે.” હા, પાદરી બાવાએ એ વાત કહી સંભળાવી હતી. રસ્તે સારે , પણ ધર્મથી વિરુદ્ધ હતું, એટલે ભગવાને આપણને સજા કરીને એ વાત સમજાવી, એમ તે કહેતા હતા. પિતાની જગા છેડીને વધુ ધનની શોધમાં દૂર ન જવું, એવી ભગવાનની આજ્ઞા છે. દરેક માણસને ભગવાને સિનિકની પેઠે આ દુનિયાના કિલ્લામાં એક એક સ્થાન નક્કી કરીને મોકલ્યા છે. દરેક જણે ત્યાં જ ચીટકી રહેવું જોઈએ. ભલે પછી કેઈને બુરજ ઉપર સ્થાન મળ્યું હોય કે Page #54 -------------------------------------------------------------------------- ________________ કાઈને ભીંત નીચેના ભેાંયરામાં.' કનાએ લાં જવાબ આપ્યા. પાદરી માવા દર વરસે એ કથા સૌને કહી સંભળાવે છે,” જુઆન ટૉમંસે હાઠ જરા મરડીને કહ્યું. જ્યારથી પરદેશીએ દલીલેા, સત્તા અને દારૂગોળા લઈ ને આ દેશમાં આવ્યા હતા ત્યારથી, એટલે કે ચારસ વરસથી માંડીને આ દેશના વતનીઆએ ગારાઓની શાણી દલીલાને આવા હોઠ મરડીને જ જવાખ વાળ્યો હતા. આ લેાકેા પાસે સામી દલીલે કરવાની આવડત ન હતી; એટલે તે આખી વાત સાંભળી ચૂપ થઈ જતા. આ ચૂપકીદીની દીવાલ કશાથી ભેદાય તેવી ન હતી. ૧૫ ઝૂપડાંએથી શહેર તરફ આવવા નીકળેલુ સરઘસ વધતુ જ જતું હતુ. એક વૃદ્ધ ડાસા તે પેાતાના ભત્રીજાને ખભે બેસીને પણ આવ્યા હતા! સરઘસ નજીક આવવાની ખખર પહોંચતાં જ ઝવેરીએ પોતપોતાની દુકાનોમાં તૈયાર થઈ બેઠા. કિનોનું મોતી સસ્તામાં પડાવી લેવા તેઓએ છૂપી રીતે પહેલાં ૪૧ Page #55 -------------------------------------------------------------------------- ________________ મળીને ક્યારની સંતલસ કરી લીધી હતી. પહેલા ઝવેરીએ બધાને આવકાર આપ્યું. અને જાણે પોતે કશું ન જાણતા હોય તેમ પૂછ્યું, “તમારી શી સેવા બજાવું, ભાઈ ?” કિનોએ પિતાના ગજવામાં અમુક ચીજોમાં વીંટાળી રાખેલું મોતી કાઢતાં કહ્યું, “મારે એક મોતી વેચવાનું છે.” જુઆન ટૉમસ કિનીના આ સીધાસાદા શબ્દોથી અકળાયે. તેણે કહ્યું, “અરે મોટું મોતી – વિશ્વપ્રકાશ મોતી!” ઝવેરીએ હેઠ મરડીને કહ્યું, “લે, કર વાત! મોટું મોતી! કોઈ કોઈ વાર માણસે બાર-બાર મોતી લઈને આવે છે, પણ બધાં ફટાકિયાં હોય છે. પણ હું તારું મોતી જેઉં અને જે સારું હશે તે તેની કિંમત કરીને જરૂર વધુમાં વધુ પૈસા આપીશ.” કિનોએ ધીમેથી બધાં વીંટણ ઉકેલવા માંડ્યાં અને પછી ગર્વથી ફુલાતાં નસકોરાં સાથે ઝવેરીની કાળા મખમલથી મઢેલી થાળીમાં પોતાનું મોતી સાચવીને મૂકયું. ઝવેરીના મોં ઉપર તે મોતી જોતાંવેંત ધાર્યા Page #56 -------------------------------------------------------------------------- ________________ મુજબ કશે। ચમકારા ન થયા. તેણે આંગળીએ વડે મોતીને મખમલની થાળીમાં ગાળ ફેરવીને જોવા માંડ્યું. કિનોનો અને સૌનો શ્વાસ અધ્ધર થઈ ગયા. પાછળ. સુધી ગણગણાટ પહેાંચી ગયા, “ મોતીને જુએ છે; હજુ કિમત ખેલતા નથી.” ઘેાડી વાર મોતીને આમથી તેમ ગમડાવ્યા પછી ઝવેરીના માં ઉપર તુચ્છકારનું અને મજાકનું સ્મિત ફેલાઈ રહ્યું. તે ખેલ્યા, ભાઈ, મને દુઃખ થાય છે; પણ તને કહેવુ જોઈએ કે, આ મોતી તદ્દન નકામું છે. આટલા મોટા લખેાટાને લઈ ને કોઈ શું કરે? બજારમાં આવાં મોતીની કશી માગ કે કિંમત હોતી નથી. રમકડા તરીકે કેાઈ તેને લઈ જાય તેા જુદી વાત.” 66 કિનોનું માં એકદમ પડી ગયું. પણ પછી જરા ચિડાઈ ને તે ઓલ્યે, “ અરે એ તે વિશ્વ-પ્રકાશ મોતી છે. કેાઈએ એવું મોતી હજુ નજરે પણ જોયુ નથી.” “એ બધી વાત રહેવા દે, ભાઈ; આવડુ' મોટુ ફટાકિયું લઈ ને કરવાનું શું? કાઈ મ્યૂઝિયમમાં છીપલાં-શખ ભેગું તેને રાખી મૂકે તે જુદી વાત. તારે જોઈતા હોય તેા હજારેક પેલે આપું વળી.” દક્ષિણ અમેરિકાનાં રાજ્યા તરફ ચાલતાચાંદીના સિક્કો. અઢી રૂપિયા જેટલી તેની કિંમત ગણાય. * Page #57 -------------------------------------------------------------------------- ________________ કિન હવે ઉશ્કેરાઈ ગયેઃ “અરે, એના તે પચાસ હજાર છે પણ ઓછા પડે. તું જાણે છે, પણ મને છેતરવા માગે છે!” આખા ટોળામાં ઝવેરીએ કહેલી કિંમત સાંભળી એક પ્રકારને ઉશ્કેરાટ વ્યાપી રહ્યો. ઝવેરીને હવે બીક લાગવા માંડી. તેણે તાબડતોબ કહ્યું, “ભાઈ, મારા ઉપર ગુસ્સે થવાની જરૂર નથી. તમારે જોઈએ તે બીજાઓને બતાવી જુઓ. અથવા બીજા ઝવેરીઓને અહીં બોલાવવા હોય તે અહીં જ બેલા, જેથી અમારે સંતલસ છે એવું પણ ન લાગે.” આટલું બોલતાંની સાથે, તેણે અગાઉથી ગોઠવી રાખ્યા પ્રમાણે, પિતાના નોકરને બૂમ પાડીને કહ્યું, “જા ફલાણાભાઈને–ફલાણાભાઈને અહીં બેલાવી લાવ. શા માટે બેલાવીએ છીએ તે કહીશ નહીં. અહીં જરા આવી જવાનું જ માત્ર કહેજે.” કિનોના જાતભાઈઓ હવે અંદર અંદર ગુસપુસ કરવા લાગ્યાઃ તેમને આવું કંઈક થશે એવી બીક જ હતી, મોતી મોટું હતું, પણ તેને રંગ વિચિત્ર હો; પહેલેથી જ તેમને શંકા હતી કે, મોતી બહુ કીમતી નહીં હૈય; અને હજાર જે કંઈ નાની રકમ ન Page #58 -------------------------------------------------------------------------- ________________ કહેવાય; પહેલાં જેની પાસે કશું ન હોય તેને માટે તો એ મોટી મિલકત કહેવાય; અને કિનો હજાર પેલો લઈ લે તે શું ખોટું ? ગઈ કાલે તે તેની પાસે કશું જ નહોતું! ઈ. પણ કિનના મનમાં જુદી જ આંટી વળતી જતી હતી જાણે તેનું ભાવી સળવળી રહ્યું હતું, વરુએ આસપાસ ઘૂમી રહ્યાં હતાં, ગીધ માથા ઉપર મંડળાતાં હતાં. ષ, ધિક્કાર અને ખૂનનો ધમધમાટ તેના કાનમાં ગડગડવા લા. એટલામાં ત્રણેક ઝવેરીઓ બહારથી આવી પહોંચતાં બારણા પાસેના લેકે એ ખસી જઈને મારગ આ. પેલા ઝવેરીઓએ મોતી સામે કે એકબીજા સામે નજર પણ કરી નહિ. દુકાનવાળા ઝવેરીએ તેઓને કહ્યું, “મેં આ મોતીની કિંમત ઠરાવી છે–તમે પણ એને પરખી જુઓ અને કંઈ કિંમત કહેવી હેય તે કહે, કે માગણી કરવી હોય તે તેમ પણ કરે.” પછી કિની સામે જોઈને તેણે ઉમેર્યું, “ભાઈ, મે શી કિંમત ઠરાવી છે તે હું એથી બલ્ય પણ નથી. એ લોકોને જે ઠીક લાગે તે કહે.” પહેલાએ એ મોતી જાણે પહેલી વાર જ જોયું હોય તેમ જોઈને આંગળીઓમાં આમ તેમ ફેરવીને Page #59 -------------------------------------------------------------------------- ________________ તુચ્છકારથી પાછું' રકાખીમાં નાખી દીધું. “મારે આ મોતી જોઈતુ નથી, એટલે મને આ સાદામાંથી ખાત જ સમજો. આ તે કંઈ મોતી છે! આ તા નકામ પરપાટા, છે પરપોટા ! ” કાચ કાઢä ' ખીજાએ ખીસામાંથી સૂક્ષ્મદર્શક અને મોતીને આમ તેમ તપાસી જોયું. પછી જર ગ‘ભીરપણે કહ્યું, “ભાઈ, ચાક લસાટીને મોતી બના વીએ તા પણ વધારે સારું થાય. આ તે નર પડવાળું અને નયું ખડી ભરેલું છે. થેાડા દહાડામાં જ આનો રંગ ઊડી જવાનો.” આમ કહી તેણે પેાતાનો કાચ કનોને જોવા આપ્યા. કિનોએ કાચ વડે મોતીને કદી મોટું થયેલું જોયેલું નહિ, એટલે મોતીની ખાડાટેકરાવાળી સપાટી જોઈ તે જરા ચેાંકી ઊઠયો. ત્રીજા ઝવેરીએ કિનોના હાથમાંથી માતી લઈને કહ્યું, મારા એક ઘરાકને આવાં ટાકિયાં ભેગાં કરવાનો શોખ છે. હું તને આના ૫૦૦ પેલે આપીશ, અને મને લાગે છે કે હું તેના ૬૦૦ પેસે ઉપજાવીશ.” પેલા દુકાનદાર ઝવેરી ખેલ્યા, “ હું ખરેખર મૂરખ જ છું. મને ખબર હતી કે, આ મોતી બહુ કીમતી નથી. છતાં હું હજાર પેલો આપવાનું કહી બેઠા. પણ હું માલેલું ગળી જવા માગતા નથી. મારી •• *F Page #60 -------------------------------------------------------------------------- ________________ હજાર પેશની માગણી ઊભી જ સમજ, ભગવાન એકવચની માણસાના ધધામાં બરકત આપશે, એવી મને શ્રદ્ધા છે.” પણ કિનોએ તા ઝટપટ હવે મોતીને પાછું લઈ લપેટવા માંડ્યું. તે ખાલ્યા, “તમે બધા મને છેતરા છે; અહીં મારે મારું મોતી વેચવું જ નથી. રાજધાનીમાં જઈ ને જ વેચી આવીશ ! ” હવે પેલા ઝવેરીઆ એકબીજા સામે ઝડપથી નજર નાખવા લાગ્યા. તેને લાગ્યું કે, તે વધારેપડતી રમત રમી ગયા હતા. આ મોતી તેમના હાથમાંથી જશે તે તેમનો શેઠ ગુસ્સે થશે, એ ખ્યાલથી તેઓ ડરી ગયા. પેલા દુકાનદાર એકદમ ખાલી ઊઠત્રો, “ જા ભાઈ, હું પંદરસે વેલે। આપીશ. પછી કઈ ?” પરંતુ કિનો તા ટોળામાંથી મારગ કરતા દુકાનમાંથી નીચે ઊતરી ગયા. જુઆના પણ તેની પાછળ નીકળી આવી. ૧૬ રાતે કિનો પેાતાના ઝૂંપડામાં ગેાદડી ઉપર સ્થિર થઈને બેઠા હતા. તેણે મોતી ચૂલા નીચેના એક r Page #61 -------------------------------------------------------------------------- ________________ પથરા હેઠળ દાબી દીધું હતું. રાજધાનીમાં જઈ મોતી. વેચવાનો નિર્ણય તે તેણે જાહેર કર્યો હતે, પણ રાજધાની ક્યાં આવી છે પણ તે જાણ ન હતો! રાજધાની બહુ દૂર હતી તથા ત્યાં પહોંચતાં કેટલાંય પાણુ તથા પર્વતે ઓળંગવાં પડે, એવું તેણે સાંભળ્યું હતું. ઓછામાં ઓછા હજાર માઈલ તે ખરા જ. જુઆન ટોમસ ડી વાર બાદ કિનની પાસે આવીને બેઠે. બંને ભાઈ ચિંતામાં ગરકાવ હતા, અને કાંઈ બોલ્યા વિના લાંબે વખત બેસી રહ્યા પછી કિનો જ જાણે ઊંઘમાંથી ઝબકીને જાગ્યે હેય તેમ બે , “શું કરું ત્યારે અહીં તે બધા ઠગે ઠગ ભેગા થયા છે!” જુઆન ટોમસ મોટે ભાઈ હતું. તેણે ગંભીરતાથી ડેકું ધુણાવીને કહ્યું, “આપણે કાંઈ જ જાણતા નથી. જન્મવાના વિધિથી માંડીને મરીએ ત્યારે કફન ઓઢવા સુધીની બધી બાબતમાં આપણે ઠગાયા જ: કરીએ છીએ. પણ આપણે જીવતા તે રહીએ છીએ. પણ તે હવે છેક જ ન રસ્તે પકડવા ધા છે; તેથી તારું શું થશે તેની મને ચિંતા થાય છે.” થઈ થઈને ભૂખમરા સિવાય બીજું શું નવું Page #62 -------------------------------------------------------------------------- ________________ થવાનું છે, વારુ?” કિનીએ પૂછયું. જુઆન ટૉમણે કહ્યું, “ભૂખમરાની બીક તે આપણ સૌને છે. પરંતુ, એમ માને કે તારી વાત ખરી છે અને તારું મેતી ખરેખર કીમતી છે, તે પછી શું આપણે ઝવેરીઓની દુકાનેથી પાછા આવ્યા એટલે તે લેકોની જાળ પૂરી થઈ એમ તું માને છે ? “તમે શું કહેવા માગે છે?” મને કંઈ ખબર પડતી નથી. પરંતુ મને તારી ફિકર થાય છે.” હું રાજધાની તરફ જઈશ જ, અને જલદી જઈશ,” કિનેએ કહ્યું. હા, હા, તું જઈશ જ, એ વાત ખરી. પણ રાજધાનીમાં પણ આપણે માટે કોઈ બીજી રીત હશે એમ મને લાગતું નથી. અહીં અમે સૌ સગાંવહાલાં તારી સાથે છીએ; પણ રાજધાનીમાં તો તું એકલે જ, એ વાત પણ વિચારવાની.” હું શું કરું ?” કિનએ બૂમ પાડીને કહ્યું. અહીં તે ભારે કાવતરું ચાલી રહ્યું છે. મારે કરે ભણવું જ જોઈએ. તેઓ બધાને મારે છેક ભણે અને બધું જાણે એમાં જ વાંધે છે. મારાં સૌ Page #63 -------------------------------------------------------------------------- ________________ સગાંવહાલાંનું પણ એમાં હિત છે ને? તેઓ સૌ મારે પડખે રહેશે જ.” “હા, પણ પિતાને કંઈ જોખમ ન આવે કે અગવડ ન પડે ત્યાં સુધી જ.” પછી જવા માટે ઊભે થઈ તે બેલ્યા, “ઈશ્વર તારે બેલી થાઓ.” કિનોને મોટા ભાઈના એ શબ્દો કંઈક વિચિત્ર લાગ્યા. ૧૭ જુઆન ટૌમસના ચાલ્યા ગયા પછી કિન ઘણું વખત સુધી વિચારમાં ચૂપ બેસી રહ્યો. જુઆના તેના તરફ ચિંતાથી જોઈ રહી. પણ તે સમજી ગઈ હતી કે, ચૂપ રહેવા છતાં તેની પાસે રહેવાથી જ પોતે તેને બનતી બધી રીતે મદદગાર થઈ શકશે. તે જેરા જોરથી મનમાં કુટુંબનું, સહીસલામતીનું અને કૌટુંબિક અખંડતાનું સ્તોત્ર ગાવા લાગી. કિને જરા પણ હાલ્ય નહિ તથા તેણે વાળું પણ માગ્યું નહિ. તેની આંખે જાણે સમાધિમાં ઘેરાઈ ગઈ હતી. અચાનક તેને લાગ્યું કે, બહાર કેઈ એાળા Page #64 -------------------------------------------------------------------------- ________________ ભમી રહ્યા છે તથા તે બહાર નીકળે તેની રાહ જોઈ રહ્યા છે. તેને જમણે હાથ કટાર ઉપર પહોંચ્યું, તેની આંખે ફાટી ગઈ, અને તે બારણું તરફ ચાલ્ય. તેને બહાર જતા અટકાવવાની જુઆનાને ઈરછા થઈ આવી, તથા તેણે રિકવા પિતાનો હાથ ઊંચો પણ કર્યો. કિને થોડી વાર દૂર અંધારામાં કંઈક જોઈ રહ્યો અને પછી બહાર નીકળ્યો. થોડી વારમાં પગલાંને દડબડાટ સંભળાયે; થોડી ઝપાઝપ, અને પછી જેરથી એક ફટકે ! જુઆનાની રાડ ફાટી ગઈ. તેણે ઝટપટ કેટીને જમીન ઉપર ગબડાવ્યું અને ચૂલાને એક પથરે ઉપાડી બિલાડીની પેઠે તે બહાર લપકી. પણ બધું તે વખતે પતી ગયું હતું. કિને જમીન ઉપર ગબડત હતા. તે ઊભું થવા પ્રયત્ન કરતું હતું અને તેની પાસે કેઈ ન હતું. પરંતુ આસપાસ વાડની પાછળ કે ઝૂંપડાની પાછળ કક્યાંક કઈ ઓળા છુપાઈ રહેલા છે, એમ જુઆનાને લાગ્યા વિના ન રહ્યું. જુઆનાએ પથરે નીચે નાખી દઈ, કિનને ટેકો આપી ઊભે કર્યો અને ઘરમાં આયે. તેની ખોપરીમાંથી લેહી ઝમતું હતું અને કાનથી દાઢી સુધી લાંબે એક ચીરે તેના મે ઉપર સ્પષ્ટ દેખાતા હતા. Page #65 -------------------------------------------------------------------------- ________________ કિને લગભગ અબ્ધ બેભાન હતો. તે પોતાનું માથું આમથી તેમ હલાવતું હતું. તેનાં કપડાં ફાટી ગયાં હતાં અને અર્ધા ખેંચી કાઢવામાં આવ્યાં હતાં. જુઆનાએ ઘા લૂછી નાખે, અને મોંમાં પાણી રેડ્યું, તથા તે જરા હશમાં આવ્યું એટલે તેને પૂછ્યું – “કેણ હતું?” મને ખબર નથી, મને દેખાતું ન હતું.” જુઆનાએ હવે તેના મોં ઉપર ઘા ધોતાં દેતાં કહ્યું, “તમે મારો અવાજ સાંભળી શકે છે ?” “હા.” તે મારી વાત સાંભળે; આ મતીથી આપણું ઉપર આફતો જ આવ્યા કરશે. આપણો તે નાશ કરે તે પહેલાં ચાલો આપણે જ તેને ભાગી નાખીએ; મારું કહ્યું હવે માનો ! ” પણ એ વાત સાંભળતાં જ કિનાનું માં તંગ થઈ ગયું. તેણે કહ્યું, “ના, ના, એ નહીં બને; આ આપણી છેલ્લી તક છે. હું બધાની સામે ઝૂઝીશ; એ મોતીને કોઈ મારાથી વિખૂટું ના પાડી શકે.” - થોડે શ્વાસ લઈને તે બે, સવારમાં જ આપણે આપણા મછવામાં બેસી, દરિયે ઓળંગી, પર Page #66 -------------------------------------------------------------------------- ________________ રાજધાનીમાં પહોંચી જઈશું. તું પણ સાથે જ આવજે. હું મરદ માણસ છું; આપણે આ મતથી આપણા છોકરાને . . .” પણ, મરદ માણસનેય લેકે મારી નાખી શકે તો? જેતા નથી કે, કેટલા બધા દુશ્મને તમારી પાછળ પડયા છે? ચાલે આપણે આ મેતી દરિયામાં જ પધરાવી દઈએ.” નહીં, નહીં. એ વાત ન કરીશ. હવે મને થોડે આરામ કરી લેવા દે. વળેલી સવારે જ આપણે ઊપડવું છે એ નક્કી. તને મારી સાથે આવતાં ડર તે નથી લાગતો ને?” ના, તમારી સાથે હું ધરતીને છેડે પણ આવવા તૈિયાર છું.” વહેલી સવારે કિનની આંખ ઊઘડી. તેને લાગ્યું કે, જુઆના તરતની જ ઊઠીને પથારીમાં બેઠી થઈ હતી. તે ગુપચુપ ઊભી થઈને ચૂલા નીચેનો પથરે ખેતરવા લાગી. પછી તે કોટીના શીંક આગળ આવી ૧૩ Page #67 -------------------------------------------------------------------------- ________________ અને તેની સામે થોડી વાર જોઈને ઝુંપડા ખહાર નીકળી ગઈ. કિના તરત બધું સમજી ગયા; ગુસ્સાને મા તે એકદમ લપક્યો. જુઆના ઝડપી પગલે દરિયાકિનારા તરફ જતી હતી. કિને જોરથી તેની પાછળ દોડયો. જુઆનાએ કિનાને પાછળ આવતા જોઈ દોટ મૂકી. કિનારે પહેાંચી તેણે કશું ફેકવા હાથ ઊંચા કર્યાં. તેટલામાં તે કિને તેના ઉપર કૂદ્યો. તેના હાથ આમળી માતી પડાવી લીધું. અને પછી પેાતાની સખત મૂઠી વાળીને જુઆનાના માં ઉપર જોરથી ઘા કર્યા. જુઆના એક ચીસ પાડી જમીન ઉપર ગબડી પડી, તેને તમ્મર ચડી ગઈ હતી. કિનેએ દાંત પીસ્યા અને સાપની પેઠે ફૂંફાડા મારી જુઆનનું ગળું દખાવી નાખવા વિચાર કર્યાં. જુઆનાએ તેની આંખમાં ખૂન જોયું. પણ તે પોતે તૈયાર હતી. જરા પણ મીન્યા વિના તેણે તેની સામે સ્થિર નજરે જોયું. કિનાએ તેની તે આંખ તરફથી પેાતાની આંખ ખસેડી લીધી. જુઆના હવે બેભાન અની ગઈ. કિના જરા દૂર ખસી પેાતાના ઊભરા શાંત પડે તે માટે એક પથરા ઉપર બેસવા ગયા. પુછુ એટલામાં જ ૫૪ Page #68 -------------------------------------------------------------------------- ________________ તેણે જોયુ' કે, પાછળથી કાઈ તેના ઉપર લપકયુ. તેણે પેાતાની કટાર હાથમાં લીધી અને એક ઘા કર્યાં. કટાર ખણે કાઈના શરીરમાં આરપાર પેસી ગઈ. પણ એટલામાં બીજા કેાઈ એ તેને પગ પકડી નીચે નાખ્યા અને ખેંચવા માંડયા. તે પડ્યો તેની સાથે જ તેના તેના હાથમાંનું મેાતી હાથમાંથી છૂટીને દૂર ગબડી ગયું. હુમલા કરનારાઓએ કિનાનાં બધાં કપડાં જલદી જલદી ફ્ફાસવા માંડયાં. જુઆનાને ભાન આવ્યું ત્યારે તેનું આખું શરીર કળતુ હતુ. તે બેઠી થવા ગઈ, પણ ગબડી પડી. તે વખતે જમીન સરસી નજર થતાં તેને પેલું માતી પાસેના એક પથરા નીચે ચમકતુ' દેખાયું. તેણે હાથ લાંબેા કરી તેને ઊપાડી લીધું. ચંદ્ર વાદળ નીચે છુપાવા લાગ્યા. ફરી અંધારું થવા લાગ્યું. જુઆનાને વિચાર આવ્યા કે, હાથમાંનું મેતી દરિયામાં પધરાવીને પેાતાનું આદરેલું કામ પૂરુ' કરવું. તે ઊઠવા ગઈ. એટલામાં તેની નજર જમીન ઉપર ચત્તાપાટ પડેલી એ આકૃતિઓ ઉપર ગઈ. તે એકદમ કૂદીને પાસે ગઈ. જોયુ તો એક તો કિનેા હતો અને ખીજો કાઈ અજાણ્યા હતા. તેના ગળામાંથી ચમકદાર પ્રવાહીને લા ચાલતો હતો. ભા Page #69 -------------------------------------------------------------------------- ________________ કિને બેહશીમાં જ આમ તેમ આળોટતો હતો, અને તેના ગળામાંથી ઊંહકારાને અવાજ નીકળતા હતો. જુઆના એક ક્ષણમાં બધું સમજી ગઈ કે, હવે તે લોકોના જીવનનો એક અધ્યાય પૂરે થાય છે – તેમણે હવે નવા જીવન તરફ આગળ ધપ્યા વિના છૂટકે જ નથી. કારણ કે, પેલે બીજે માણસ ખતમ થઈ ગયે હતો અને કિનની લેહી ખરડાયેલી કટાર બતાવી આપતી હતી કે, કોને હાથે તે માર્યો ગયે હતો. અત્યાર સુધી જુઆના મોતી મળતા પહેલાંના શાંત જીવનને પાછું મેળવવા ઇચ્છતી હતી, પણ હવે તેને લાગ્યું કે, નાસી છૂટવા સિવાય બીજો માર્ગ જ એમને માટે રહ્યો નથી, તે પિતાની પીડા ભૂલીને હવે ઝટપટ કામ કરવા લાગી. પેલા મડદાને તેણે કોઈની નજર ન પડે તે રીતે એકદમ એક બાજુ આડમાં સંતાડી દીધું. પછી તેણે કિન પાસે જઈ તેના ઘા દેવા માંડયા. તેને ધીમે ધીમે ભાન આવવા લાગ્યું. એ લોકો મારું મોતી પડાવી ગયા; મારું મતી હંમેશને માટે મારા હાથમાંથી ગયું.” . જુઆનાએ તેને બાળકની પેઠે શાંત પાડવા પ્રયત્ન કર્યો. તેણે તેને ધીમેથી મોતી બતાવીને કહ્યું, “તમારું Page #70 -------------------------------------------------------------------------- ________________ મેાતી કચાંય ગયું નથી; તમારા હાથમાંથી ગબડી ગયું હશે તે પથરાની આડમાં આવી જવાથી પેલાએને દેખાયું નહીં. હુ· પાસે જ ગબડી પડી હતી, એટલે આંખ ઊઘડતાં જ મારી નજર તેના ઉપર જઈ પહોંચી. પણ હવે તમે ખરાખર ભાનમાં છે ? તમે એક માણસનુ ખૂન કર્યુ' છે. એટલે આપણે હવે અહીંથી ભાગી નીકળવું જોઈએ,-દિવસ ઊગે તે પહેલાં જ.” “મારા ઉપર હુમલા થયા હતો; મેં સ્વરક્ષણ માટે ઘા કર્યો હતો.” પણ તમારી એ વાત કેણુ માનવાનું છે? આખું શહેર હવે તમારુ દુશ્મન ખની ગયુ છે. તમને ગમે તેમ રખાવી-સપડાવી તમારું મેાતી પડાવી લેવાના જ ઘાટ તે ઘડશે.” કિનેાએ લાંબે શ્વાસ ખેંચ્યા. પછી ધીમેથી તે ખેલ્યા, તારી વાત ખરી છે.” પછી તે બધું મનમાં ગાઢવી લઈ બેઠા થયેા અને બેલ્થેા, આપણે જલી ભાગવું જોઈએ. તુ ઘેર જઈ કાર્યેાટીટાને લઈ આવ. થેાડુ' અનાજ કે ભાચુ' કંઈ હોય તે સાથે લઈ લે – હું હોડી પાણીમાં ખેચી લાવું છુ.” Page #71 -------------------------------------------------------------------------- ________________ કિને પોતાની કટાર ઉપાડી લઈ, ઠેક ખાતા ગબડતો કિનારે પિતાની હેડી પાસે આવ્યો. તેણે જોયું તો તેના તળિયામાં કેકે મેટું બાકેરું પાડયું હતું ! આ જોઈ તેને ગુસ્સે માઝા મૂકી ગયે. પેઢી દર પેઢી વારસામાં ઊતરતા આવેલા પિતાની આજીવિકાના સાધનને નાશ, એ એની આખી પેઢીને જ નાશ હતો. માણસનું ખૂન એ તો એ એક માણસ પૂરતું હોય, અને તે તો વારસદારે પણ મૂકતો જાય. વળી માણસ તો પિતાનું ખૂન કરવા આવનારનો સામનો પણ કરી શકે; ત્યારે આ હેડીને તે સંતાન હેય નાહ અને તે પોતાનો બચાવ પણ ન કરી શકે. એટલે માણસના ખૂન કરતાં હેડીનું ખૂન એ તો મહાપાપ કહેવાય. આ પાપને તો જે જ બીજે ન હોઈ શકે. કિની જાતિની ભાવના આવી હતી. કિનને માટે હવે બીજે વિચાર કરવાને જ ન રહ્યો. હવે તેણે પોતાની પેઢીઓનું વેર લેવાનું હતું ૫૮ Page #72 -------------------------------------------------------------------------- ________________ અને વેર લેવા માટે જાતે જીવતા રહેવાનું હતું. ઉપરાંત અને એટલે કાશીશથી પેાતાની પત્નીને અને વારસદારને પગભર કરવાનાં હતાં. પેાતાને થયેલા ઘાનું દુઃખ તે વીસરી ગયા. ઝટપટ તે ઘર તરફ. દેડયેા. શું? ——તેના ઘર પાસે આ પરંતુ, પરંતુ આ ધુમાડો અને આગના લપકારા શા ? વાગ્યા હતાં. દોડાય તેટલા જોરથી તે આગળ વધ્યા. તે સળગતા ઝૂંપડા નજીક આવ્યેા. ત્યાં તરત કાર્યટીટાને હાથમાં લઈને જુઆના સામે દોડતી આવતી તેને મળી. ખળક ભયથી ચીસા પાડતું હતું. જુઆનાની આંખે પણ ભય અને ત્રાસથી ફાટી ગઈ હતી. તે એટલુ જ બેલી, “હું આવી ત્યારે બધું આમ તેમ વીંખી નાખેલુ હતુ. અને ઘરની જમીન ખેાઢી નાખેલી હતી. કાયાટીટા સાથેનું શીકું બહાર ફેકી દીધેલ હતું. અને હું પાસે જઈ ને જોઉ તેટલામાં તો તેઓએ ઝૂપડાને આગ ચાંપી પણ દીધી.” “કાણુ હતુ ?” કિનાએ પૂછ્યું, “મને ખખર નથી; પણ ભૂંડા પાપીએ જ હેવા જોઈએ.” પ Page #73 -------------------------------------------------------------------------- ________________ ¡' ૨૦ જાતભાઈઓ દોડતા ભેગા થઈ ગયા. પાતાનાં ઝુંપડાંમાં તણખા ન આવી પડે તેની તે કાળજી લેવા માંડડ્યા. દિવસના પ્રકાશ થઈ ગયા હતા. અચાનક કિનાને હવે બીક લાગવા માંડી. કિનારા ઉપર છુપાવેલી પેલી લાશ! તરત તેણે જુઆનાને એક હાથે પકડીને ખેચી અને તે આસપાસની આડમાં થતાં જુઆન ટૉમસના ઘર પાસે આવ્યાં અને કેાઈ જુએ – જાણે નહિ તેમ તેમાં પેસી ગયાં. બીજા ઝૂંપડાંવાળાએ કનાના ઝૂપડા પાસે જ દોડી ગયા હતા અને તેએ એમ માનતા હતા કે, કિને અને તેનું કુટુખ એ ખળતા ઢગલાની નીચે જ હાવાં જોઈ એ. ભાઈના ઝુંપડાના પોલાણમાંથી કિના અને જુઆના બધું જોઈ રહ્યાં હતા. ધીમે ધીમે આગ ઊંચી ચડવા લાગી અને છાપરુ' કડડભૂસ નીચે તૂટી પડ્યુ’. ઘાસ-પાનની આગને વધતાં પણ વાર નહિ અને શાંત પડતાં પણ વાર નહિ. ઘેાડી વારમાં બધું શાંત થઈ ગયું. જુઆન ટોમસની પત્ની એપેલાનિયાએ કુટુ અન! નજીકના સંબંધી તરીકે કિના અને તેના કુટુંબ માટેની મરછુપાક મૂકી, તે તેઓએ સાંભળી. Page #74 -------------------------------------------------------------------------- ________________ એપેલિનિયાને પેક સૂકવ્યા બાદ ખબર પડી કે, પોતે તેા ચાલુ કપડાંમાં છે. એટલે તે મરણુવિધિને અનુરૂપ ીજા' કપડાં પહેરી લેવા જલદી જલદી પેાતાને ઘેર દોડી આવી. કિનાએ ખૂણામાંથી ધીમે અવાજે કહ્યું, “ભાભી, અમારી મરણપાક ન મૂકશે. અમે ત્રણે જીવતાં છીએ.” એપેલેનિયાએ ચોંકીને પૂછ્યું, “દિયરજી, તમે અહીં કચાંથી ?” કિનાએ કહ્યુ, “ સવાલ-જવામ કર્યા વિના તમે. જલદી જઈને મેાટા ભાઈ ને કાઈ ન જાણે તેમ ખેલાવી લાવે! અને કોઈને કશી વાત ન કરતાં. આપણા સૌ માટે બહુ અગત્યની વાત છે.' અપેાલાનિયા થાડી વાર સ્તબ્ધ ઊભી રહી અને પછી, વારુ, દિયરજી' કહી બહાર ચાલી ગઈ, 6 ઘેાડી વારે તે જુઆન ટોમસને લઈ ને પાછી આવી. એપેાલે નિયાને બારણા આગળ ઊભા રહેવાનુ તથા કેઈને અંદર ન આવવા દેવાનુ કહી, અને ભાઈઓ તરત વાતે વળગ્યા. “ મોટા ભાઈ, મારા ઉપર અંધારામાં હુમલા થયા, અને ઝપાઝપીમાં મારે હાથે એક જણ માર્યા ગયા છે.’’ ૬૧. Page #75 -------------------------------------------------------------------------- ________________ “કોણ?” એની મને ખબર નથી. બધું અંધારું જ હતું. કશું દેખી શકાય તેમ નહોતું.” એ પેલા મિતીની બધી પંચાત છે. એ મોતીમાં બલા પેઠેલી છે. તારે એ મોતી વેચી નાખીને એ બલામાંથી છૂટી જવાનું હતું. હજુ પણ તું તેને વેચી નાખે અને નિરાંત વાળે તે સારું.” મેટા ભાઈ, હવે તે જીવનમરણના ખેલ શરૂ થયા છે. મારી જાત ઉપર જ હુમલે થયે હતા તે કાંઈ નહિ; પણ તેમણે તે મારી હેડીને તોડી નાખી છે અને મારું ઘર બાળી નાખ્યું છે. વળી કિનારે ઉપર મારે હાથે મરેલે માણસ પડે છે. હવે મારે બચી નીકળવાને એક માર્ગ રહ્યો નથી. મોટા ભાઈ, હિમણાં તે તમે અમને ગમે તેમ કરી સંતાડી દે.” જુઆન ટોમસના કપાળ ઉપર ચિંતાની કરચલીઓ ચડી આવી. કિનાએ તરત ઉમેર્યું. “હું તમારે માથે જોખમ લાવવા માગતું નથી. જાણું છું કે, પતિયા રિગીની પેઠે કઈ મારે સંઘેડ ન કરી શકે. હું આજે રાતે ચાલ્યા જઈશ અને પછી તમારે કશી ચિંતા કરવાનું નહિ રહે.” Page #76 -------------------------------------------------------------------------- ________________ હું તારે પડખે છું, ભાઈ,” એટલું કહી જુઆન ટોમ એપેલેનિયાને બારણું બંધ કરવાની તથા કિને ઘરમાં છે તેની કોઈને જાણ ન થવા દેવાની સૂચના આપી દીધી. આખો દિવસ ઘરના અંધારા ખૂણામાં કિને અને તેની પત્ની છુપાઈ રહીને પિતાને વિષે પિતાના જાતભાઈઓ જે વાત કરતા હતા તે સાંભળતાં રહ્યાં. કિનના જાતભાઈઓ ઘરના અંગારામાં કિનો વગેરેના હાડકાંના અવશેષે શોધવા લાગ્યા, તે પણ તેમણે જોયું. કિનની હેડી તેડી નાંખવામાં આવી છે એ વાત જાણતાં જ કિનના જાતભાઈઓમાં જે અરેરાટી વ્યાપી ગઈ તે પણ તેમણે નજરેનજર જોઈ બીજાઓને વહેમ ન આવે તે માટે જુઆન ટોમસ ડી ડી વારે તે લોકોમાં જઈને બેસત અને કિને, જુઆના અને તેના દીકરાનું શું થયું હશે તે બાબત જુદા જુદા તુક્કા ઉડાવતે. એક જણને તેણે એમ કહ્યું કે, “મેતીને કારણે જે આફત આવી પડી છે તેમાંથી બચવાને દક્ષિણ તરફ કિનારે કિનારે તે ઊતરી ગયો હશે.” બીજાને તેણે એમ કહ્યું, “કિને દરિયા સિવાય બીજે રસ્તે જાય નહીં; તેણે બીજી હેડી ગમે ત્યાંથી મેળવી Page #77 -------------------------------------------------------------------------- ________________ હશે.” એપોલેનિયા એમના શેકમાં ઢગલો થઈ ગઈ છે, એ વાત પણ તે દરેક ઠેકાણે કહ્યા કરતે. ૨૧ આ દિવસ જેરથી પવન ચાલે અને કિનારા ઉપર મજાનો પછડાટ એટલો વધી ગયો છે, તે દિવસે કેઈ હડી ચલાવવા નીકળ્યું નહિ. ઝૂંપડામાં પણ પવનના સુસવાટા જોરથ વાગતા હતા. અને ધીમે ધીમે જુઆન ટૉમસે જાતભાઈઓને જાહેર કરવા માંડ્યું કે, “કિનોના બચવાની આશા નથી. તે દરિયામાગે જ નાસી છૂટયો હોય, એટલે અત્યાર આગમચ આ તોફાનમાં ક્યારનાય ડૂબી ગયું હશે.” અને જુઆન ટૉમસ જેટલી વાર જતો તેટલી વાર બીજાઓ પાસેથી કાંઈ ચીજ ઉછીની માગી લાવતે. એક જગાએથી તે રાતા વટાણુ માગી લાવ્ય; બીજી જગાએથી તૂમડું ભરી ચેખા માગી લાવ્ય; ત્રીજી જગાએથી પીપરનો ભૂકે અને એથી જગાએથી મીઠાનું ડગશિયું. વળી તે લાંબા પાનાનું એક ધારિયું માગી લાવ્યું, જે હથિયાર તરીકે, ઓજાર તરીકે કે કુહાડી તરીકે પણ કામ આપે તેવું હતું. કિનએ એ જોયું ૬૪ Page #78 -------------------------------------------------------------------------- ________________ અને તેની ધાર ઉપર અ'ગૂઠા ફેરવી જોયે ત્યારે તેની આખા આનદથી ચમકી ઊઠી. સાંજના આળા લાંબા થવા માંડ્યા ત્યારે જુઆન ટોમસે કિનેને પૂછ્યું, “તું કઈ દિશામાં જવા માગે છે, ભાઈ?” “ ઉત્તર તરફ. મેં સાંભળ્યુ છે કે ઉત્તરમાં ઘણાં શહેરા છે.’’ “ પણ દરિયાકિનારાથી દૂર રહેજે. તેઓ કિનારે કિનારે ફી વળવા એક ટુકડી ભેગી કરી રહ્યા છે. શહેરના લેાકે! તારા પીછે છેડવાના નથી, એમ લાગે છે. તારી પાસે હજુ પેલું મેાતી છે? ” "" ' “હા છે, અને હવે હું તેને ઝટ છેડવાના નથી. મેં તેને અક્ષિસ આપી દીધું હોત, પણ હવે તે તે મારું કમનસીખ તેમ જ મારું જીવન અને ખની ગયું છે. ,, '' જુઆન ટૌમસ જવામમાં એટલું જ બોલ્યા, પવન સારા છે એટલે તમારુ પગેરું ભૂંસાઈ જશે. ’’ જ્યારે ત્રણે જણ તૈયાર થઈ બહાર નીકળ્યાં, ત્યારે જુઆન ટૌમસ ભાઈ ને જોરથી ભેટી પડયો, “ ભગવાન તારું ભલુ કરે ભાઈ; પણ તુ' એ માતીને ફેકી દે તા. સારું. ” કપ Page #79 -------------------------------------------------------------------------- ________________ “ના, મોટા ભાઈ એ મેતી તે મારે જીવ બની રહ્યું છે. એ મોતીને હું ફેંકી દઉં તે પછી મારામાં કશું જીવતર જ નહીં રહે. ભગવાન તમારું પણ ભલું કરે, મેટા ભાઈ.” કિન-દંપતી ચુપકીથી ચાલ્યાં જતાં હતાં. કિને જરા ઉતાવળે ચાલતું હતું અને કેટટોને ઊંચકીને જુઆના પણ ઠેકડા ભરતી સાથે થવા જોર કરતી હતી. કોઈની નજરે ન પડાય તે રીતે તેઓ જતાં હતાં અને કેઈ તેમની નજરે પડ્યું પણ નહિ. પવન હવે પડી ગયું હતું, એટલે પિતાનું પગેરું પાછળ ન રહે તે માટે ગાડાના ચીલામાં જ પગ મૂકીને કિને ચાલતે હતે. જુઆના પણ તેમ જ ચાલતી હતી. ખ્યાલ એ હતું કે, વહેલી સવારે પસાર થનારા ગાડાના પિડાથી બધાં પગલાં આપોઆપ ભુંસાઈ જશે. આખી રાત તેઓ એ પ્રમાણે એકસરખા વેગથી ચાલ્યાં. સવારના પ્રકાશ થયે એટલે કિએ દિવસ દરમ્યાન છુપાઈ રહેવા માટે આસપાસ નજર કરી. થોડે દૂર એક ઝાડી આગળ જોઈતી જગા મળી ગઈ. કિનેએ જુઆનાને ત્યાં બેસાડી અને પછી એક Page #80 -------------------------------------------------------------------------- ________________ ઝરડું લઈ રસ્તાથી તે એ ઝાડી સુધીનાં પગલાં વાળી નાખ્યાં. થોડી વારમાં એક ગાડું દૂરથી આવતું હોય તેવો અવાજ આવ્યું. કિને બાજુએ છુપાઈ ગયે. ગાડું પસાર થયા પછી તે ચીલામાં જઈ આવ્યું તે બધાં પગલાં ભૂંસાઈ ગયાં હતાં! પછી તે પોતાનાં પગલાં ભૂંસાય તેમ પાછળ ઝરડું ખેંચતે ખેંચતે જુઆના પાસે આવ્યા. ભાભીએ આપેલું ખાવાનું બંનેએ ખાઈ લીધું. કિનારાથી દૂરના ભાગમાં હોવાથી સૂર્યને તડકો ખાસો ગરમ હતો. જુઆના થડે આરામ કરીને ઊડી, ત્યારે કિને આસપાસ તાકીને જોઈ રહ્યો હતો. તે ન જુઆનાએ તેને પૂછ્યું, “એ લોકો આપણો પિ છે પકડે એમ તમને લાગે છે?” “જરૂર, તેઓ પ્રયત્ન કરવાના. જેઓ આપણને ખેળી કાઢે તેમના હાથમાં મતી આવે ને!” જુઆનાએ કહ્યું, “કદાચ પેલા ઝવેરીઓની વાત સાચી જ હોય અને આ મેતીની કશી કિંમત જ ન હોય. કદાચ આપણે ખોટી ભ્રમણામાં જ પડ્યાં હાઈએ!” કિનાએ તરત ખીસામાં સંતાડી રાખેલું મોતી બહાર કાઢ્યું. પછી હથેલીમાં તેને રાખી તેના તરફ Page #81 -------------------------------------------------------------------------- ________________ ૮ ખાટી લાંખી નજર કરી જોયા બાદ તે બાલ્યા, વાત; જો આ મેાતી કશા કામનું જ નહાત, તાં તેઓએ મને મારી નાખવા કે મેાતીને ચારી જવા આટલા પ્રયત્ન કર્યો જ ન હોત.” “ તમને કાણે માર્યા હતા એ તમે જાણા છે ? પેલા ઝવેરીઆ હશે?” મે જોયા ન હતા, મને ખબર નથી.” કિનેાએ માતાને પેાતાનાં કપડાંમાં પાછુ' સંતાડી દીધું. થોડી વારે ઉર્જાગરાથી અને થાકથી તે આડ પડયો અને ઘસઘસાટ ઊંઘી ગયા. જુઆના તેના માં ઉપરથી માખા ઉરાડતી જાગતી બેસી રહી. કેાયેાટીટો જાગતા ત્યારે તે તેને પેાતાના પગ ઉપર સુવાડતી અને તે હાથપગ ઉછાળી હસતા અને કિકિયારીઓ કરતા તે જોયા કરતી. ત્યાં તે કિના અચાનક ઝબકીને બેઠા થઈ ગયા. તે કાન માંડીને દૂર દૂરના અવાજ સાંભળવા લાગ્યા. જુઆનાએ તેને સવાલ પૂછ્યા, પણ તેણે તેને ચૂપ રહેવા જણાવ્યું. તે બેઠે થયેા તથા ઘૂંટણિયે સરકતા રસ્તા તરફ વળ્યો, અને એક ઝુંડની આડમાં રહી રસ્તા તરફ દૂર દૂર જોવા લાગ્યું. $. Page #82 -------------------------------------------------------------------------- ________________ ૨૩ ત્રણ જણ આવતા હતા. બે પગે ચાલતા અને એક ઘેડા ઉપર. પગે ચાલનારા બે જણ નીચા વળી રસ્તા તરફ જોતા જોતા આગળ વધતા હતા. ઘોડા ઉપર બેઠેલાના ખભા પાછળથી રાઈફલનું નાળચું સ્પષ્ટ દેખાતું હતું. કિને એકદમ જડસડ થઈ ગયું. તેણે ઝાંખરા વડે પગલાં ભૂંસી નાખેલી જમીન તરફ નજર કરી. ઝાંખરાના લિસોટા સ્પષ્ટ દેખાતા હતા ! આ પગેરું જાણનારા શિકારીઓની તેને ખબર હતી. આ તરફ શિકાર કરવા માટે બહુ પ્રાણીઓ હતાં જ નહીં, તેમ છતાં પેતાના કસબને જે રે જ તેઓ અહીં શિકાર વડે આજીવિકા ચલાવતા. એવા એ શિકારીએને તેની પાછળ મોકલવામાં આવ્યા હતા! કિનો પિતાનું ધારિયું હાથમાં પકડી તૈયાર થઈ ગયે. મન સાથે તેણે પિતાની યેજના ઘડી કાઢી. જે પિલા લેકે રસ્તા ઉપરથી પિતાની છુપાવાની જગા તરફ વળે, તે તેણે પિલા ઘોડા ઉપર બેઠેલા માણસ ઉપર તૂટી પડવાનું વિચાર્યું. તેને ખતમ Page #83 -------------------------------------------------------------------------- ________________ કરી તેની રાઇફલ ઝટ કબજે કરી લેવી, એ જ એકમાત્ર રસ્તે તેને માટે બાકી રહ્યો હતે. - જુઆનાને પણ પિતાની છુપાવાની જગાએ રહ્યાં રહ્યાં ઘેડાના ડાબડા સંભળાયા. કેટટે તે વખતે જ મકલાઈને અવાજ કરવા લાગ્યું. જુઆનાએ તેને ચૂપ કરવા છાતીએ વળગાડી દીધા. પેલા હવે આગળ વધતા વધતા ઝાંખરાથી સાફ કરેલી જગાએ આવ્યા. ત્યાં તેઓ થોભ્યા, અને જમીનને બરાબર તપાસવા લાગ્યા. ઘડે અચાનક નસકોરાં કુલાવી, કાન ઊંચા કરી હણહણવા લાગે. પેલા પગીએ પાછા વળી ઘેડાના ઊંચા કાન તરફ જોવા લાગ્યા. કિનોએ શ્વાસ બિલકુલ થંભાવી દીધો હતો. તેના ઉપરના હોઠ ઉપર પરસેવાના મોતિયા-ટીપાંની હાર બંધાઈ ગઈ. તેણે લપકવા માટે પિતાના પગના. પંજા જમીન ખેતરી બરાબર જમાવ્યા. પણ કોણ જાણે શું થયું, પેલાએ રરતા ઉપર જ સીધા આગળ ચાલ્યા. છતાં કિને સમજી ગયા કે, તેઓને વહેમ પડ્યો છે અને આટલામાં જ છેડે ચકરાવે લઈ તે પાછા ત્યાં જ આવશે. ઝટપટ જુઆના પાસે પાછો ફર્યો. આ વખતે Page #84 -------------------------------------------------------------------------- ________________ પિતાનાં પગલાં ભૂંસવા તેણે પ્રયત્ન ન કર્યો. સંતાવાની. જગાની આસપાસ હવે ઘણી નિશાનીઓ થઈ ગઈ હતી. થોડાં ડાળઝાંખરાં તેણે વાળેલાં ભાગેલાં, તથા જમીન જરા ખેતરેલી – એ બધું હવે શી રીતે છુપાવવું? એટલે હવે દૂર ભાગી છૂટવું એ જ એક રસ્ત રહેતો હતો. જુઆના પાસે જઈ તે બલ્ય, પગેરું કાઢનારા શિકારીઓ પાછળ પડ્યા છે; ચાલ ભાગીએ જલદી.” પણ આટલું બોલ્યા પછી તરત તેને મેં ઉપર હતાશા અને અસહાયતાની ઘેરી છાયા ફરી વળી. તે બે , કંઈ નથી જવું; ભલે એ લોકે મને પકડી જાય.” પણ જુઆના એકદમ ઊઠીને બેઠી થઈ ગઈ. તે બેલી, “તમારી પાસે મોતી છે. તેઓ તમને સાથે જીવતા લઈ જાય એમ તમે માનો છે ? તેમને મેતી જોઈએ છે. તમને જીવતા સાથે લઈ જાય તો મેતી. તેમને શી રીતે મળે ?” જુઆનાના શબ્દો સાંભળતાં જ કિનના પગમાં જેર પાછું આવ્યું. તે બોલ્યો, “ચાલ, આપણે પહાડોમાં ચાલ્યાં જઈએ; કદાચ પહાડોમાં જવાથી, આપણે આપણે પીછો છોડાવી શકીશું.” Page #85 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ઉતાવળમાં પિતાની થેલીઓ તથા તૂમડાં વગેરે માલમતા જમીન ઉપરથી સમેટી લઈને ડાબા હાથમાં કિનાએ ઉપાડી લીધી અને જમણે હાથથી પિતાનું ધારિયું ઘુમાવતો તે આગળ ચાલ્યા. પશ્ચિમ તરફના ઊંચા પર્વતો તરફ તેઓએ ઝડપથી પગલાં ઉપાડયાં. સૂર્યનો તડકે ધેમ ધખતો હતો. કોઈ જાનવર શિકારીઓથી બચવા નાસે, ત્યારે જેમ વધુમાં વધુ ઊંચી કે દુર્ગમ જગા તરફ જ વળે, તેવું કિનોનું હતું. એ આ પ્રદેશ પાણી વિનાને હતો. પાણ સંઘરનારાં કેકટસ ઝાડ સિવાય બીજી કઈ વનસ્પતિ ત્યાં થાય નહિ; અને ખૂબ ઊંડે મૂળ નાખી છેડે ભેજ મેળવી જીવી શકનાર અમુક ઘાસ સિવાય બીજું તણખલું પણ જોવા ન મળે. એ બધા ખડક પણ પાણીથી ઘસાઈને ગેળ કે લંબગોળ બનેલા ન હતા; કેવળ મેટા મોટા શકુઓ કે ખૂણુંદાર શલ્યાએ જ હતી. કિન જાણતો હતો કે, પેિલા પગેરું શોધનારાએ થોડાક જ આગળ જઈને, પગેરું ન મળતાં ઝાંખરાથી Page #86 -------------------------------------------------------------------------- ________________ ભૂસેલી જગાએ પાછા વળશે, અને પછી તો તેમને અમારી નિશાનીઓ હાથ લાગતાં વાર લાગવાની નથી. કિનના મગજમાં અનિષ્ટનું સ્તોત્ર ગાજવા લાગ્યું અને હદયમાં શ્વાસની બમણુ. રસ્તો ઊંચે ને ઊંચે ચડતો જતો હતો. પણ હવે કિનોએ પિતાને પીછો પકડનારાઓ વચ્ચે થોડું અંતર પાડી દીધું હતું. એક ચડાણ આવતાં તે છે અને ઊંચી શિલા ઉપર ઊભો થઈ પીછે પકડનારા કઈ બાજુ છે તે જોવા લાગે. પણ તેને કઈ નજરે પડ્યું નહિ. જુઆના એક કરાડની છાયામાં બેસી ગઈ અને કોટીને પાણું ટેવા લાગી. કિન પાછા આવ્યા ત્યારે તેના ઢીંચણ અને ઘૂંટણને ઘસરકા પડ્યા હતા. તે બોલ્યા, “જુઆના, તું અહીં જરા સંતાઈ રહી ભી જા. હું પેલાઓને મારી પાછળ પાછળ પર્વતોમાં ખેંચી જઇશ. પેલાઓ મારી પાછળ દૂર ચાલ્યા આવે, પછી તુ લૌટે કે સાન્ટા રેઝાલિયા તરફ જજે. હું જે તેઓના હાથમાંથી છટકી નીકળીશ, તો ત્યાં આવીને તને મળીશ. એ એક જ રાતે સહીસલામત લાગે છે.” જુઆના તેની આંખે સામે ક્ષણભર તાકી રહી, પછી તે બેલી, “ના, આપણે હવે સાથે જ રહીશું.” Page #87 -------------------------------------------------------------------------- ________________ કિને જરા કઠેર થઈને બે, “પણ હું જરા જલદી ભાગી શકું તેમ છું. તું મારી સાથે રહીશ તો આપણું બાળકને જોખમમાં નાખીશ.” “ના” જુઆનાએ મક્કમપણે જવાબ આપી દીધું. કિનોએ જુઆનાના મોં ઉપર નિર્બળતા કે ડર કે અનિશ્ચિતતાનું લક્ષણ જેવા પ્રયત્ન કર્યો. પણ તેના મોં ઉપર મક્કમ નિરધાર જ છવાઈ રહેલે હતો. કિનોને તે જોઈ પાછું જેર આવ્યું. આ વખતે તેઓ ચાલવા માંડ્યાં ત્યારે તેઓ ભયથી ડરીને ભાગતાં ન હતાં. કિને હવે એવા પથ્થર ઉપર પગ મૂકી મૂકીને ચાલતો હતો કે જેથી પગેરું કાઢનારાઓને નિશાની જ ન મળે. અને તેઓ આસપાસ ઘૂમીને પાછી કાંઈક નિશાની મેળવે, ત્યાં સુધી તેને પીછે પકડવામાં મોડું થાય. કેઈ કોઈ વાર તે આડે રસ્તે દૂર સુધી જઈ આવી નિશાનીઓ મૂકી આવતો. સૂર્ય હવે આથમતો જતો હતા અને કિનેએ પર્વતમાળાના એક ચીરા તરફ નજર રાખીને આગળ વધવા માંડ્યું. જે ક્યાંય પાણીને સંભવ હોય તો તે ત્યાં જ હતો, કારણ કે ત્યાં બેડી ઝાડી જેવું Page #88 -------------------------------------------------------------------------- ________________ પણ દેખાતું હતું. અને પર્વતમાળાને વીંધીને પાર જવાને કોઈ માર્ગ હોય તો તે પણ એ ચીરામાં થઈને જ હોઈ શકે. પેલા પીછો પકડનારાને પણ એ જ ખ્યાલ આવે એને ડર ખરો જ. પરંતુ હવે સાથેની મશકમાં પાણી જ રહ્યું ન હતું, એટલે એ તરફ ગયા વિના છૂટકે જ ન હતો. થાકેલાં હાંફતાં એ દંપતીએ તે તરફ પોતાનાં ધીમાં પગલાં મક્કમપણે ભરવા માંડયાં. પર્વતમાં ઊંચે મૂકતા શિખરની નીચે એક ઝરણું છમછમ કરતું વહેતું હતું. ઉનાળામાં ઓગળતા રહ્યાહ્યા બરફના પાણીથી તેમાં વધારો થત; અવારનવાર તેને વહેળે છેક જ સુકાઈ જતો. પણ આ ઝરણાના મૂળ આગળ પાણી ચાલુ બહાર નીકળ્યા કરતું અને તેથી આસપાસ થોડો ભેજ અને વનસ્પતિ કાયમ રહેતાં. | માઈલોથી પ્રાણીઓ રાતને વખતે ત્યાં પાણી પીવા આવતાં અને એકબીજાને આધારે જીવનાર જળચર-સ્થળચર-નભચર જીવેનું એક સંસ્થાન ત્યાં ખડું થયું હતું. Page #89 -------------------------------------------------------------------------- ________________ ૨૫ કિને અને જુના હાંફતાં હતાં થાકીને ઝરણું ‘પાસે આવી પહોંચ્યાં, ત્યારે સૂર્ય પર્વતમાળાની પાછળ ઢળી ગયો હતો. જુઆનાએ કેટીટેનું મેં પાણીથી ધોયું, અને પિતાની મશક ભરી લીધી. કોટી હવે અકળાયો હતો અને તે પોતાને અણગમે હાથપગ ઉછાળીને તથા ચીસ પાડીને વ્યક્ત કરવા લાગે. જુઆનાએ તેને અવાજ બંધ - કરવા તેને ધવરાવવા માંડ્યો. કિને પણ હાથ-મોં ધોઈ, પાણી પી, ત્યાં લાંબે થઈને આડે પડ્યા. પણ, પણ, આ શું? દૂર નીચે પેલા બે શિકારીઓ ઉપર આવતા ચેખા દેખાતા હતા. તેઓ નાની મંકેડી જેવા જ દેખાતા હતા. પાછળ એક ત્રીજી મેટી મંકેડી હતી. જુઆનાએ પણ તે તરફ નજર કરી. તેઓ કેટલે દૂર છે?” જુઆનાએ શાંતિથી પૂછયું. “રાત પડતાં તેઓ અહીં આવી રહેશે, એમ લાગે છે.” Page #90 -------------------------------------------------------------------------- ________________ કિને આસપાસ નજર કરવા લાગ્યા. ત્રીસેક હાથની ઊંચાઈએ એક કરાડમાં ડી બખેલે થઈ હોય તેવું તેણે જોયું. તેણે પોતાનાં જૂતાં કાઢી નાખ્યાં. અને ગમે તેમ ટેકો મેળવી તે ઉપર ચડ્યો. ગુફાઓ ડી ડી જ ઊંડી હતી. પણ તેમનું ઊંડાણ અંદરની તરફ ઢળતું હતું. કિનો એક મોટી બખોલમાં પેસીને જેવા લાગે; તેને ખાતરી થઈ કે બહારથી કઈ તેને ત્યાં દેખી ન શકે. જુઆનાએ પાણીની મશક પાછી ભરી લીધી. પછી કિનેએ તેને પેલી બખેલમાં ચડી જવામાં મદદ કરી. ત્યાર બાદ તેણે બધો સરસામાન પણ ઉપર મૂકી આપે. કિને ત્યાં આવવાને બદલે જુદી જ ટેકરી તરફ, વળ્યો. જતાં જતાં તે સારી પેઠે નિશાનીઓ પાછળ મૂકવા લાગ્યું. પછી ચાલાકીથી તે પિતે નીચે ઊતરીને, જુઆના પાસે પહોંચી ગયે. પેલા લકે એ ટી ટેકરી ઉપર ચડવા માંડશે. કે આપણે તરત નીચે ઊતરી જઈશું. મને એટલી જ બીક લાગે છે કે, ક્યાંક કેટટો રડી પડે અને આપણું સંતાવાનું ઠેકાણું જણાઈ જાય. માટે તું ગમે તેમ કરીને તેને રડવા ન દઇશ.” Page #91 -------------------------------------------------------------------------- ________________ “ના, તે નહીં રડે.” એટલું કહી જુઆનાએ પ્રેમથી બાળકને ઊંચું કરી ખેલાવ્યું. “જુઓ કે સમજણ છે?” એમ કહી જુઆના હસી પડી. કિનો હવે બખોલના માં આગળ પિતાનું મેં રહે તે રીતે લાંબે થઈને સૂઈ ગયે. પીછા પકડનારાઓને ઝરણાં સુધી આવતાં બહુ વાર લાગી. કિનેએ ચારે તરફ એવી ખોટી નિશાનીઓ મૂક્યા કરી હતી કે, તેઓ નિશ્ચયપૂર્વક સીધાસટ તેઆની પાછળ આવતા જ નહતા. ત્રણે જણા હવે પગે જ ચાલતા હતા. ઘોડે અહીં આવી શકે તેમ નહતું. અંધારામ પેલા લેકે ઝરણુ પાસે આવીને બેઠા તથા સિગારેટ સળગાવી આરામ કરવા લાગ્યા. તેઓએ ભાથું છેડીને ડું ખાધું અને રાત પૂરતા ત્યાં જ પડાવ નાખવાના હોય તેમ સૂતા. બે જણાં ટૂંટિયું વળી આડા પડયા અને રાઈફલવાળા ત્રીજો જાગતો બેસી રહ્યો. ઝરણાં આગળ રાતે પાણી પીવા આવનારાં પ્રાણીઓ માણસની ગંધથી ભડકી પાછાં ફરવા લાગ્યાં. કિને. ધીમે ધીમે જુઆનાના કાન પાસે મેં લાવીને ગુસપુસ કરતો બેભે, “એક વિચાર સૂઝે Page #92 -------------------------------------------------------------------------- ________________ છે. હું પેલા રાઈફલવાળા પાસે જઈ તેની રાઈફલ પડાવી લઉં. પેલા બે તે ઊંધે છે. હજુ ચંદ્ર ઊગવાને વાર છે ત્યાં સુધી અંધારામાં તેઓની પાસે હું જઈ પહોંચીશ.” જુઆના મૂંઝાઈ ગઈ. “પણ તેઓ તમને મારી નાખશે. તમારાં ઘેળાં કપડાં તેમને નાહ દેખાય એમ તમે માને છે ?” કપડાં તે હું અહીં ઉતારતો જઈશ. જે તેઓ મને મારી નાખે, તે તું અહીં જ ચૂપચાપ સૂઈ રહેજે. પછી તેઓ ચાલ્યા જાય ત્યારે તું લૌરેટે જજે.” " જુઆનાએ તેનું કાંડું પકડી રાખ્યું. પણ હવે બીજો રસ્તો જ નથી. સવારના તે તેઓ આપણને અહીં તરત શુધી કાટશે.” જુઆનાનો અવાજ જરા ધ્રુજે. “જાઓ, ભગવાન તમારું ભલું કરે.” કિનોએ જુઆનાનું મોં પાસે લાવીને તે સામે ડી વાર જોઈ લીધું. પછી કેટીટોના માથા ઉપર હાથ ફેરવી થોડા આશીર્વાદના શબ્દો ભણે લીધા. | જુઆનાનો શ્વાસ થંભી ગયે. Page #93 -------------------------------------------------------------------------- ________________ કિનો અવાજ ન થાય તેમ શી રીતે નીચે ઊતર્યો, તેનું વર્ણન કરવું અશક્ય છે. જાન સટોસટને ખેલ ખેલતાં બધાં પ્રાણીઓમાં એ જાતનું બળ તથા કુશળતા આપોઆપ આવી જાય છે. પણ નીચે પહોંચ્યા પછી તેને લાગ્યું કે, પેલા રાઈફલવાળાની આસપાસ એટલી ખુલ્લી જગા હતી કે દેખાયા વિના તેની પાસે પહોંચાય તેમ નહોતું. - વીસ ડગલાં જ હવે દૂર રહ્યાં હતાં. પણ કિને ને આટલે સુધી છુપાઈને આવતાં બહુ વાર લાગી હતી. ચંદ્રની કિનારી પર્વત ઉપરથી અચાનક ઊંચી આવી. કિને એકદમ નીચે નમી ગયે. પેલા રાઈફલવાળાએ ચંદ્ર સામે નજર કરીને બીજી સિગારેટ સળગાવી. હવે કયે પાલવે તેમ નહોતું. રાઈફલવાળે મોં ફેરવે કે તરત તેના ઉપર ધસી જવું જ જોઈએ. કિનના પગ લપકવા માટે તૈયાર થઈ ગયા. પણ એટલામાં ઉપરથી બાળકના રડવાનો અવાજ સંભળાયે. પેલે રાઈફલવાળે એકદમ ચંકીને ઊભે Page #94 -------------------------------------------------------------------------- ________________ થઈ ગયે. સૂતેલાઓમાંનો એક જણ જરા સળવળ્યો અને પૂછવા લાગ્યો, “શું છે?” ' “કેણ જાણે, પણ કોઈને રડવાનો અવાજ આવ્યું હોય એમ લાગ્યું. જાણે કોઈ છોકરું રડતું હેય તે અવાજ સૂતેલો માણસ છે, “વરુની બેડ આસપાસ હશે તેનાં બચ્ચાં બરાબર છેક રડતું હોય તે અવાજ કરે છે.” ( કિનાના કપાળેથી પરસેવે નીતરવા લાગે. કારણ કે પેલે રડવાનો અવાજ ફરીથી આવ્યું. અને. રાઈફલવાળાએ ઊંચે પેલી બખેલ તરફ નજર કરી તથા રાઈફલને ઘોડે ચડાવીને કહ્યું, “જે વરુની. બેડ હશે તે આ એક બાર તેને ચૂપ કરી દેશે.” પિલાએ રાઇફલ તાકી તે વખતે જ કિને તેના ઉપર લપડ્યો, પરંતુ તે હવામાં અધવચ હશે ને. રાઈફલની ગળી છૂટી. કિનનું ધારિયું પેલાના ગળા ઉપર બરાબર પડ્યું. કિનાએ તેની રાઈફલ ઝૂંટવી લીધી. કિનોને ખાતરી થઈ ગઈ કે, રાઈફલની છૂટેલી ગોળીએ જુઆના કે કે ટીટે કે બંનેના પ્રાણ લીધા જ હશે. હવે તે મરણિયે. બની ગયું હતું Page #95 -------------------------------------------------------------------------- ________________ રાઈફલવાળાના તો તક્ષણ કપાઈને બે ટુકડા થઈ ગયા. સૂતેલામાંને એક ઊડીને બેઠે થયે તેવામાં તે તરબૂચની પેઠે વઢાઈ ગયે. ત્રીજો માણસ કાચબાની પેઠે સરકીને ઝરણના ખાબોચિયામાં પડશે અને ઉપર ચડવા ફાંફાં મારવા લાગ્યું. કિનેએ રાઈફલને ઘોડે ચડાવી નિશાન લીધું અને પેલો પાછો ગબડી પડ્યા. કિને તેની પાસે દેડી ગયો અને તેની ફાટેલી આંખે વચ્ચે બીજી ગાળી તેણે દાબી દીધી. કિનોને ભાન જેવું જ રહ્યું ન હતું. પણ, અચાનક ગુફામાંથી આવેલી મરણપોકે તે ભાનમાં એ આવ્યું. લા-પાઝના સૌ કોઈને એ દંપતી કેવી હાલતમાં પાછાં ફર્યા તેની ખબર છે. કેટલાંક ઘરડેરાંઓએ તે તે નજરે પણ જોયું હશે. પણ જેમને તેમના બાપદાદા પાસેથી સાંભળવા મળ્યું હશે તેઓને પણ એ હકીકત યાદ છે. નમતે પહેર થયે હતું અને થોડાક નાના Page #96 -------------------------------------------------------------------------- ________________ છોકરા ગાંડાની પેઠે દોડતા દોડતા ઝુંપડાં તરફ આવ્યા અને ખખર લાવ્યા કે કિના અને જુઆના પાછાં આવે છે. દરેક જણ તેમને જોવા નીકળ્યું. સૂર્ય પશ્ચિમના પર્વત પાછળ આથમવાની તૈયારીમાં હતા, અને અધા પડછાયા લાંખા થઈ ગયા હતા. પેલાં બે જણ ગામડાના રસ્તેથી શહેર તરફ આવ્યાં. કિના અને જુઆના સાથે જ ચાલતાં હતાં. સૂર્ય તેમની પાછળ હાવાથી તેમના પડછાયા આગળ આગળ દૂર સુધી પડતા હતા. તેના હાથમાં કશુ પકડેલું હતું, જેને અધારિયા પડછાયા ઊંચા ઊંચા દેખાતા હતા. કિનાના હાથમાં રાઇફલ હતી અને જુઆનાના હાથમાં આછાડમાં લપેટલું કશુ પોટલુ. એછાડ ઉપર સુકાયેલા લોહીની પરપાટીએ બાઝી હતી. જુઆનાના ચહેરા કાર હતા, અને થાક સામે ઝૂઝતાં ધારણ કરેલેા અકડાટ તેના શરીરમાં વ્યાપી રહેલા હતા. તે આ પૃથ્વી ઉપરથી સ્વર્ગ જેટલી દૂર પહોંચી ગઈ હોય તેવી દેખાતી હતી. <3.. Page #97 -------------------------------------------------------------------------- ________________ લેાકેા કહે છે કે, તે બે માણસ જેવાં માણસ લાગતાં જ ન હતાં. અને ઘાર તાવણીમાંથી બહાર નીકળ્યાં હાય તેવાં હતાં અને તેમની . આસપાસ જાદુઈ કૂંડાળુ હતુ, જે તેમનું રક્ષણ કરી રહ્યું હતું કોઈ તેમની પાસે જઈ શકયું નહીં કે તેમની સાથે મેલી શકયું નહીં. કના અને જુઆના શહેરમાં થઈને ચાલ્યાં આવ્યાં. પણ તેમને જાણે શહેર જેવી કેાઈ ચીજ દેખાતી જ ન હતી. તે આસપાસ જોયા વિના સીધી ને સીધી નજરે ચાલ્યાં જતાં હતાં. શહેરમાં ઝવેરીઓ અને તેમના નેકરે! ખારીઓની જાળીઓ પાછળથી. તેમના તરફ તાકીને જોઈ રહ્યા. માતાઓએ બાળકેનાં માં ઝટપટ ઢાંકી દીધાં. ઝૂંપડાં પાસે આવતાં તેમના જાતભાઈઓએ દૂર ખસી જઈ તેમને મારગ આપ્યા. જુઆન ટોમસે હાથ ઊંચા કરી તેમને આવકાર આપ્યા. પણ તે કાંઈ ખેલી શક્યો નહીં, તેમ જ તેને હાથ પણ કઈક અનિશ્ચિતતામાં ઊંચા જ રહ્યો. કિનાના કાનમાં કુટુ અસ્તેાત્ર રણહાક પેઠે ગાજી * Page #98 -------------------------------------------------------------------------- ________________ હ્યું હતું. તેને કશું દેખાતું નહોતું અને તેનો દેખાવ ભયંકર હતા. પિતાના બળી ગયેલા ઝૂંપડા તરફ નજર પણ કર્યા વિના તેઓ બંને જણ દરિયાકિનારા તરફ આગળ વધ્યાં. ત્યાં પડેલી પોતાની ભાંગેલી હેડી તરફ પણ તેમણે નજર કરી નહીં. જ્યારે તેઓ પાણીના કિનારા આગળ આવ્યાં, ત્યારે તેઓ છેલ્યાં. તેમણે અખાત તરફ હર હર નજર કરી લીધી પછી કિનએ રાઇફલ નીચે મૂકી અને કપડાંમાંથી મેતીને ફફળી કાઢ્યું. તેણે તેના ઉપર નજર નાખી. તેમાંથી હવે તેને અનિષ્ટ ચહેરા તાકી રહેલા દેખાયા. તેમાં તેને આગના ભડકા દેખાયા. તેમાં તેને પેલા ઝરણુના ખાબોચિયામાં પડેલા માણસની ફાટેલી આંખે દેખાઈ. તેમ જ તેમાં તેને નાની ગુફામાં પડેલે કોટટ દેખાય – તેની ખાપરી રાઈફલની ગેળીથી ઊડી ગઈ હતી. - એ મતી તેને નર્યા અનિષ્ટથી ભરેલું દેખાયું. તે ધીમેથી જુઆના તરફ વળ્યો. તે પાસે જ ઊભી હતી. તેના હાથમાં કોયોટીટોના શબનું પિટલું હતું. કિનોએ પિતાના હાથનું મેતી તેના તરફ ધયું”. Page #99 -------------------------------------------------------------------------- ________________ * 23 w ..! VA Page #100 -------------------------------------------------------------------------- ________________ જુઆનાએ તેના તરફ ક્ષણભર નજર કરીને કહ્યું, “ના, તમે.” અને કિનેએ હાથ ઊંચા કરી પેાતાના અષા જોરથી એ મેાતી દૂર દરિયામાં ફેંક્યુ', કિને અને જુઆનાએ એમાતીને, પેાતાની પાછળ પ્રકાશની લિસાટી દોરતુ દૂર દરિયામાં છપ દઈ ને પડતું જોયું તથા સાંભળ્યું. અને સાથે જ ઊભાં રહી તે તરફ જોઈ રહ્યાં. એ માતીનું સ્તેાત્ર પણ પાણીના એ ઘેરા આછાડમાં શાંત થઈ ગયું. Page #101 -------------------------------------------------------------------------- ________________ બાપાશના ૧. ભારત પર ચડાઈ : ચીને ભારત પર કરેલા આક્રમણને ચિતાર આપતું પુસ્તક. નકશા સાથે, કિં. ૭૫ ન. પૈસા ૨. આશા અને ધીરજ : અલેક્ઝાન્ડર ડૂમાકૃત ‘કાઉન્ટ મેન્ટેક્રિસ્ટો' કિ. ૪. ૫૦, ૩. મેતીની માચા: (આ પુસ્તક પેતે) ૪. વિચારમાળા ‘સત્યાગ્રહ’ના અગ્રલેખ ઉપર આવતી સુંદર વિચારકલિકાએ તથા અન્ય સુવાક્યોના સંગ્રહ (છપાય છે), ૫. ચિ’તન-મણિમાળા : ચિંતામણિ જેવાં સુંદર વેધક સુવાકયેા-સુભાષિતાને સંગ્રહ ‘નવજીવન’ માસિકમાંથી વીણેલેા (છપાય છે). ૬. ગીતાનું પ્રસ્થાન : શ્રી. મગનભાઈ પ્રભુદાસ દેસાઈએ મહાભાર ના યુદ્દના મંડાણ પહેલા તેનાં પાત્રોની પ્રવૃત્તિ વિષે લખેલી રસિક લેખમાળા, ગીતા કચા સન્ત્રગેમાં ઉપદેશાઈ તે -સમજવા માટે ઉપયોગી (પાય છે). જૅકેટ : ધરતી મુદ્રણાલય, અમદાવાદ Page #102 -------------------------------------------------------------------------- ________________ -For Private & Personal use only