SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ એવું એક મોતી તે દેશના વતનીના હાથમાં આવત, ગોરાઓના સંપર્ક તેના મનમાં તૃષ્ણાની આગ કેવી રીતે ભભૂકી ઊઠી, અને તેણે તેનું ઘર-કુટુંબ-જીવન ભસ્મીભૂત કર્યા, તેની આ હૃદયંગમ લોકકથા છે. લેકકથામાં હોતા બધા ગુણે તેમાં છે. એ કથા લેકીને અમુક હિતોપદેશ ઠસાવવા અર્થે છે, તેમ જ તેમાં તે જાતની સીધીસાદી સરળતા પણ છે. પ્રસિદ્ધ અમેરિકન લેખક જૈન સ્ટાઈનબૅકને કસબી હાથ તેના ઉપર ફર્યો છે એ ખરું, પરંતુ તેણે તેને આધુનિક વાચકને ગમી શકે એવા ઘાટમાં ઘડી આપી છે એટલું જ. એ ચેપડીને આ ટૂંકો છાયાનુવાદ છે. લોકકથાના રસિયા આપ સૌને તો તે આપણી કોઈ દૂર ચાલી ગયેલી અને પાછી આવેલી સગી હોય, એમ જ લાગશે. ગાંધી જયંતી, નેપાળદાસ જીવાભાઈ પટેલ ૨-૧૦-'૧૨ તા. ક. “પર્લ'ના લેખક જોન સ્ટાઈનબૅકને ૧૯૬૨ના વર્ષનું સાહિત્ય માટેનું નોબલ ઈનામ એનાયત થયું છે, એવી જાહેરાત તા. ૨૫-૧૦-'૧૨ ના રોજ થઈ છે, એ અત્રે નેધતાં આનંદ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005196
Book TitleMotini Maya
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1963
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy