SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ સાથે એકરૂપ થવું એ કેવી પ્રાણદાયી વસ્તુ છે, તે હજુ કિને ભૂલ્યા નહોતે. ઉન્માદક પીણુના ચાબખા મારી મારીને કરેલા મેડી રાતના ઉજાગરા આ લકેના પ્રાતઃકાળને ઘેનમાં ડુબાવી દેતા ન હતા કે સવારથી જ શરૂ થતું તૃષ્ણ-પ્રવૃત્તિ-ચક આ લોકોને પોતાના ઘુમરાવામાં અટવાવી દેતું ન હતું. રોટલા ઘડી રહ્યા બાદ જુઆનાએ કોટીને તેના પારણાના શકામાંથી લઈને સાફ કર્યો તથા પાછ દેરડાના શીંકામાં મૂકી દીધો. કિને હવે ઝૂંપડામાં આવી ચૂલા પાસે બેસી ગરમ ગરમ ટલે ચટણી સાથે ખાવા લાગ્યો. કિનાએ ટીમ પૂરું કર્યું એટલે જુઆના ચૂલા પાસે આવીને ખાવા લાગી. - સૂર્યનાં કિરણ ઝૂંપડામાં પેસીને કોટેટોના શિકા ઉપર સંતાકૂકડી રમવા લાગ્યાં. અચાનક કિને જડસડ થઈ ગયે. તેની નજર શીંકાના દોરડા ઉપરથી ઊતરતા વીંછી ઉપર ચોંટી ગઈ. જુઆનાની નજર પણ પાછળ પછી ત્યાં પહોંચી. | કિનાં નસકોરાં સુસવાટા મારવા લાગ્યાં. તેના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005196
Book TitleMotini Maya
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1963
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy