________________
છોકરા ગાંડાની પેઠે દોડતા
દોડતા ઝુંપડાં તરફ આવ્યા અને ખખર લાવ્યા કે કિના અને જુઆના પાછાં આવે છે.
દરેક જણ તેમને જોવા નીકળ્યું. સૂર્ય પશ્ચિમના પર્વત પાછળ આથમવાની તૈયારીમાં હતા, અને અધા પડછાયા લાંખા થઈ ગયા હતા.
પેલાં બે જણ ગામડાના રસ્તેથી શહેર તરફ આવ્યાં. કિના અને જુઆના સાથે જ ચાલતાં હતાં. સૂર્ય તેમની પાછળ હાવાથી તેમના પડછાયા આગળ આગળ દૂર સુધી પડતા હતા. તેના હાથમાં કશુ પકડેલું હતું, જેને અધારિયા પડછાયા ઊંચા ઊંચા દેખાતા હતા. કિનાના હાથમાં રાઇફલ હતી અને જુઆનાના હાથમાં આછાડમાં લપેટલું કશુ પોટલુ. એછાડ ઉપર સુકાયેલા લોહીની પરપાટીએ બાઝી હતી.
જુઆનાના ચહેરા કાર હતા, અને થાક સામે ઝૂઝતાં ધારણ કરેલેા અકડાટ તેના શરીરમાં વ્યાપી રહેલા હતા. તે આ પૃથ્વી ઉપરથી સ્વર્ગ જેટલી દૂર પહોંચી ગઈ હોય તેવી દેખાતી હતી.
Jain Education International
For Private & Personal Use Only
<3..
www.jainelibrary.org