________________
મળીને ક્યારની સંતલસ કરી લીધી હતી.
પહેલા ઝવેરીએ બધાને આવકાર આપ્યું. અને જાણે પોતે કશું ન જાણતા હોય તેમ પૂછ્યું, “તમારી શી સેવા બજાવું, ભાઈ ?”
કિનોએ પિતાના ગજવામાં અમુક ચીજોમાં વીંટાળી રાખેલું મોતી કાઢતાં કહ્યું, “મારે એક મોતી વેચવાનું છે.”
જુઆન ટૉમસ કિનીના આ સીધાસાદા શબ્દોથી અકળાયે. તેણે કહ્યું, “અરે મોટું મોતી – વિશ્વપ્રકાશ મોતી!”
ઝવેરીએ હેઠ મરડીને કહ્યું, “લે, કર વાત! મોટું મોતી! કોઈ કોઈ વાર માણસે બાર-બાર મોતી લઈને આવે છે, પણ બધાં ફટાકિયાં હોય છે. પણ હું તારું મોતી જેઉં અને જે સારું હશે તે તેની કિંમત કરીને જરૂર વધુમાં વધુ પૈસા આપીશ.”
કિનોએ ધીમેથી બધાં વીંટણ ઉકેલવા માંડ્યાં અને પછી ગર્વથી ફુલાતાં નસકોરાં સાથે ઝવેરીની કાળા મખમલથી મઢેલી થાળીમાં પોતાનું મોતી સાચવીને મૂકયું.
ઝવેરીના મોં ઉપર તે મોતી જોતાંવેંત ધાર્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org