________________
કિન હવે ઉશ્કેરાઈ ગયેઃ “અરે, એના તે પચાસ હજાર છે પણ ઓછા પડે. તું જાણે છે, પણ મને છેતરવા માગે છે!”
આખા ટોળામાં ઝવેરીએ કહેલી કિંમત સાંભળી એક પ્રકારને ઉશ્કેરાટ વ્યાપી રહ્યો. ઝવેરીને હવે બીક લાગવા માંડી.
તેણે તાબડતોબ કહ્યું, “ભાઈ, મારા ઉપર ગુસ્સે થવાની જરૂર નથી. તમારે જોઈએ તે બીજાઓને બતાવી જુઓ. અથવા બીજા ઝવેરીઓને અહીં બોલાવવા હોય તે અહીં જ બેલા, જેથી અમારે સંતલસ છે એવું પણ ન લાગે.” આટલું બોલતાંની સાથે, તેણે અગાઉથી ગોઠવી રાખ્યા પ્રમાણે, પિતાના નોકરને બૂમ પાડીને કહ્યું, “જા ફલાણાભાઈને–ફલાણાભાઈને અહીં બેલાવી લાવ. શા માટે બેલાવીએ છીએ તે કહીશ નહીં. અહીં જરા આવી જવાનું જ માત્ર કહેજે.”
કિનોના જાતભાઈઓ હવે અંદર અંદર ગુસપુસ કરવા લાગ્યાઃ તેમને આવું કંઈક થશે એવી બીક જ હતી, મોતી મોટું હતું, પણ તેને રંગ વિચિત્ર હો; પહેલેથી જ તેમને શંકા હતી કે, મોતી બહુ કીમતી નહીં હૈય; અને હજાર જે કંઈ નાની રકમ ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org