________________
ભમી રહ્યા છે તથા તે બહાર નીકળે તેની રાહ જોઈ રહ્યા છે. તેને જમણે હાથ કટાર ઉપર પહોંચ્યું, તેની આંખે ફાટી ગઈ, અને તે બારણું તરફ ચાલ્ય.
તેને બહાર જતા અટકાવવાની જુઆનાને ઈરછા થઈ આવી, તથા તેણે રિકવા પિતાનો હાથ ઊંચો પણ કર્યો. કિને થોડી વાર દૂર અંધારામાં કંઈક જોઈ રહ્યો અને પછી બહાર નીકળ્યો. થોડી વારમાં પગલાંને દડબડાટ સંભળાયે; થોડી ઝપાઝપ, અને પછી જેરથી એક ફટકે ! જુઆનાની રાડ ફાટી ગઈ. તેણે ઝટપટ કેટીને જમીન ઉપર ગબડાવ્યું અને ચૂલાને એક પથરે ઉપાડી બિલાડીની પેઠે તે બહાર લપકી. પણ બધું તે વખતે પતી ગયું હતું. કિને જમીન ઉપર ગબડત હતા. તે ઊભું થવા પ્રયત્ન કરતું હતું અને તેની પાસે કેઈ ન હતું. પરંતુ આસપાસ વાડની પાછળ કે ઝૂંપડાની પાછળ કક્યાંક કઈ ઓળા છુપાઈ રહેલા છે, એમ જુઆનાને લાગ્યા વિના ન રહ્યું.
જુઆનાએ પથરે નીચે નાખી દઈ, કિનને ટેકો આપી ઊભે કર્યો અને ઘરમાં આયે. તેની ખોપરીમાંથી લેહી ઝમતું હતું અને કાનથી દાઢી સુધી લાંબે એક ચીરે તેના મે ઉપર સ્પષ્ટ દેખાતા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org