________________
થવાનું છે, વારુ?” કિનીએ પૂછયું.
જુઆન ટૉમણે કહ્યું, “ભૂખમરાની બીક તે આપણ સૌને છે. પરંતુ, એમ માને કે તારી વાત ખરી છે અને તારું મેતી ખરેખર કીમતી છે, તે પછી શું આપણે ઝવેરીઓની દુકાનેથી પાછા આવ્યા એટલે તે લેકોની જાળ પૂરી થઈ એમ તું માને છે ? “તમે શું કહેવા માગે છે?”
મને કંઈ ખબર પડતી નથી. પરંતુ મને તારી ફિકર થાય છે.”
હું રાજધાની તરફ જઈશ જ, અને જલદી જઈશ,” કિનેએ કહ્યું.
હા, હા, તું જઈશ જ, એ વાત ખરી. પણ રાજધાનીમાં પણ આપણે માટે કોઈ બીજી રીત હશે એમ મને લાગતું નથી. અહીં અમે સૌ સગાંવહાલાં તારી સાથે છીએ; પણ રાજધાનીમાં તો તું એકલે જ, એ વાત પણ વિચારવાની.”
હું શું કરું ?” કિનએ બૂમ પાડીને કહ્યું. અહીં તે ભારે કાવતરું ચાલી રહ્યું છે. મારે કરે ભણવું જ જોઈએ. તેઓ બધાને મારે છેક ભણે અને બધું જાણે એમાં જ વાંધે છે. મારાં સૌ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org