SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ કરી તેની રાઇફલ ઝટ કબજે કરી લેવી, એ જ એકમાત્ર રસ્તે તેને માટે બાકી રહ્યો હતે. - જુઆનાને પણ પિતાની છુપાવાની જગાએ રહ્યાં રહ્યાં ઘેડાના ડાબડા સંભળાયા. કેટટે તે વખતે જ મકલાઈને અવાજ કરવા લાગ્યું. જુઆનાએ તેને ચૂપ કરવા છાતીએ વળગાડી દીધા. પેલા હવે આગળ વધતા વધતા ઝાંખરાથી સાફ કરેલી જગાએ આવ્યા. ત્યાં તેઓ થોભ્યા, અને જમીનને બરાબર તપાસવા લાગ્યા. ઘડે અચાનક નસકોરાં કુલાવી, કાન ઊંચા કરી હણહણવા લાગે. પેલા પગીએ પાછા વળી ઘેડાના ઊંચા કાન તરફ જોવા લાગ્યા. કિનોએ શ્વાસ બિલકુલ થંભાવી દીધો હતો. તેના ઉપરના હોઠ ઉપર પરસેવાના મોતિયા-ટીપાંની હાર બંધાઈ ગઈ. તેણે લપકવા માટે પિતાના પગના. પંજા જમીન ખેતરી બરાબર જમાવ્યા. પણ કોણ જાણે શું થયું, પેલાએ રરતા ઉપર જ સીધા આગળ ચાલ્યા. છતાં કિને સમજી ગયા કે, તેઓને વહેમ પડ્યો છે અને આટલામાં જ છેડે ચકરાવે લઈ તે પાછા ત્યાં જ આવશે. ઝટપટ જુઆના પાસે પાછો ફર્યો. આ વખતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005196
Book TitleMotini Maya
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1963
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy