________________ તે અતિ કદરૂપ, કૃપણ સ્વભાવનો, કાણે, કાળ, કંકાસીએ, કદર્ય, કુટિલ, ક્રૂર, કુડ, ક્રોધી, કઠેર વચનવાળે, એ હતો–૫૪. તેમજ ધર્મકર્મરહિત, બ્રાહ્મણધર્મથી વિમુખ પણ હતો. તેની ભાર્યા પણ, પૂર્વકર્મના વેગથી તેવીજ હતી–૫૫. - તે કાણી, કદરૂપી, કુટિલ, કર્ય, કેલિમાત્રપરાયણ, કકળાટ કરતી, નિર્દય, અશુચિ, કાલ જેવી, અને મર્મભાષણ કરનારી હતી–૫૬, તે શાકિની, સૂકરી, મહાક્રૂર સાપણી, કૂતરી, શિયાળવી, શંખિની, ફિળિયામાં નાખી દીધેલું ખાનારી, એવી હતી; અને તેને દેવ ગુરુ ધર્મ કે સ્નાનાદિ ક્રિયા કાંઈ હતું નહિ, ને તેના ઘર આગળ દાન કે અતિથિપૂજા પણ થતી નહિ–૫૭-૫૮, * વાસણ, પરિધાન, પાત્ર, દેણું, ધન, ધાન્ય કે સાવરણી સુદ્ધાંત કશું તેના ઘરમાં હતું નહિ-૫૯. . - અન્ન નહિ, છૂત નહિ, મગ નહિ, એક ગુંસરાની દાંડી સરખી પણ નહિ, તૈલ નહિ, છેતરાં પણ નહિ, એવું કશું પણ નહિ કે જે મહેમાં મૂકવા ખપ લાગે--૫૯. વળી, અન્ન ન મળે, વૃત ન મળે, મગ ન મળે, એક પુંસરી પણ ન મળે, તલ, છોડાં, ન મળે એવું કાંઈ કે જે માં નાખી શકાય-૬૦. - જેના ઘરમાં મૂષકી તેવી મૂષકવ, મુષી તેવી મારી, માર્જરી તેવી કૂતરી, ને કૂતરી તેવી ગૃહિણી, એ બધાં ભુખે મુવેલાં, થાકે દબાતાં નેત્રવાળાં, સાધ્યું, અને મહાદરિદ્રી હતાં. ત્યાં બીજાની તો વાત જ શી ? " માત્ર રાંડ, ભાંડ, ઈત્યાદિ ટુંકારા સમેત વચનની વૃષ્ટિ ચાલતી-૬૧. , તેના ઘરમાં છ પુત્રીઓ હતી, ને ઘરમાં સાપનાં દર થયાં હતાં, ને એ બ્રાહ્મણ જે આમ મહા દુઃખસાગરમાં ડુબે હતો તેને સુખનું શમણું પણ આવતું નહતું-૬૨ - 2. ગુણની પરીક્ષા કરી ન શકે તેવ. 2. ઉંદરડી. 3. બીલાડી. 4. અશ્રુસહિત નેત્રવાળાં. Jun Gun Aaradhak Trust P.P.Ac. Gunratnasuri.M.S.