________________ કહ્યું છે કે - તેહજિ અખર તેહજિય, તેહજિ વયણ કુતિ કાંઈ કવિઅણ ઉલવણ અભિય રસાયણ હુંતિ–૩૪. - કેટલાક જન પણ કહે છે કે, આ સિંહાસન કેવું છે? કીયે રથાનથી આવ્યું? કોણે કોને આપ્યું?–૩૫ કયા પ્રકારે એ આ ભેજસદનમાં આવ્યું? કીયે કાલે થયું ? એના ઉપર કેણે આસન કર્યું?–૩૬. આ નિર્જીવ પૂતળીઓ મનુષ્યભાષાથી, શ્રી વિક્રમનું પુરાણોક્ત ચરિત્ર કહે છે, એ શું?–૩૭. કઈ કથાઓ તેમાંથી અતિ સરસ હશે? ઇત્યાદિ પૃષ્ઠનો આદર કરી હું પ્રથમે સિંહાસનપ્રબંધ કહું છું -38. દેશમાત્રને શિરોમણિ એ માલવ દેશ છે, જે ધર્મ, અર્થ, કામ ને મોક્ષનું સ્થાન છે, સુખને નિવાસ છે, દુકાળ જ્યાં કદાપિ પડતો નથી, જે અત્યંત સુકાળના પિતાનું સ્થાન છે, જે ઓગણીશ લક્ષ ગામને અધિપતિ છે, જ્યાં વસતા લેક પરમ સુખમાં વ્યાકુલતારહિત રહે છે, જે ધન ધાન્યમાં સંપૂર્ણ છે, ને જ્યાં ગભેટ સ્વામી તીર્થરાજાની પેઠે રાજે છે.-૩૯-૪૦-૪૧. ' ' અનીતિની વેલીને કાપનાર તરવારની ધારા, રાજનીતિના વૃક્ષની જલધારા, અનેક સ્ત્રીપુરુષરત્નની ધારા, એવી પ્રસિદ્ધ ધારાપુરી ત્યાં આવેલી છે.-૪૨ સદા સદાચારવિચારદક્ષ, ચિનોક્ત બતથી લક્ષ પામેલા, સમંત્રથી અંગરક્ષા કરતા, તથા જેમને કદાપિ દુષ્ટ યક્ષ છળતા નથી, એવા જન ત્યાં વસે છે.-૪૩. 1. અક્ષર, પદ, વચન બધાં તેનાં તેજ છે પણ કવિજનના મુખમાંથી નિકળતાં અમિત રસાયન થાય છે.– 2. પ્રશ્ન. P.P. Ac. Gunratnasuri M.S. . Jun Gun Aaradhak Trust