Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London

View full book text
Previous | Next

Page 16
________________ ઉપઘાત પરરપર વિવાદાસ્પદ મનાતા ઐતિહાસિક વિષયની ચર્ચા એક બીજા વિદ્વાનો કેટલી સૂકમતાથી, કેટલી શાસ્ત્રીયતાથી, કેટલી પ્રામાણિકતાથી અને કેટલી સભ્ય ભાષામાં કરે છે તેમ જ એ પ્રશ્નને ચર્ચવામાં કેટલે સમભાવ અને સ્થિતપ્રજ્ઞપણું રાખે છે. આજના ચર્ચારપદ ધાર્મિક, સામાજીક આદિ પ્રકની અસભ્ય અને કદાગ્રહભરી રીતે ચર્ચા કરનાર અત્યારના જૈન સમાજે ઉપરોક્ત પ્રામાણિક દૃષ્ટિબિંદુ જરૂર અનુકરણ કરવા જેવું છે. જેથી ચર્ચાસ્પદ વિષયનું છેવટ શાબ્દિક વિતંડવાદમાં કે કડવાશમાં ન પરિણમતાં તેના સત્ય નિર્ણયમાં જ આવે. આ ઉપરાંત પાશ્ચાત્ય તેમ જ ભારતીય વિદ્વાને તટસ્થ વૃત્તિ રાખી જૈનધર્મનાં દરેક અને સંશોધનને લગતી જુદી જુદી દષ્ટિએ કેવા ઉંડાણપૂર્વક તપાસે છે એ પણ જૈન વિદ્વાનોએ ધ્યાનમાં લેવા જેવું છે. જેથી વર્તમાન સંશોધન પદ્ધતિ અને તેને લગતા દૃષ્ટિબિંદુને ન સમજવાને લીધે કેટલાક પ્રશ્નો અણઉકેલાયેલા જ રહી જાય છે તેમ જ કેટલાક નવીન પ્રશ્ન ચર્ચવામાં અનેક ગેટાળાભર્યા પ્રસંગે ઉભા થાય છે તે થવા ન પામે. પ્રસ્તુત ગ્રંથનાં પ્રકરણોનું નિરીક્ષણ કરતાં આપણને એ પણ સમજાશે કે આપણું પ્રાચીન જીવન કેટલું વિજ્ઞાનમય અને કલાપૂર્ણ હતું અને આજનું આપણું જીવન કેટલું છીછરું, કલાવિહીન તેમ જ નિર્માલ્ય બની ગયું છે. એક કાળે આપણે ક્યાં હતા અને આજે આપણે ક્યાં ઉભા છીએ? પ્રસ્તુત ગ્રંથ, પાશ્ચાત્ય તેમ જ ભારતીય વિદ્વાનોના સંખ્યાબંધ ગ્રંથના અવકન અને મનનના દેહનરૂપ હોઈ આમાં સ્વતંત્ર વિચારસરણીને સ્થાન ખાસ કરીને આપવામાં નથી આવ્યું એ હકીકતને ભાઈ શ્રી શાહે પિતે પિતાના પ્રસ્તુત ગ્રંથના ઉપસંહારમાં જણાવી છે. એટલે આ પુસ્તકના વાચકેએ આ વાત ધ્યાનમાં રાખીને જ આ ગ્રંથનું વાચન કરવું. જેથી આ ગ્રંથમાંની કેટલીક વિચારસરણીની ત્રુટિને આરોપ ભાઈ શ્રી શાહ ઉપર ન જાય. પ્રસ્તુત ગ્રંથમાં જૈનધર્મને લગતા અનેક વિષય ચર્ચવામાં આવ્યા છે જે પૈકીના કેટલાક શ્રમણ ભગવાન મહાવીરના સમયની ચર્ચા આદિ જેવા વિષયે વેળુના કેળીઓ ગળવા જેવા તદ્દન લૂખા અને અધરા પણ છે અને કેટલાક રાજવંશમાં જૈનધર્મ”, “કલિંગદેશમાં જૈનધર્મ” વગેરે જેવા રસપ્રદ અને સર્વગ્રાહ્ય વિષયે પણ છે. આ બધા વિષયોને સંગ્રહ કરવામાં અને કમ ગોઠવવામાં ભાઈશ્રી શાહે અપૂર્વ કુશળતા દાખવી છે. હવે અમે પ્રસ્તુત ગ્રંથમાંના પ્રકરણે ઉપર સહજ દષ્ટિપાત કરી અમારા વક્તવ્યને સમાપ્ત કરીશું. પ્રથમ પ્રકરણમાં ભગવાન મહાવીર પહેલાં જૈનધર્મ કેવા રવરૂપમાં હતો તેમજ જૈનધર્મ અને જૈનો જે વીસ તીર્થંકરેને માને છે તે પૈકીના કયા કયા તીર્થકરોનાં નામે ઉલેખ જૈનેતર સાહિત્યમાં મળે છે અને તેમની ઐતિહાસિકતાના વિષયમાં વિદ્વાનોના કેવા અભિપ્રાય છે એ ખૂબ સરસ રીતે ચર્ચવામાં આવ્યું છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 342