Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
આ ઉપઘાત
સત્યને, આત્મસ્વરૂપને કે કઈ પણ પદાર્થને નિર્ણય કરવા માટે પ્રજાને તર્ક કે દલીલને આશ્રય શોધ પડતું ન હતું. તેમજ એ સનાતન સત્ય વગેરેને પિતાના જીવનમાં સાક્ષાત્કાર કરનાર આપણા પૂર્વ પુરુષોને,–તેમનાં જીવન ત્યાગ અને તપદ્વારા અતિવિશુદ્ધ અને પરિણુત હાઈ-પતે અનુભવેલા સનાતન સત્ય આદિના ઉપદેશના સમર્થન માટે તર્ક કે યુક્તિઓની આવશ્યકતા નહોતી પડતી. પરંતુ કાળની ક્ષીણતાને પરિણામે આત્મધર્મજ્ઞાની પુરુષનું આત્મિક જ્ઞાન અને તેમનાં ત્યાગતપ પાતળાં પડી જતાં તેમને પિતાનું વક્તવ્યના સમર્થન માટે તર્ક અને યુક્તિઓને આશ્રય લે પડ્યું અને એ રીતે પ્રજા પણ તેમના ઉપદેશ વગેરેને તર્ક, યુક્તિ આદિ દ્વારા કસવા લાગી; જેને પરિણામે શ્રદ્ધાયુગનું સ્થાન તર્કયુગે લીધું. તર્કયુગમાં પ્રત્યક્ષ પક્ષ આદિ પ્રમાણેને સ્થાન હતું પરંતુ આજના આપણા ચાલુ વૈજ્ઞાનિક યુગમાં પ્રત્યક્ષ પ્રમાણને જ મુખ્ય સ્થાન આપવામાં આવ્યું છે. આ પરિસ્થિતિમાં બીજી બાબતેની જેમ ધર્મ, તત્ત્વજ્ઞાન, આગમ આદિને પણ પ્રત્યક્ષ પ્રમાણની શરાણ ઉપર ચડવું પડ્યું છે. જેમાંથી આજના ઐતિહાસિક યુગને જન્મ થયે છે. આજના ઐતિહાસિક યુગમાં ધર્મના પ્રણેતા, તેમના અસ્તિત્વની સાબીતી અને સત્તા સમય, તેમણે ઉપદેશેલા ધર્મત, તેમને અનુયાયી વર્ગ અને એ વર્ગનું વિજ્ઞાન કલાકૌશલ્ય, એના રીતરિવાજ વગેરે દરેક નાની મોટી વસ્તુને પ્રત્યક્ષ મળતી ઐતિહાસિક સાબીતીઓ સાથે કર્યા પછી જ તેની સત્યતા, યેગ્યતા અને ગ્રાહ્યતા ઉપર ભાર મૂકી શકાય છે. આ આખી વસ્તુસ્થિતિને ધ્યાનમાં લેતાં અત્યારે નિસ્તેજ બનતા જૈનધર્મના ગેરવને નવેસર એપ ચઢાવવા માટે આપણને આપણા સમક્ષ વિદ્યમાન મહત્વ ભરી પ્રાચીન એતિહાસિક સાબીતીઓ અને તેને લગતું વિવિધ સાહિત્ય એકત્રિત કરવા માટેના પ્રયત્નની આવશ્યકતા જણાયા સિવાય નથી રહેતી. કઈ પણ રાષ્ટ્ર, પ્રજા, જાતિ કે ધર્મને માટે પિતાની ઉન્નતિ સાધવાની ભાવનાનું મુખ્ય અંગ જે કાંઈ હોય તે તે માત્ર તેને ભૂતકાલીન ઇતિહાસ છે જેમાંથી તેને અનેક ફુરણાઓ મળી રહે છે. જે પ્રજાને તેને પ્રાચીન ઇતિહાસ નથી અથવા જેને એ ગૌરવશાળી ઇતિહાસનું વાસ્તવિક જ્ઞાન નથી એ કયારે પણ પિતાનું ઉત્થાન કે પુનરુદ્ધાર એકાએક કરી શકે જ નહિ. અને તેથી જ આપણને પુનરુત્થાનની પ્રેરણા મળે એવા આપણું પ્રાચીન અને પ્રામાણિક ઇતિહાસને આપણે તૈયાર કરવું જોઈએ. આજની આપણી આ અનિવાર્ય આવશ્યકતાને એક એકેડે ભાઈ શ્રી શાહના પ્રસ્તુત ગ્રંથથી જોડાય છે કે જે જાતને ગ્રંથ જૈન પ્રજા માટે પહેલવહેલે જ છે.
ભાઈ શ્રી શાહે મુંબઈ યુનિવર્સિટીની એમ. એ. ની ડીગ્રી મેળવવા માટે “જૈન ધર્મના પ્રાચીન ઇતિહાસ” ના વિષયને પસંદ કર્યો. જેને પરિણામે તેમણે Jainism in North India નામે અંગ્રેજી પુસ્તક તૈયાર કર્યું. એજ પુસ્તકને ગુજરાતી અનુવાદ આપણી સમક્ષ ધરવામાં આવ્યું છે. જેના ઉપરથી આપણને આપણું એટલે કે જૈન પ્રજાના ધર્મ, નીતિ, તત્ત્વજ્ઞાન, આચાર, વ્યવહાર, કલા, શિલ્પ, સાહિત્ય આદિ સાથે સંબંધ ધરાવતા ઇતિહાસ ઉપરાંત ચર્ચાસ્પદ વિષયોને ચર્ચવામાટેનું એક ખાસ દૃષ્ટિબિંદુ પણ મળી રહે છે. અર્થાત્
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org