Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London

View full book text
Previous | Next

Page 13
________________ ઉપોદઘાત ભારતીય આર્ય મહાસંરકૃતિના આવિર્ભાવ અને તેના પાયાઓને મજબૂત કરવા માટે ભારતવર્ષની ત્રણ મહાપ્રતાપી મહાપ્રજાઓએ પિતાનાં સમગ્ર જીવન, શક્તિ, બુદ્ધિ અને વિજ્ઞાનને વિશાળ ફળ અર્પણ કર્યો છે. એ ત્રણ મહાપ્રજાઓ એટલે જૈન, બૌદ્ધ અને વૈદિક ધર્મ સંચાલકે અને તે તે ધર્મના અનુયાયી પ્રજાઓ. આ ત્રણ મહાપ્રજાઓ પૈકી જૈન પ્રજાએ ભારતીય આર્ય મહાસંસ્કૃતિના વિકાસમાં, એ સંસ્કૃતિને પગભર કરવામાં અને એને વિશ્વવ્યાપી બનાવવા માટે કે અને કેટલે અદ્દભુત ભાગ ભજવે છે તેની રૂપરેખાને રજુ કરતે એક અપૂર્વ ગ્રંથ ભાઈ ચીમનલાલ શાહ આજે જૈન પ્રજાના કરકમલમાં ઉપહાર રૂપે ધરી રહ્યા છે. ભાઈ શ્રી ચીમનલાલે તેમના પ્રસ્તુત ગ્રંથમાં સંખ્યાબંધ પાશ્ચાત્ય તેમજ પત્યા વિદ્વાનોના વિશાળ ગ્રંથરાશિના અવલોકન, અભ્યાસ અને મનનને અંતે દેહનરૂપે જે હકીકતો રજુ કરી છે એ ઉપરથી આપણને ખ્યાલ આવી શકે છે કે પૌરાણિક કાળમાં અથવા અતિપ્રાચીન અગમ્ય યુગમાં જૈન પ્રજા ગમે તેટલી મહાન હો, ગમે તેવા વિશાળ પૃથ્વીપટને તેણે પિતાની અસ્મિતાથી વ્યાપ્ત કરી દીધું હોય, તેમ છતાં અન્ય પ્રજા કરતાં અતિ નાના પ્રમાણમાં રહી ગએલી જૈન પ્રજાએ પાછલાં ત્રણ હજાર વર્ષ દરમિયાન ભારતીય આર્ય મહાસંસ્કૃતિના પ્રત્યેક અંગમાં પ્રાણ પૂરવા માટે પિતાનાં જીવન, શક્તિ અને વિજ્ઞાનનો કેટલે સમર્થ અને સર્વદિગ્ગામી ફાળો આપે છે. જૈનધમનુયાયી પ્રજાની સંખ્યામાટે ગમે તેટલાં મોટા આંકડાઓ રજુ કરવામાં આવે તેમ છતાં વીસમાં તીર્થકર શ્રમણ ભગવાન મહાવીરે આજથી ૨૫૦૦ વર્ષ પૂર્વે પિતાના શિષ્ય સમુદાયના વિહાર-પાદપરિભ્રમણ દ્વારા દેશ-વિદેશમાં ફરવા માટે જે ક્ષેત્રમર્યાદ–આર્યક્ષેત્રો નક્કી કર્યા છે એ તરફ લક્ષ આપતાં તેમજ તે પછી લગભગ બીજા સૈકામાં થએલ અંતિમ શ્રુતકેવળી સ્થવિર આર્ય ભદ્રબાહુસ્વામીને બારવરસી ભયંકર દુકાળ આદિ પ્રસંગને લઈ ઉપરોક્ત ક્ષેત્રમર્યાદા સિવાયના અન્ય દેશોમાં વિહાર કરવા વગેરેની આવશ્યકતા જણાતાં, તેમણે એ વિહારક્ષેત્રની મર્યાદા વગેરેમાં ઉમેરો અને ફેરફાર કર એગ્ય માની પિતે ચેલા બૃહત્કલ્પમાં તે તે વિષયને સ્થાન આપ્યું એ ધ્યાનમાં લેતાં અને તે ઉપરાંત જૈનધર્મનુયાયી મહાન સંપ્રતિરાજ કે જેઓ સ્થવિર આર્ય સુહસ્તિના શિષ્ય તરીકે ઓળખાય છે, તેમણે વૈદિક સંસ્કૃતિપ્રધાન આંધ્ર દ્રવિડ વગેરે દેશમાં જૈનધર્મને પ્રચાર કર્યા પછી જૈન શ્રમણશ્રમણીઓને તે તે દેશમાં પરિભ્રમણ કરવા માટે છૂટ આપવામાં આવી, જેને ઉલ્લેખ નિર્યુક્તિકાર-ભાષ્યકાર આદિએ પિતપોતાના ગ્રંથમાં કર્યો છે તે જોતાં સમજી શકાય છે કે વૈદિક સંસ્કૃતિની પ્રબળતાને પ્રતાપે એક કાળે જૈનધર્મનુયાયી પ્રજા અતિ ટૂંક સંખ્યામાં રહી ગઈ હતી. એ અતિ નાના પ્રમાણમાં રહી ગએલી નાની સરખી જૈન પ્રજાએ પિતાના તેમજ ભારતીય આર્ય મહાસંસ્કૃતિના સર્વમુખી ઉત્થાન માટે પોતાની શક્તિને કેટલે આશ્ચર્યજનક પરિચય આપે છે એને સહજ ખ્યાલ આપણને ભાઈ શ્રી ચીમનલાલ શાહે આપણા સન્મુખ ભેટ ધરેલા આ ગ્રંથ ઉપરથી આવી શકે છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 342