Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
આમુખ શ્રી. ચીમનલાલ શાહ “ઈન્ડીયન હિસ્ટોરિકલ રીસર્ચ ઈન્સ્ટીટ્યુટના અગ્રગણ્ય વિદ્યાર્થીમાંના એક છે અને તેમને ગ્રંથ તેમની આ મહાન સંસ્થાને પ્રતિષ્ટારૂપ નીવડશે.
શ્રી. શાહે ધર્મ જૈન હાઈપિતાના સંશોધનના વિષય તરીકે જૈન ધર્મના પ્રાચીન ઇતિહાસની વસ્તુ પસંદ કરી અને તેમના અભ્યાસના પરિપાકરૂપે આ ગ્રંથ રચાયે છે.
હિન્દુસ્તાનના સઘળા મહાન ધર્મના અવલોકનમાં જૈનધર્મની ભારેમાં ભારે ઉપેક્ષા કરવામાં આવી છે. આ ગ્રંથમાં જૈનધર્મના પ્રાચીન ઇતિહાસમાં જે જે ઐતિહાસિક અને દંતકથારૂપે છે તે દર્શાવ્યું છે. આ મહાન ધર્મના સંસ્થાપકના સિદ્ધાંતે, તેમના શિષ્યો વચ્ચેના ભેદભાવ તથા નવા સંપ્રદાયનો પ્રચાર, બન્નેના જન્મસાક્ષી દેશમાં જ્યાં હજુ સુધી પણ આ ધર્મ જીવંત છે ત્યાં તેના બંધુધર્મ બુદ્ધ સંપ્રદાય સાથેના સતત વિગ્રહનો ઇતિહાસ ઈત્યાદિ જૈન અને બુદ્ધ એમ બન્ને ધર્મનું વિવેચન ઘણું જ વિદ્વત્તાપૂર્વક કર્યું છે.
શ્રી. શાહના આ જૈનધર્મના ઈતિહાસમાં બે મર્યાદાઓ જેવામાં આવશે. એક ભૌગે લિક અને બીજી કાળક્રમાનુસાર. દક્ષિણ હિંદના પ્રદેશ ઉપર જૈનધર્મ પ્રસરી ચૂક્યું હતું અને ન સમાજ, જુદા ગુરુઓ, વિવિધ રીતરિવાજ એટલું જ નહિ પણ જુદા વિધિવિધાને રચાયાં હતાં. ટૂંકમાં દક્ષિણ ભારતના જૈનધર્મના ઇતિહાસથી ઉત્તર ભારતને જૈનધર્મને ઇતિહાસ તદ્દન જુદી જ ઐતિહાસિક વસ્તુ રજુ કરે છે અને તેથી શ્રી. શાહે ભગિલિક દષ્ટિએ આર્યાવર્ત ઉપર જ લક્ષ રાખીને સંશોધનકાર્ય કર્યું છે.
શ્રી. શાહના કાર્યની બીજી મર્યાદા કાળકમ સંબંધી છે. તેમને ઈતિહાસ ઈ. સ. પરદમાં વિરમે છે, જ્યારે વલ્લભીની સભામાં જૈન સિદ્ધાંતગ્રંથેની છેલ્લી યાદી તૈયાર કરવામાં આવી હતી. જૈન ધર્મના ઇતિહાસમાં આ પ્રસંગ ઘણો જ મહત્ત્વસૂચક હતા. આ પહેલાં જૈનધર્મ પ્રાથમિક સરળ દશામાં હતું પણ ધાર્મિક ગ્રંથના નિર્માણ પછી તે ઉચ્ચ કક્ષા લય પામી હતી. આ સમય પછી જેનધર્મ છિન્નભિન્ન થતું જણાય છે, અને તેની શુદ્ધતા અને સત્યપ્રિયતા ખુએ છે. શ્રી શાહે સંશોધન માટે પ્રાચીન સમય પસંદ કર્યો છે કારણ કે તે અતિ રસપ્રદ અને સંસ્કૃતિની દૃષ્ટિએ ઘણું જ મહત્ત્વ છે.
આશા છે કે આ ગ્રંથની પદ્ધતિ વિષે બહુજ સૂમદ ઇતિહાસવેત્તાને પણ ખાસ કાંઈ વાંધા ભરેલું જણાશે નહિ. જે કે મનુષ્યવૃતિ સંપૂર્ણ દેષરહિત તે નજ હોઈ શકે. શ્રી. શાહની આ પ્રથમ રચના છે તે દૃષ્ટિએ આ ગ્રંથ વાચકે તથા ટીકાકારોની ઉદારતાને પાત્ર નીવડશે. જણાવવું આવશ્યક છે કે તેઓ બીજા વિદ્વાનોએ કહેલું અથવા પ્રતિપાદન કરેલું જઈને સતેષ પામ્યા નથી કારણ કે તે સંશોધન નહિ પણ માત્ર સંગ્રહ ગણાય. તેમણે આ ઐતિહાસિક ગ્રંથ રચવામાં દરેક મૂળ વસ્તુઓને જાતે અભ્યાસ કર્યો છે, મતમતાંતરના ગુણદોષનું વિવેચન કર્યું છે, મૂળ વસ્તુઓને મૂળ વસ્તુઓ સાથે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org