Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
પ્રતાવ.
૧૯૨૬માં એમ. એ. ની ડીગ્રી માટે જૈનધર્મને અભ્યાસ કરી તેના દેહનરૂપ એક નિબંધ લખવાનો નિર્ણય કર્યો અને તેના પરિણામે ‘ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ” એ નામને નિબંધ અંગ્રેજીમાં મેં રજુ કર્યો. આ નિબંધે જૈનસાહિત્યના કેટલાક યુરોપીય વિદ્વાનેનું ધ્યાન આકર્યું. તેમના આ આકર્ષણે મને એ પુસ્તકરૂપે પ્રસિદ્ધ કરવા પ્રેરણા આપી અને ઈ. સ. ૧લ્લર માં મેસર્સ લૉગમેન્સ, ગ્રીન એન્ડ કંપનીએ અંગ્રેજીમાં આ પુસ્તક પ્રસિદ્ધ કર્યું.
દરમ્યાન મારા ઘણા ગુજરાતી મિત્રોએ આ પુસ્તક ગુજરાતી પ્રજા સમક્ષ એની ગૌરવગાથારૂપે રજુ કરવા આગ્રહ કર્યો. મારા ધંધાથી જીવનમાંથી ગુજરાતીમાં ભાષાંતર કરી પુસ્તકરૂપે પ્રગટ કરવા જેટલી નવરાશ ભાગ્યે જ મળે, પરંતુ આ કાર્યને શ્રી. કુલચંદ હરિચંદ દોશી અને શ્રી. ચીમનલાલ દલસુખભાઈ શાહે ભાષાંતર કરવાની જવાબદારી ઉપાડી લેઈ સરળ કરી આપ્યું, તે માટે તેમને બન્નેને હું અતિ વાણી છું.
મુનિ મહારાજ શ્રી. પુણ્યવિજયજીએ આ પુસ્તક વાંચી, મુફે તપાસી, સુધારા વધારા કરી, વિદ્વતા ભર્યો ઉપઘાત લખી પુસ્તકની ઉપગિતામાં વધારો કર્યો છે. એમને ખરા અંતઃકરણપૂર્વક આભાર માનવાની મારી ફરજ સમજું છું.
આ ઉપરાંત જે જે ભાઈઓએ આ પુસ્તકનાં મુફ તપાસવામાં, તેના સુશોભનમાં અને રચનામાં મને અતિ ઉપયોગી મદદ કરી છે તે માટે તે સૌને આભાર માનવાની હું આ તક લઉં છું.
અંતમાં ગુજરાતી જનતા આ પુસ્તકને વધાવી લેશે તે માટે શ્રમ યથાર્થ થયે હું લેખીશ.
ગીલબર્ટ બીલ્ડીંગ, - બાબુલનાથ રોડ, મુંબઈ
તા. ૨૧-૩-૩૭.
ચીમનલાલ જેચંદ શાહ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org