________________
૯૧
વ્યાખ્યાન ૨૬]
ઉપદેશલબ્ધિ બ્રાહ્મણનું ભોજન થઈ રહ્યા પછી જે કાંઈ ઘી, અન્ન વગેરે વઘશે તે હું તને તારી મહેનત બદલ આપીશ.” એવી શરત કરીને તે જૈન બ્રાહ્મણને તે કાર્યમાં સહાયક કર્યો. અનુક્રમે લાખ બ્રાહ્મણોનું ભોજન થઈ રહ્યું ત્યારે તેણે તે જૈન બ્રાહ્મણને વધેલા ચોખા, ઘી વગેરે આપ્યું. તે લઈને તે ગરીબ બ્રાહ્મણે વિચાર કર્યો કે, “આ વસ્તુ ન્યાયોપાર્જિત છે, શુદ્ધમાન છે અને પ્રાસુક છે; તેથી કોઈ સત્પાત્રને આનું દાન કરું તો તે ઘણા ફળને આપનારું થાય. શાસ્ત્રમાં કૃપાવંત પરમાત્માએ કહ્યું છે
-नायागयाणं कप्पणिज्जायं अण्णं पाणाइ दव्वाणं पराओ भत्तीले अप्पाणुग्गहबुद्धिले સનયા તિદિíવિમાનો અgવહો-ન્યાયથી ઉપાર્જન કરેલા અને કલ્પનીય એવાં અન્ન પાણી વગેરે દ્રવ્યો ઉત્કૃષ્ટ ભક્તિથી આત્માના અનુગ્રહની બુદ્ધિએ જો સંયમઘારી સાધુને અતિથિસંવિભાગ કરી આપ્યાં હોય તો તે મોક્ષનું ફળ આપનાર થાય છે.” એમ વિચારી તેણે દયા તથા બ્રહ્મચર્યાદિકને ઘારણ કરનારા કેટલાક ગુણી સાઘર્મીઓને ભોજન માટે નિમંત્રણા કરી. ભોજનને સમયે કોઈ મહાવ્રતધારી મુનિ માસક્ષમણને પારણે ત્યાં આવ્યા. તે જોઈને બ્રાહ્મણે અતિ આદરસત્કારપૂર્વક તે અન્નજળ વગેરે મુનિને વહોરાવ્યું. તેણે વિચાર્યું કે, “આ શ્રાવકો કરતાં પણ યતિરૂપ પાત્ર અતિ ઉત્તમ છે. કહ્યું છે કે
मिथ्यादृष्टिसहस्रेषु, वरमेको ह्यणुव्रती । अणुव्रतिसहस्रेषु, वरमेको महाव्रती ॥१॥ महाव्रतिसहस्रेषु, वरमेको हि तात्त्विकः ।
तात्त्विकेन समं पात्रं, न भूतं न भविष्यति ॥२॥ ભાવાર્થ-“હજાર મિથ્યાષ્ટિ કરતાં એક અણુવ્રતી શ્રાવક શ્રેષ્ઠ છે, હજાર અણુવતીઓ કરતાં એક મહાવ્રતી સાધુ શ્રેષ્ઠ છે, હજાર મહાવ્રતીઓ કરતાં એક તત્ત્વવેત્તા મુનિ વઘારે સારો છે, તત્ત્વવેત્તાના જેવું સત્પાત્ર આ જગતમાં કોઈ હતું નહીં, છે નહીં અને થશે પણ નહીં.”
પછી તે જૈન બ્રાહ્મણ કેટલેક કાળે આયુષ્ય પૂર્ણ થતાં મરીને સુપાત્રદાનના મહિમાથી પહેલા દેવલોકમાં દેવતા થયો. ત્યાંથી આયુષ્યને ક્ષયે ચવીને રાજગૃહી નગરીમાં શ્રેણિક રાજાનો નંદિષેણ નામનો પુત્ર થયો. તે યુવાવસ્થા પામ્યો ત્યારે રાજાએ તેને પાંચસો રાજકન્યાઓ પરણાવી. તે સ્ત્રીઓ સાથે દોગંદક દેવની જેમ મનોહર ભોગવિલાસરૂપ સુખસાગરમાં મગ્ન રહેવા લાગ્યો.
હવે પેલો લાખ બ્રાહ્મણને ભોજન કરાવનારો બ્રાહ્મણ કે જેણે પાપાનુબંધી પુણ્ય ઉપાર્જન કર્યું હતું તે તેવા પ્રકારનું વિવેકરહિત દાન કરવાથી ઘણા ભવોમાં અલ્પ અલ્પ ભોગાદિક સુખ ભોગવીને કોઈ એક અરણ્યમાં હસ્તી થયો. તેનું નામ સેચનક પડ્યું. તે નામ થવાનું કારણ એ હતું કે-આ હાથીનો પિતા જે હાથી હતો તેણે એવું ધાર્યું હતું કે, “મારો પુત્ર કોઈ હાથી થશે તો મને જ મારીને આ હાથણીઓના ટોળાનો સ્વામી થશે.” તેથી તે હાથી પોતાની હાથણીઓમાંથી જો કોઈ હાથી(નર)ને જન્મ આપતી, તો તે બચ્ચાને તે મારી નાંખતો હતો. એકદા એક હાથણીને પ્રસૂતિનો સમય આવ્યો, ત્યારે તેણે પોતાના બચ્ચાને પણ હાથી મારી નાંખશે એવા ભયથી તે હાથીને
૧ અહી ચોભંગી છે, ન્યાયાગત દ્રવ્યને ન્યાયમાં વાપરવું, ન્યાયાગત દ્રવ્ય અન્યાયમાં વાપરવું, અન્યાયાગત દ્રવ્યને ન્યાયમાં વાપરવું અને અન્યાયાગત દ્રવ્ય અન્યાયમાં વાપરવું. આમાં પ્રથમ ભાંગો વિશુદ્ધ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org