________________
વ્યાખ્યાન ૫૬]
સમકિતનું ત્રીજું તથા ચોથું સ્થાનક
૧૯૩
થઈ ચિત્તથી વિચાર કરવા લાગ્યા કે—“અહો! કૃપાસાગર પ્રભુએ આ શું કર્યું? કે જેથી આવા સમયે મને દૂર મોકલ્યો ! શું મને પોતાની સાથે લઈ ગયા હોત તો મોક્ષનો માર્ગ સાંકડો થઈ જાત? હે ત્રણ જગતમાં સૂર્ય સમાન પ્રભુ! હવે મારા પ્રશ્નના જવાબ કોણ આપશે?’’ ઇત્યાદિ વિચાર કરીને તે વારંવાર ‘મહાવીર’ ‘મહાવીર' એ શબ્દનો મોટે સ્વરે જાપ કરવા લાગ્યા. એમ કરતાં તેમના કંઠ અને તાળુ સુકાઈ ગયાં; એટલે પછી ‘વીર’ ‘વીર’ અને છેવટે એકલા ‘વી' શબ્દનો જ ઉચ્ચાર થવા લાગ્યો. તે વખતે પોતે દ્વાદશાંગીના જાણ હોવાથી એક ‘વી’ શબ્દે કરીને જ સર્વ શાસ્ત્રોના અર્થને પ્રગટ કરવાની શક્તિને ઘારણ કરનાર શ્રી ગૌતમ ગણઘરને ‘વી’ શબ્દ શરૂ થતા અનેક સારા શબ્દો સ્મરણમાં આવ્યા. તે આ પ્રમાણે—à વીતરાગ! હે વિબુદ્ધ! હે વિષયત્યાગી! હે વિજ્ઞાની! હે વિકારજીત્! હે વિદ્વેષી (ગયો છે દ્વેષ જેમનો એવા)! હે વિશિષ્ટ શ્રેષ્ઠ! હે વિશ્વપતિ! હે વિમોહી (ગયો છે મોહ જેનો એવા)!’ ઇત્યાદિ શબ્દો યાદ આવતાં તેમાંના પ્રથમ ‘વીતરાગ’ શબ્દનો અર્થ વિચારતાં તેમનો સર્વ મોરાગ જતો રહ્યો, અને તત્કાળ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દેવતાઓએ કેવળીપણાનો મહિમા કર્યો. સુવર્ણકમળ વગેરેની રચના કરી. પછી તેના પર બેસીને અનેક ભવ્ય જીવોને પ્રતિબોધ કરી બાર વર્ષ સુધી કેવળી અવસ્થાએ વિચરી પ્રાંતે સાદ્યનંત મોક્ષસુખને પામ્યા. “નિર્મળ કેવળજ્ઞાન વડે ઉત્તમ એવા પ્રથમ ગણધર ગૌતમ કે જે જિનેશ્વર પાસેથી જીવનો નિશ્ચય જાણીને પ્રતિબોધ પામ્યા, તે ગણનાથની હું મનોહર સ્તુતિ કરું છું.
c
વ્યાખ્યાન ૫૬
સમકિતનું ત્રીજું તથા ચોથું સ્થાનક
शुभाशुभानि कर्माणि, जीवः करोति हेतुभिः । तेनात्मा कर्तृको ज्ञेयः कारणैः कुंभकृद्यथा ॥ १ ॥
"
ભાવાર્થ—‘જેમ કુંભાર માટી, ચક્ર અને ચીવર (દોરો) વગેરે કારણોથી ઘડાનો કર્તા છે તેમ જીવ કષાયાદિક બંધના હેતુઓ વડે શુભ અને અશુભ કર્મો કરે છે; માટે આત્મા કર્તા કહેવાય છે.’’ આ જીવ કર્તા છે એવું સમકિતનું ત્રીજું સ્થાનક જાણવું. હવે ચોથું ભોક્તા સ્થાનક કહે છે– स्वयं कृतानि कर्माणि, स्वयमेवानुभूयते । कर्मणामकृतानां च नास्ति भोगः कदापि हि ॥२॥
ભાવાર્થ‘પોતે (આત્માએ) કરેલાં કર્મો (કર્મોનું ફળ) પોતે જ ભોગવે છે; કેમકે નહીં કરેલાં કર્મોનો ભોગ (અનુભવ) કદાપિ થતો જ નથી.’' આ જીવ ભોક્તા છે એવું સમકિતનું ચોથું સ્થાનક જાણવું. આ પ્રસંગ ઉપર અગ્નિભૂતિ ગણઘરનું દૃષ્ટાંત છે તે નીચે પ્રમાણે–
અગ્નિભૂતિનું દ્રષ્ટાંત
મગધ દેશના ગોબર ગામમાં વસુભૂતિ બ્રાહ્મણની પૃથ્વી નામની સ્ત્રીથી બીજો અગ્નિભૂતિ નામનો પુત્ર થયો હતો. તે પણ સોમભટ્ટને ઘેર યજ્ઞ કરાવવા પોતાના પાંચસો શિષ્યો સહિત ગયો હતો. તે વખતે પોતાની પહેલાં તેના મોટા ભાઈ ઇન્દ્રભૂતિ જિનેશ્વર પાસે ગયા હતા, તેમણે
ભાગ ૧-૧૩
Jain Education
For Private & Personal Use Only
www.jainelibrary.org