________________
૨૦૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
[તંભ ૪ કે-“તું તારા પિતા પાસે પ્રણામ કરવા જાય, ત્યારે તને જો તે રાણી કે દાસી થવાનું પૂછે, તો તારે એવો જવાબ આપવો કેવું દાસી થવા ઇચ્છું છું.” અન્યદા પ્રણામ કરવા જતાં કૃષ્ણ તે પુત્રીને પૂછ્યું, ત્યારે તેણે માતાની શિખામણ પ્રમાણે જવાબ દીધો. તે સાંભળીને કૃષ્ણ વિચાર કર્યો કે-“આ પુત્રીને જો હું સુખી ઘરે પરણાવીશ તો બીજી પુત્રીઓ પણ એની જેમ સંસારમાં પડશે, માટે જો હું એને ખરેખરી દાસી જ બનાવું તો પછી બીજી પુત્રીઓ સંસારમાં નહીં પડે.” એમ વિચારીને તેણે એકાંતમાં વીરક સાળવીને પૂછ્યું કે-“હે વીરક! તે પહેલાં કોઈ પણ વખત કાંઈ અભુત કાર્ય કર્યું હોય તે કહે.” વીરક બોલ્યો કે–“હે સ્વામી! મેં કાંઈ તેવું અદ્ભુત કાર્ય તો કર્યું નથી, પરંતુ એક વખત હું શરીરચિંતા કરવા જંગલમાં ગયો હતો ત્યાં એક બોરડીના ઝાડની ટોચ પર રહેલા કાકીડાને મેં એક જ પથ્થર મારીને પૃથ્વી પર પાડી દીધો હતો; તથા વર્ષાઋતુમાં ગાડાના પૈડાના ચીલામાં ભરાઈ રહેલું પાણી મેં ડાબા પગથી રોકી દીધું હતું, અને પછી પગ લઈ લીઘો ત્યારે નદીની જેમ તેનો પ્રવાહ ચાલ્યો હતો. તથા એક વખત પાંજણીના વાસણમાં માખીઓ ગુંજારવ કરતી હતી, તેને મેં તે વાસણના મુખપર હાથ મૂકીને રોકી દીધી હતી. આ પ્રમાણે સાંભળીને કાંઈક હાસ્ય કરી કૃષ્ણ સભામાં ગયા. ત્યાં સર્વ સભાસદો સમક્ષ તે બોલ્યા કે-“હે સભાસદો! વીરક સાળવીનું પરાક્રમ અતિ અદ્ભુત છે, તેથી તેનું કુળ પણ ઊંચું છે. સાંભળો–
येन रक्तस्फटो नागो, निवसन् बदरीवने । पातितः क्षितौ शस्त्रेण, क्षत्रियः सैष वै महान् ॥१॥ येन चक्रकृता गंगा, वहन्ती कलुषोदकम् । धारिता वामपादेन, क्षत्रियः सैष वै महान् ॥२॥ येन घोषवती सेना, वसन्ती कलशीपुरे ।
धारिता वामहस्तेन, क्षत्रियः सैष वै महान् ॥३॥ ભાવાર્થ-“બદરીના વનમાં રહેલા રક્તફણાવાળા નાગને (કાકીડાને) જેણે શસ્ત્રવડે મારી પૃથ્વી પર પાડી નાખ્યો, તે આ વીરક મહા ક્ષત્રિય છે. વળી જેણે ચક્રથી પડેલી ગંગાનદી કે જે ડોળું પાણી વહેતી હતી, તેને ડાબા પગવડે રોકી દીધી હતી તે આ વીરક મહા ક્ષત્રિય છે, તથા કલશીપુરમાં (કળશામાં) રહેલી અને ઘોષ (શબ્દ) કરતી સેનાને જેણે એક ડાબા હાથથી જ રૂંધી દીધી હતી તે આ વીરક ખરેખર મહા ક્ષત્રિય છે.” તેથી આ મારી કેતુમંજરી નામની પુત્રીને તે યોગ્ય વર છે.” એમ કહીને કૃષ્ણ તે વીરક સાથે વરકની ઇચ્છા નહીં છતા પણ કે,મંજરી પુત્રીને પરણાવી. વીરક પણ કૃષ્ણના ભયથી તેને પરણીને પોતાને ઘેર લઈ જઈ તેની દાસીની જેમ સેવા કરવા લાગ્યો. ઘણા દિવસો ગયા પછી એકદા કૃષ્ણ વરકને પૂછ્યું કે-“મારી પુત્રી તારી આજ્ઞા પ્રમાણે વર્તે છે કે નહીં?” વિરકે જવાબ આપ્યો કે-“હે રાજા! હું જ આપની પુત્રીની આજ્ઞા પ્રમાણે વર્તુ છું.” તે સાંભળીને કૃષ્ણ કૃત્રિમ ક્રોઘ કરી તેને બહુ ધિક્કાર્યો. તેથી તે વીરકે ઘેર જઈને તેને કહ્યું કે-“અરે સ્ત્રી! તું કેમ બેઠી છે? ખેળ તૈયાર કર, ઘરમાંથી વાસીદું કાઢ, પાણી ભરી લાવ અને જલદીથી રસોઈ તૈયાર કર.” આ પ્રમાણે કોઈ વખત નહીં સાંભળેલાં વાક્યો સાંભળીને તે બોલી કે–“હે સ્વામી! હું આમાંનું કોઈ પણ કામ જાણતી નથી.” તે સાંભળીને વીરકે દોરડીવડે તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org