________________
૨૧૬
શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
[સ્તંભ ૪ ભાવાર્થ-“એક રાત્રીમાં શ્રી મહાવીર સ્વામીને એકવીશ પ્રાણાંત ઉપસર્ગ કરનાર સંગમ દેવ, કાલસૌકરિક કસાઈ, કપિલા દાસી, અંગારમર્દક આચાર્ય, બે પાલક (પાંચસો મુનિને પીલનાર પાલક તથા કૃષ્ણનો પુત્ર પાલક), નોજીવનો સ્થાપક ગોષ્ઠામાહિલ તથા ઉદાયીરાજાનો મારનાર વિનયરત્ન સાથે એટલા આ ચોવીશીમાં અભવ્ય થયા છે.”
ચાર સામાયિક (સમકિત, શ્રત, દેશવિરતિ, સર્વવિરતિ)માં અભવ્ય પ્રાણી કદાચ ઉત્કૃષ્ટ પામે તો શ્રુત સામાયિક પામી શકે છે; તેથી અઘિક બીજા ત્રણ સામાયિકનો લાભ તેને મળતો નથી.
ઉપર કહેલા ભવ્ય તથા અભવ્ય બન્ને પ્રકારના જીવો મિથ્યાત્વ વડે યુક્ત છતાં પણ ઘર્માદિકની પ્રરૂપણા કરીને તથા ઊંચા પ્રકારની સમિતિ ગુમિ ઘારણ કરીને બીજાઓને પ્રતિબોધ પમાડે છે, તથા શાસનને દીપાવે છે. તેથી કારણને વિષે કાર્યનો ઉપચાર કરવાથી તેમને દીપક સમકિત કહેવાય છે. આ પ્રસંગ ઉપર અંગારમÉકાચાર્યનો પ્રબંઘ છે તે નીચે પ્રમાણે
અંગારમઈક સૂરિનો પ્રબંધ ક્ષિતિપ્રતિષ્ઠિત પુરને વિષે શ્રી વિજયસેન સૂરિના શિષ્ય એકદા રાત્રી મધ્યે સ્વપ્નમાં પાંચસો હાથીઓથી યુક્ત એક સૂકર જોયો. તે વાત તેણે પ્રાતઃકાળે ગુરુને કહી. તે સાંભળી ગુરુ બોલ્યા કે-“આજે કોઈ અભવ્ય ગુરુ (આચાર્ય) પાંચસો શિષ્યો સહિત અહીં આવશે.” પછી તે જ દિવસે રુદ્ર નામના આચાર્ય પાંચસો શિષ્યો (સાઘુઓ) સહિત તે જ ગામમાં આવ્યા. તે દિવસે વિજયસેન સૂરિએ તેમની અશનાદિકથી ભક્તિ કરી. પછી બીજે દિવસે પોતાના શિષ્યોને તે રુદ્રાચાર્યની અભવ્યતાની ખાતરી કરાવવા માટે લઘુનીતિ કરવાની જગ્યાએ ગુપ્ત રીતે કોયલા પથરાવ્યા. રાત્રે તે રુદ્રાચાર્યના શિષ્યો માગું પરઠવવા ગયા, તે વખતે પગતળે કોયલા દબાવાથી ચમચમ શબ્દ થવા લાગ્યો. તે શબ્દ સાંભળીને તે સાધુઓ કોયલાને નહીં જાણવાથી “જીવોનું મર્દન થાય છે” એમ જાણીને વારંવાર પશ્ચાત્તાપ કરી પોતાના આત્માની નિંદા કરવા લાગ્યા અને તે પાપનું પ્રતિક્રમણ કરવા લાગ્યા. પછી રુદ્રાચાર્ય પોતે લઘુનીતિ કરવા ઊઠ્યા. તેણે પણ ચમચમ શબ્દ સાંભળ્યો; તેથી તેના પર વારંવાર જોરથી પગ મૂકી શબ્દ કરાવતા બોલ્યા કે-“અહો! આ અરિહંતના જીવો પોકાર કરે છે.” આ વાક્ય વિજયસેન સૂરિએ પોતાના શિષ્યોને પ્રત્યક્ષ સંભળાવ્યું. પછી પ્રાતઃકાળે સૂરિએ રુદ્રાચાર્યના શિષ્યોને કહ્યું કે, “આ તમારા ગુરુ અભવ્ય હોવાથી સેવવા યોગ્ય નથી. કેમકે
सप्पो इक्कं मरणं, कुगुरु दिति अनंताई मरणाई ।।
तो वर सप्पं गहियं, मा कुगुरुसेवणा भद्दा ॥१॥ ભાવાર્થ-“સર્પ (કરડ્યો હોય તો) એક જ વખત મરણ આપે છે પણ કરુ તો અનંતભવ સુધી અનંતા મરણ આપે છે, તેથી હે ભદ્ર! સર્પને ગ્રહણ કરવો શ્રેષ્ઠ છે; પણ કુગુરુની સેવા કરવી યોગ્ય નથી.”
असंजयं न वंदेजा, मायरं पियरं गुरुं ।
सेवणाविय सिठ्ठाणं, रायाणं देवया पि वा ॥२॥ ભાવાર્થ-“સંયમ વિનાના (અસંયતિવિરતિ રહિત) માતા, પિતા, ગુરુને વંદના કરવી નહીં અને તેવા અસંયતિ શેઠ, રાજા, અથવા દેવતાની સેવા પણ કરવી નહીં.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org