Book Title: Updeshprasad Part 1
Author(s): Vijaylakshmisuri, 
Publisher: Jain Book Depo Ahmedabad

Previous | Next

Page 225
________________ ૨૧૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [તંભ ૪ કરવામાં આવ્યા. લોકો એકઠા થઈને તે કમળગૃહને ભાંગી નાંખવા માટે કુહાડા વગેરેના પ્રહાર તેના પર કરવા લાગ્યા; પરંતુ તે કમળગૃહ ન ઊઘડતાં તેની અંદર રહેલા રાજા વગેરે સર્વને તેના પ્રહારથી પીડા થવા લાગી. છેવટે તેમને કાંઈ પણ ઉપાય સૂઝયો નહીં, ત્યારે તે લોકોએ અવંતિમાં આવી કોકાશની પાસે પોતાના રાજાના જીવિતની ભિક્ષા માંગી. ત્યારે કોકાશે તેઓને કહ્યું કે–“તમારો રાજા અમારા રાજાની દાસની જેમ સેવા કરે, તો તેને મુક્ત કરું.” તે સાંભળી લોકોએ તેમ કરવું કબૂલ કર્યું. પછી કોકાશે ત્યાં જઈને તે કમળગૃહ ઉઘાડ્યું, એટલે સર્વે બહાર નીકળ્યા. કનકપ્રભ રાજાએ કોકાશનો પિતાની જેમ સત્કાર કર્યો. પછી કોકાશ પોતાના નગરમાં આવ્યો. એકદા કાકજંઘ રાજા અને કોકાશ ગુરુ પાસે ગયા. ત્યાં તેમણે ઘર્મદેશના સાંભળીને પોતાનો પૂર્વભવ પૂછ્યો. ત્યારે ગુરુ બોલ્યા કે-“હે રાજન્! પૂર્વે તું ગજપુરનો રાજા હતો, અને આ કોકાશ તે જ ગામમાં બ્રાહ્મણ જાતિનો જૈનઘર્મી સૂત્રઘાર હતો. તેના વચનથી તેણે તેની પાસે અનેક જૈન પ્રાસાદો કરાવ્યા. એકદા તે જ ગામમાં કોઈ બીજા ગામથી એક જૈન સૂત્રધાર આવ્યો. તે પણ પોતાની કળામાં કુશળતાવાળો હતો. તેની કળાપર ઈર્ષ્યા આવવાથી તારા પ્રથમના સૂત્રઘારે તારી પાસે તેની જાતિ નીચ છે ઇત્યાદિ કહીને તેની નિંદા કરી. કહ્યું છે કે कलावान् धनवान् विद्वान्, क्रियावान् धनमानवान् । नृपस्तपस्वी दाता च, स्वतुल्यं सहते न हि ॥१॥ ભાવાર્થ-અકળાવાન, ઘનવાન, વિદ્વાન, ક્રિયાવાન, ઘનના અભિમાનવાળો, રાજા, તપસ્વી અને દાતાર–એઓ પોતાના સરખાને સહન કરતા નથી, જોઈ શકતા નથી.” પોતાના સૂત્રધારના કહેવાથી તેં પણ તે નવા આવેલા સૂત્રઘારને છ ઘડી સુધી કારાગૃહમાં રાખ્યો. પણ પછી તે કાર્ય અઘટિત લાગતાં તેને મુક્ત કર્યો. તે પાપની આલોચના કર્યા વિના તમે બન્ને મરણ પામીને સૌઘર્મ દેવલોકમાં દેવતા થયા. ત્યાંથી ચ્યવીને આ ભવે પણ તમે રાજા અને રથકાર થયા છો. કોકાશે જાતિમદ કર્યો હતો, તેથી આ ભવે તે દાસીપુત્ર થયો; અને પેલા પરદેશી સૂત્રઘારને છ ઘડી કેદખાનામાં રાખ્યો હતો તેથી આ ભવે તમે બન્ને છ માસ સુધી કેદખાનામાં તેમ જ પ્રતિબંઘમાં રહ્યા.” આ પ્રમાણે જ્ઞાનીના વચનો સાંભળીને કાકજંઘ રાજાએ પોતાના પુત્રને રાજ્યપર સ્થાપન કરી કોકાશ સહિત દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે કેવળજ્ઞાન પામી તે બન્ને મોક્ષપદને પામ્યા. જગતપ્રસિદ્ધ કાકજંઘ રાજા કોકાશની બુદ્ધિથી ઘર્મની દૃઢતા મેળવી કારક સમકિત ઘારણ કરી અતીન્દ્રિય જ્ઞાન પામીને મોક્ષે ગયા. વ્યાખ્યાન ૬૦ દીપક સમકિત मिथ्यादृष्टिरभव्यो वा, स्वयं धर्मकथादिभिः । परेषां बोधयत्येवं, दीपकं दर्शनं भवेत् ॥१॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236