________________
૨૧૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
[સ્તંભ ૪ પણ બહારથી બઘો આડંબર કરે છે, તે તમોને પણ અનર્થકારક છે, માટે તેની શ્લાઘા કે સેવા કરવી બિલકુલ યોગ્ય નથી. તેનો પરિચય પણ હાનિકારક છે.” તે સાંભળીને બઘા સાધુઓ તે બાહ્યાચારીનો ત્યાગ કરીને પોતપોતાના ઘર્મધ્યાનમાં તત્પર થયા.
માટે હે સાઘુઓ! તમે પણ આ અભવ્ય ગુરુનો ત્યાગ કરી શુદ્ધ ચારિત્રનું પાલન કરો.” તે સાંભળીને રુદ્રાચાર્યના શિષ્યો વિસ્મય પામી વિચાર કરવા લાગ્યા કે “અહો! આ રુદ્રાચાર્યનો કોઈ અલૌકિક ક્રિયાદંભ છે કે જેથી આટલા વખત સુધી આપણા જાણવામાં પણ તે આવ્યો નહીં; તેથી તેની આપણે આટલી મુદત સુઘી સેવા કરી.” આ પ્રમાણે વિચારીને તેઓએ તે અભવ્ય ગુરુનો ત્યાગ કર્યો, અને સંયમનું પ્રતિપાલન કરીને સ્વર્ગે ગયા.
ત્યાંથી ચ્યવીને તે પાંચસો દિલીપરાજાના પુત્રો થયા. તે પુત્રો યુવાવસ્થા પામ્યા. ત્યારે હસ્તિનાપુરમાં કોઈ રાજપુત્રીનો સ્વયંવર થતો હતો ત્યાં ગયા. તે વખતે દ્રાચાર્ય (અંગારમર્દક)નો જીવ ઘણા ભવોને વિષે ભ્રમણ કરીને ઊંટ થયો હતો. તે ઊંટ પર ઘણો ભાર ભરીને તેનો સ્વામી તે જ ગામ પાસેથી નીકળ્યો. તે ઊંટને ભારને લીધે બરાડા મારતો જોઈને તે પાંચસો કુમારો વિચાર કરવા લાગ્યા કે–“અહો! આ ઊંટ પૂર્વ કર્મને યોગે આ ભવમાં અનાથ અને અશરણ થઈને મહા દુઃખ પામે છે. શ્રી દેવેન્દ્ર આચાર્યો કર્મગ્રંથમાં કહ્યું છે કે-“તિરિયાક ગૂઢહિયમો સટ્ટો સો . ઇત્યાદિ અર્થાત્ ગૂઢ હૃદયવાળો, શલ્યવાળો અને શઠતાવાળો પ્રાણી તિર્યંચનું આયુષ્ય બાંધે છે વગેરે.” એ રીતે ચિંતવતા તે પાંચસો કુમારોને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું; તેથી તેઓએ પોતાના પૂર્વ ભવ દીઠો. એટલે તેને પૂર્વ ભવનો ઉપકારી ગુરુ જાણીને તેના સ્વામી પાસેથી ઘન આપી છોડાવ્યો અને દુઃખ રહિત કર્યો. પછી તે સર્વે કુમારો આવું ભવનાટક જોઈ ચારિત્ર ગ્રહણ કરી કેવળજ્ઞાન પામીને મોક્ષે ગયા. - “અંગારમર્દક આચાર્ય બહારથી વિરાગતા ઘરાવતો હતો, તેના પાંચસો શિષ્યોએ મોક્ષનું સાઘન કર્યું પણ તે તો ભવમાં ભટક્યો; માટે દીપક સમકિતવાળાની સેવા કરવી નહીં, અને શુભમતિવાળા જીવોએ શુદ્ધ શ્રદ્ધા ઘારણ કરવી.”
વ્યાખ્યાન ૬૧
સમકિતનું વસ્તુસ્વરૂપ मिथ्यात्वपुद्गलाभावात्, प्रदेशाः सन्ति चात्मनः ।
ते सर्वे स्वस्थतां नीते, सम्यक्त्वं वस्तु तद्भवेत् ॥१॥ ભાવાર્થ–“આત્મપ્રદેશ સાથે રહેલા મિથ્યાત્વમોહનીયના પુદ્ગલોનો અભાવ (ક્ષય) થવાથી આત્માના સર્વે પ્રદેશો જે સ્વસ્થતાને (શુદ્ધતાને) પામે છે તે વસ્તુતાએ સમકિત કહેવાય છે.”
અહીં શ્લોકમાં મિથ્યાત્વના પુદ્ગલો કહ્યા તેના ઉપલક્ષણથી અનંતાનુબંધી કષાયના જે પુદ્ગલો છે તે પણ ગ્રહણ કરવા. તેનો ક્ષયોપશમાદિકે કરીને અભાવ થવાથી મલિનતાને અભાવે ઉજ્જવળ થયેલા વસ્ત્રની જેમ જીવના પ્રદેશોને વિષે નિર્મળતારૂપ જે શ્રદ્ધા ગુણ પ્રગટ થાય છે તે જ વસ્તુતાએ સમક્તિ કહેવાય છે. એ આ શ્લોકનો ભાવાર્થ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org