Book Title: Updeshprasad Part 1
Author(s): Vijaylakshmisuri, 
Publisher: Jain Book Depo Ahmedabad

Previous | Next

Page 230
________________ ૨૧૯ વ્યાખ્યાન ૬૧] સમકિતનું વસ્તુસ્વરૂપ અહીં શિષ્ય શંકા કરે છે કે–જીવ મિથ્યાત્વના પગલોના જ ત્રણ પુંજ કરે છે–શુદ્ધ, અર્ધ શુદ્ધ તથા અશુદ્ધ. તે આ રીતે-કોદ્રવા (ઘા વિશેષ) ફોતરાં સહિત હોય છે, તેને છાણ વગેરે લગાડી ફોતરા કાઢી શુદ્ધ કોદ્રવા કરવામાં આવે છે, તેમાં જેના તદ્દન ફોતરાં નીકળી જાય તે શુદ્ધ, જેના અર્ધા ફોતરાં નીકળી જાય અને અર્ધા રહે તે અર્થ શુદ્ધ, અને જેના એમના એમ ફોતરાં રહે તે અશુદ્ધ. એ રીતે ત્રણ પુંજ કરે છે. તે વિષે કહ્યું છે કે दंसणमोहं तिविहं सम्मं मीसं तहेव मिच्छत्तं । सुद्धमद्धविसुद्धमविसुद्धं तं हवइ कमसो॥१॥ ભાવાર્થ-“દર્શન મોહનયના ત્રણ પ્રકાર છે–સમ્યકત્વ, મિશ્ર અને મિથ્યાત્વ. તેમાં પહેલો શુદ્ધ, બીજો અર્થવિશુદ્ધ અને ત્રીજો અવિશુદ્ધ-એમ અનુક્રમે ત્રણ પુંજ હોય છે.” અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે-“મિથ્યાત્વના પુદ્ગલોના જ ત્રણ પુંજો થતા હોય તો એક સરખા જ મિથ્યાત્વના પુદ્ગલો સાઘક બાઘક બન્ને પ્રકારના ગુણને વિષે શી રીતે પ્રવર્તી શકે? જો બે વસ્તુ ભિન્ન ભિન્ન હોય, તો તેમ ઘટી શકે. જો એમ કહો કે તે મિથ્યાત્વના પગલોમાંથી મદનપણું (મેલાપણું) જતું રહ્યું તેથી તે શુદ્ધ સમ્યકત્વ મોહનીય થાય છે તો પછી તેમાં મદન (મેલા) પણું શું? અર્થાત્ મેલાપણું ક્યાં રહ્યું કે જેથી તે મિથ્યાત્વના પગલો કહેવાય?” આ શંકાનો ગુરુ જવાબ આપે છે કે-“ચાર પ્રકારના (ચોઠાણીઆ) મહારસને સ્થાને રહેલા (ચોઠાણીઆ રસવાળા) મિથ્યાત્વના પુદ્ગલો મિથ્યાત્વરૂપ બાઘકપણાને તથા વિભાવપણાને પામી શકે છે; પરંતુ કોદરાનાં ફોતરાંને ત્યાગની જેમ તે પુદ્ગલોમાંથી મહારસના અભાવે કરીને અનિવૃત્તિકરણ કરવાથી એકઠાણીઓ રસ કર્યો, તેથી યથાર્થ વસ્તુ પરિણામનો વ્યાઘાત ન કરે એવું સમકિત મોહનીય થાય છે. તેમાં કાંઈક શંકાદિક ઉત્પન્ન થાય છે તેથી તેને મોહનીય કહ્યું છે. તે સમતિ મોહનીયન સર્વથા ક્ષય થવાથી ચરમદર્શન (સાયિક સમકિત) થાય છે. તેમાં કદાપિ શંકાદિક અતિચાર લાગતા જ નથી. આ રીતે પુલો ભિન્ન ભિન્ન નહીં છતાં પણ તેના ત્રણ પ્રકાર થાય છે તેમાં કાંઈ શંકા કરવા જેવું નથી.” હવે સમકિતવૃષ્ટિનું જ્ઞાન જ સાચું જ્ઞાન કહેવાય છે. સમ્યકત્વહીન જ્ઞાન તે અજ્ઞાન છે. તે વિષે કહ્યું છે કે सदाधनन्तधर्माढ्यमेकैकं वस्तु वर्तते । तत्तथ्यं मन्यते सर्वं श्रद्धावान् ज्ञानचक्षुभिः॥४॥ ભાવાર્થ-“દરેક વસ્તુ સત્, અસત્ વગેરે અનંત ઘર્મ યુક્ત છે, તે સર્વ જ્ઞાનચક્ષુએ કરીને શ્રદ્ધાવાન્ સત્ય માને છે.” एकान्तेनैव भाषन्ते वस्तुधर्मान् यथा तथा । તસ્મશાનતા રેયા મિથ્યાત્રિનાં નિસના રા. ભાવાર્થ-“મિથ્યાત્વીઓ સર્વ વસ્તુના પૃથક પૃથકુ ઘર્મોને જેમ-તેમ (કોઈક યુક્તિથી) એકાંતપણે જ કહે છે, માટે તે મિથ્યાત્વીઓની સ્વાભાવિક જ અજ્ઞાનતા છે એમ જાણવું.” દરેક વસ્તુ સત્ અસત્ વગેરે અનંત ઘર્મયુક્ત છે. જેમ એક ઘટરૂપી વસ્તુ છે તે પોતાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 228 229 230 231 232 233 234 235 236