________________
૨૨૨
શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૧
[સ્તંભ ૪
સ્વામી! જો મને અભય આપો તો આ જળની હકીકત કહું.’’ તે સાંભળી રાજાએ તેને અભય આપ્યું. ત્યારે મંત્રીએ કહ્યું કે,“હે રાજન્! પેલી ખાઈનું આ પાણી છે.” તે સાંભળી રાજાએ તે વાત માની નહીં. ત્યારે રાજાની સમક્ષ તે ખાઈનું જળ મંગાવી પૂર્વે કહેલી વિધિ પ્રમાણે જળને સ્વાદિષ્ટ બનાવ્યું. તે જોઈ રાજા વિસ્મય પામી બોલ્યો કે,‘હે મંત્રી! આવી રીતિ તેં ક્યાંથી જાણી?'’ મંત્રીએ કહ્યું,“હે દેવ! જિનાગમ સાંભળવાથી અને સદ્દહવાથી આ સર્વ પુદ્ગલના પરિણામની ખબર પડે છે. હે રાજન્! પુદ્ગલોની અચિંત્ય શક્તિ છે. અનેક પ્રકારે પરિણામ પામવાનો તેનો સ્વભાવ છે. પણ તે બધા સ્વભાવ તિરોભાવે વર્તે છે. તે સર્વ સ્વભાવોને જ્ઞાનીઓ જ્ઞાનથી જાણી શકે છે. છદ્મસ્થ જીવો જ્ઞાનાવરણીયાદિક કર્મોવડે આવરણ પામેલા હોવાથી સમ્યક્ પ્રકારે જાણી શકતા નથી; તો પણ તેઓ શાસનના તે વચનો અવશ્ય સદ્દહે છે.
વળી હે રાજા! આ જગતમાં વસ્તુની અનુપલબ્ધિ (અપ્રાપ્તિ) બે પ્રકારે હોય છે એક તો સત્ (છતી) વસ્તુની અપ્રાપ્તિ અને બીજી અસત્ (અછતી) વસ્તુની અપ્રાપ્તિ. તેમાં સસલાનાં શીંગડાં, આકાશનું પુષ્પ વગેરે અસત્ વસ્તુની અપ્રાપ્તિ કહેવાય છે; એટલે તે વસ્તુઓ દુનિયામાં જ નથી. બીજી સત્ (છતી) વસ્તુની અપ્રાપ્તિ તે આઠ પ્રકારની છે. તેમાં અતિ દૂર રહેલી વસ્તુની પ્રાપ્તિ ન થાય તે પહેલો પ્રકાર છે. તેના પણ દેશ, કાળ અને સ્વભાવ એ ત્રણ ભેદ છે. જેમ કોઈ માણસ બીજે ગામ ગયો, તેથી તે દેખાતો નથી. તેથી તે માણસ શું નથી? છે, પણ દેશથકી અતિ દૂર રહેલો હોવાથી તેની પ્રાપ્તિ થતી નથી. એ પ્રમાણે સમુદ્રને પેલે પાર મેરુ વગેરે છે તે સત્ છતાં પણ દૂર હોવાથી દેખાતા નથી. તથા કાળથી દૂર હોય તે પણ દેખાતા નથી. જેમ મૃત્યુ પામેલા પોતાના પૂર્વજો તથા હવે પછી થવાના પદ્મનાભ જિનેશ્વર વગેરે કાળથી દૂર હોવાને લીધે દેખાતા નથી. ત્રીજો પ્રકાર સ્વભાવથી દૂર હોય તે પણ દેખાતા નથી. જેમ આકાશ, જીવ, ભૂત, પિશાચ વગેરે દેખાતા નથી. તે પદાર્થો છે પણ ચર્મચક્ષુ ગોચર થઈ શકતા નથી. આ ત્રણ ભેદ પહેલા વિપ્રકર્ષ (દૂર) નામના પ્રકારના છે. બીજો પ્રકાર અતિ સમીપ જે વસ્તુ હોય, તે પણ દેખાતી નથી. જેમ નેત્રમાં રહેલું કાજળ દેખાતું નથી; તે શું નથી? છે જ. ઇન્દ્રિયનો ઘાત થવાથી વસ્તુ દેખાય નહીં તે ત્રીજો પ્રકાર છે. જેમ અંધ, બધિર વગેરે માણસ રૂપ, શબ્દ વગેરેને જોઈ સાંભળી શકતા નથી; તો તેથી શું રૂપ, શબ્દ વગેરે નથી? છે જ. તથા મનના અસાવઘાનપણાથી વસ્તુ દેખાય નહીં, તે ચોથો પ્રકાર છે. જેમ અસ્થિર ચિત્તવાળો મનુષ્ય પોતાની પાસે થઈને જતા હાથીને પણ જોઈ શકતો નથી. તો શું હાથી ત્યાંથી ગયો નથી? ગયો છે. તથા અતિસૂક્ષ્મપણાથી વસ્તુ દેખાય નહીં તે પાંચમો પ્રકાર છે. જેમ કે જાળીઆની અંદર પડતા સૂર્યના કિરણોમાં રહેલી ત્રસરેણુ (રજકણો) તથા પરમાણુ હ્રચણુક વગેરે તેમજ સૂક્ષ્મ નિગોદના જીવો વગેરે દેખાતા નથી; તેથી શું તે નથી? છે જ. તથા કોઈ વસ્તુના આવરણથી કોઈ વસ્તુ દેખાય નહીં તે છઠ્ઠો પ્રકાર છે. જેમ ભીંતને અંતરે રહેલી વસ્તુ દેખાતી નથી. તો તે વસ્તુ શું નથી? છે જ. ચંદ્ર મંડળનો પાછળનો ભાગ દેખાતો નથી; કેમકે તે આગળના ભાગથી વ્યવહિત થયેલો છે; તેમજ શાસ્ત્રના સૂક્ષ્મ અર્થ પણ મતિની મંદતાને લીધે જાણી શકાતા નથી; તથા એક વસ્તુ વડે બીજી વસ્તુનો પરાભવ થવાથી તે (બીજી) વસ્તુ દેખી શકાતી નથી તે સાતમો પ્રકાર છે. જેમ સૂર્યાદિકના તેજથી પરાભવ પામેલા ગ્રહ, નક્ષત્રો આકાશમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org