________________
૨૧૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
[સ્તંભ ૪ રસોઈ કરતો હતો, ચંદ્રમા અમૃત વૃષ્ટિ કરતો હતો, મંગળ (ગ્રહ) ભેંસો જોનારો હતો, બુઘ અરીસો દેખાડતો હતો, ગુરુ (બૃહસ્પતિ) ઘડિયાળ વગાડતો હતો, શુક્ર (શુક્રાચાર્ય) તેનો મંત્રી હતો, શનિ તેના પૃષ્ઠ ભાગનો રક્ષક હતો, અઠ્યાશી હજાર ઋષિઓ પાણીની પરબની રક્ષા કરતા હતા, વિષ્ણુ તેની પાસે મશાળ ઘારણ કરતા હતા અને બ્રહ્મા તેના પુરોહિત હતા. આવી સમૃદ્ધિવાળો છતાં પણ તે રાવણ પરસ્ત્રીનું હરણ કરવાથી દુઃખ પામ્યો.” આ રીતે વાતો કરતા તે પાછા વળી પોતાના નગરમાં આવ્યા.
અન્યદા પશ્ચિમ દિશામાં ગયા. ત્યાં સિદ્ધાચળ અને ગિરનાર તીર્થ દેખી તેનું વર્ણન કર્યું. એ જ પ્રમાણે ઉત્તર દિશા તરફ ગયા. ત્યારે કોકાશે અષ્ટાપદ નામનો કૈલાશ પર્વત, શાશ્વત સિદ્ધાયતનો તથા જિનેશ્વરના કલ્યાણકના સ્થાનકો દેખાડ્યા. હસ્તિનાપુર આવતાં તેનું વર્ણન કર્યું કે-“હે સ્વામી! અહીં સનકુમાર વગેરે પાંચ ચક્રવર્તીઓ તથા પાંચ પાંડવો થયા છે. શ્રી ઋષભદેવ સ્વામીનું વરસીતપનું પારણું પણ અહીં થયું છે. શાંતિનાથ આદિ ત્રણ જિનેશ્વરના મોક્ષકલ્યાણક વિના બાકીના ચાર ચાર કલ્યાણકો અહીં થયા છે. વિષ્ણુકુમારે ઉત્તમ વૈક્રિય શરીર અહીં કર્યું હતું તથા કાર્તિક શ્રેષ્ઠીએ એક હજારને આઠ પુરુષો સહિત અહીં જ દીક્ષા લીધી હતી. વગેરે અનેક શુભ કાર્યો અહીં થયેલાં છે.” આ પ્રમાણે હમેશાં નવાં નવાં તીર્થોનું માહાભ્ય સંભળાવીને કોકાશે રાજાને જૈનઘર્મ પર રુચિવાળો કર્યો. પછી એકદા કોકાશ રાજાને જ્ઞાની ગુરુ પાસે લઈ ગયો. ગુરુએ ઘર્મોપદેશ કરતાં કહ્યું કે-“ગૃહસ્થોને માટે સમકિત સહિત પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત મળી બાર વ્રતો કહેલાં છે, બીજા ઘર્મના નિયમો ગ્રહણ કરવાથી તેના ફળમાં સામાન્ય વર્ષાની જેમ કદાચ સંદેહ રહે છે પણ આ જૈનઘર્મનું ફળ તો પુષ્કરાવર્ત મેઘની જેમ ફળે (મળ) જ છે–નિષ્ફળ જતું જ નથી.” ઇત્યાદિ ઘર્મોપદેશ સાંભળીને રાજાએ સમકિત સહિત બાર વ્રતો ગ્રહણ કર્યા, તેમાં છઠ્ઠા દિવિરતિ વ્રતમાં એક દિવસે દરેક દિશામાં એક સો યોજનથી વઘારે દૂર જવું નહીં એવો નિયમ લીઘો.
એકદા રાજા યશોદેવી નામની પોતાની પટ્ટરાણી સહિત કાષ્ઠ ગરુડપર બેસી ફરવા જવા તૈયાર થતો હતો. તે હકીકત જાણીને વિજયા નામની બીજી રાણીએ સપત્ની (શોક્ય) પરના દ્વેષને લીધે પોતાના ખાનગી માણસ પાસે તે ગરુડની એક મૂળ ખીલી કાઢી નંખાવી, અને તેને સ્થાને બીજી તેવી જ નવી ખીલી ગોઠવી દીઘી. તે વાતની કોઈને ખબર પડી નહીં. કહ્યું છે કે
उन्मत्तप्रेमसंरंभा-दारभन्ते यदंगनाः ।
तत्र प्रत्यूहमाधातुं ब्रह्माऽपि खलु कातरः॥४॥ ભાવાર્થ-“ઉન્મત્ત પ્રેમના વેગથી સ્ત્રીઓ જે કાર્યનો આરંભ કરે છે તે કાર્યમાં વિઘ્ન લાવવાને બ્રહ્મા પણ સમર્થ થતો નથી.”
પછી રાજા રાણી સહિત ગરુડપર બેઠો, અને કોકાશે ગરુડને આકાશમાં ઉડાડ્યો. ઘણા દૂર ગયા પછી રાજાએ દિગ્વિરતિ વ્રત યાદ આવવાથી કોકાશને પૂછ્યું કે-“હે મિત્ર! આપણે કેટલે દૂર આવ્યા?” કોકાશ બોલ્યો-“સ્વામી! આપણે બસો યોજન દૂર આવ્યા છીએ.” તે સાંભળી ખેદયુક્ત થઈ રાજાએ કહ્યું કે-“હે મિત્ર! ગરુડને જલદી પાછો વાળ, પાછો વાળ; કેમકે જાણ્યા પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org