________________
વ્યાખ્યાન ૫૯]
કારક સમકિત
૨૦૯
ભાવાર્થ‘મિત્રો પાસે સત્ય બોલવું, સ્ત્રીની પાસે પ્રિય બોલવું, શત્રુ પાસે અસત્ય પણ મધુર બોલવું, અને રાજા પાસે અનુકૂલ તેમજ સત્ય વચન બોલવું.’'
તેની કલાકુશળતા સાંભળીને રાજાએ હર્ષિત થઈ પૂછ્યું કે-‘તું બીજી પણ કાંઈ કળા જાણે છે?’’ કોકાશ બોલ્યો—“હે સ્વામિન્! રથકારની સર્વ કળાઓ હું જાણું છું. આપણી ઇચ્છા પ્રમાણે ગતિ કરે તેવા મોર, ગરુડ, પોપટ, હંસ વગેરે પક્ષીઓ લાકડાના બનાવું છું, કે જેની ઉપર રથની જેમ બેસીને પૃથ્વીની જેમ આકાશમાં પણ કીલિકાદિકના પ્રયોગથી જવાય અવાય.’’ તે સાંભળીને કૌતુકપ્રિય રાજાએ કહ્યું કે—‘મારા માટે એવો એક ગરુડ બનાવ કે જેનાપર બેસીને આકાશમાં રહી આખા ભૂમંડળની શોભા જોઉં.’’ આ પ્રમાણેની રાજાની આજ્ઞા થતાં કોકાશે તેવો ગરુડ બનાવ્યો. તે ગરુડને જોવાથી જ રાજાએ પ્રસન્ન થઈને તેના આખા કુટુંબનો સારી રીતે નિર્વાહ થાય તેવો બંદોબસ્ત કરી આપ્યો; તેથી તેઓ સુખેથી ત્યાં જ રહ્યા. કહ્યું છે કે
लवणसमो नत्थि रसो, विण्णाणसमो अ बंधवो नत्थि । धम्मसमो नत्थि निहि, कोहसमो वेरिणो નત્ય શી ભાવાર્થ—‘લવણ (લૂણ) જેવો બીજો કોઈ (ઉત્તમ) રસ નથી, વિજ્ઞાન (કળાહુન્નર) જેવો બીજો કોઈ બાંધવ નથી, ધર્મ સમાન બીજો કોઈ નિઘિ (ભંડા૨) નથી, અને ક્રોધ સમાન બીજો કોઈ વૈરી નથી.’’
दृढ
એક દિવસ કોકાશને સાથે લઈને રાજા વિષ્ણુની જેમ પોતાની રાણી સહિત ગરુડ પર આરૂઢ થઈ આકાશમાર્ગે ચાલ્યો. ઘણા દેશોને ઉલ્લંઘન કરી ભરુચપુરની ઉપર આવ્યા, ત્યારે રાજાએ કોકાશને તે નગરનું નામ વગેરે પૂછ્યું. ત્યારે તેણે ગુરુના મુખથી પૂર્વે વૃત્તાંત સાંભળ્યું હતું તેથી તે બોલ્યો કે “હે સ્વામી! આ નગરનું નામ ભરુચ છે. આ પુરમાં પહેલાં શ્રી મુનિસુવ્રત સ્વામીએ સાઠ યોજન દૂર રહેલા પ્રતિષ્ઠાનપુરથી એક રાત્રિમાં જ આવીને યજ્ઞમાં હોમવાને તૈયાર કરેલો અશ્વ, કે જે પોતાનો પૂર્વભવનો મિત્ર હતો, તેને પ્રતિબોધ પમાડ્યો હતો, અને તેને જૈનધર્મમાં કર્યો હતો. જેથી તે અશ્વ મૃત્યુ પામીને સૌધર્મ દેવલોકમાં સામાનિક દેવતા થયો હતો. તેણે તરત જ અવધિજ્ઞાનવડે પૂર્વની હકીકત જાણી એટલે તે અહીં (ભરુચમાં) આવ્યો અને જિનેશ્વરના સમવસરણને સ્થાને તેણે જિનપ્રાસાદ બનાવી તેમાં પ્રભુનું બિંબ પધરાવી તેની સન્મુખ પોતાની અશ્વમૂર્તિ ઊભી રાખી અને અશ્વાવબોધ નામનું તીર્થ સ્થાપન કર્યું.’' આ પ્રમાણે વાતો કરતાં અને વિવિધ દેશોનું અવલોકન કરતાં તેઓ લંકાનગરી ઉપર આવ્યા, ત્યારે રાજાએ તેનું નામ વગેરે કોકાશને પૂછ્યું. કોકાશ બોલ્યો કે—“હે સ્વામી! આ લંકાનગરી છે. અહીં પહેલાં રાવણ નામે રાજા થઈ ગયો. તેની સમૃદ્ધિનું વર્ણન લોકમાં (લૌકિક શાઓમાં) એવું સંભળાય છે કે—તે રાવણે નવ ગ્રહોને પોતાના પલંગે બાંધ્યા હતા, યમરાજને બાંધીને પાતાળમાં નાંખ્યો હતો, વાયુદેવ તેને ઘેર વાસીદું વાળતો હતો, ચારે મેઘો તેને ઘેર ગંધયુક્ત જળની વૃષ્ટિ કરતા હતા, અને પાણી ભરતા હતા, સાતે માતૃકા દેવીઓ તેની આરતી ઉતારતી હતી, શેષનાગ તેના મસ્તકપર છત્ર ધારણ કરતો હતો, સરસ્વતી તેની પાસે વીણા વગાડતી હતી, રંભા નામની અપ્સરા નૃત્ય કરતી હતી, તુંબરુ (દેવ) ગંધર્વ ગાયન કરતો હતો, નારદ તેનું દૂતપણું કરતો હતો તેમજ તાળ વગાડતો હતો, સૂર્ય તેની
ભાગ ૧-૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org