Book Title: Updeshprasad Part 1
Author(s): Vijaylakshmisuri, 
Publisher: Jain Book Depo Ahmedabad

Previous | Next

Page 219
________________ ૨૦૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ સ્તિંભ ૪ મારી જંઘામાંથી બાકી રહેલું તેલ કાઢી આપવું.” તે સાંભળી બીજા અંગમર્દકોએ ઘણા ઉપાયો કર્યાં પણ તેઓ એક બિંદુ પણ કાઢી શક્યા નહીં, તેથી તેઓ ઝંખવાણા થઈ ચાલ્યા ગાય. બીજી દિવસે અંગમર્દકરત્નને રાજાએ તે જંઘાનું તેલ કાઢવા આજ્ઞા કરી; પણ અંગમર્દકરત્ન બીજે દિવસ તેલ કાઢી શક્યો નહીં. કેમકે તે જ દિવસે તેલ કાઢવાની તેની શક્તિ હતી. રાજાની જંઘામાં રહેલું તેલ કૂવાની છાયા કૂવામાં જ રહે તેમ ત્યાં જ સ્થિર થયું, તેથી તેની જંઘા કાગડાના વર્ણ જેવી શ્યામ વર્ણવાળી થઈ ગઈ. ત્યારથી લોકમાં તેનું કાકજંઘ એવું નામ પ્રસિદ્ધ થયું. રાજા જેવાના પણ તેવા ઉપનામો લોકો પાડે છે. કેમકે-“જગતને મુખે ગરણું બાંધી શકાતું નથી.” વળી સારાં ઉપનામો નઠારાં ઉપનામોની જેમ પ્રસિદ્ધ પણ થતાં નથી. જુઓ માપતુષ, કુરગડૂક, સાવદ્યાચાર્ય, રાવણ વગેરે નામો જેવાં પ્રસિદ્ધિ પામ્યાં છે તેવાં સારાં નામો પ્રસિદ્ધિ પામ્યાં નથી. એકદા કોંકણદેશમાં નિર્બન લોકોનો સંહાર (નાશ) કરવામાં મહારાક્ષસ જેવો મોટો દુષ્કાળ પડ્યો. તેથી ઘનિક લોકો પણ નિર્ણન જેવા થયા, અને રાજા પણ રંક જેવા થઈ ગયા. કહ્યું છે કે मानं मुञ्चति गौरवं परिहरत्यायाति दीनात्मताम् लज्जामुत्सृजति श्रयत्यदयतां नीचत्वमालंबते । भार्याबन्धुसुतासुतेष्वपकृतीर्नानाविधाश्चेष्टते किं किं यन्न करोति निन्दितमपि प्राणी क्षुधापीडितः॥१॥ ભાવાર્થ-“દુષ્કાળમાં સુઘાથી પીડા પામેલા લોકો માનનો ત્યાગ કરે છે, ગૌરવ (મોટાઈ) મૂકી દે છે, દીનતા ઘારણ કરે છે, લજ્જનો ત્યાગ કરે છે, નિર્દયતાનો આશ્રય કરે છે, નીચપણાનું અવલંબન કરે છે, ભાર્યા, બંધુ, પુત્ર અને પુત્રીને વિષે નાના પ્રકારના અપકાર કરવાની ચેષ્ટા કરે છે; અર્થાત્ તેઓના દુઃખની દરકાર કરતા નથી; તથા સુઘાપીડિત મનુષ્ય બીજ પણ કયા કયા નિંદિત કાર્યો નથી કરતા? અર્થાત્ સર્વ કરે છે.” આવા ભયંકર દુષ્કાળના સમયમાં કોકાશ કુટુંબનો નિર્વાહ નહીં થઈ શકવાથી સ્વદેશ છોડી ઉજ્જયિની નગરીમાં કુટુંબ સહિત આવ્યો. ત્યાં કોઈની સહાય વિના રાજાને મળી શકાય તેમ નહોતું; તેથી વિચાર કરીને છેવટે તે કોકાશે કાષ્ઠના ઘણા પારેવા બનાવ્યા. તેને કારીગરીથી એવી ખીલીઓ મારી હતી કે તે પારેવા ઊડીને રાજાના ઘાન્યના કોઠારમાં જઈ જીવતા પારેવાની જેમ ચાંચવડે ચોખા દાળ વગેરે તમામ જાતનું અનાજ પોતાના કાષ્ઠશરીરમાં જેટલું માય તેટલું ભરીને પાછા કોકાશ પાસે આવતા. પછી તે અનાજ તેમાંની કાઢીને તે વડે કોકાશ પોતાના કુટુંબનું ભરણપોષણ કરતો. એકદા ઘાન્યના રક્ષકોએ સાચા પારેવાની જેમ દાણાથી ભરેલા તે કાષ્ઠકોતરૂપ ચોરને ઘાન્યના કોઠારમાંથી નીકળતા જોયા; તેથી આશ્ચર્ય પામીને તે આરક્ષકો તે પારેવાની પાછળ તપાસ કરવા ગયા. તો તે પારેવાઓને કોકાશના ઘરમાં પેસતા જોયા. તેઓ તે કોકાશને પકડીને રાજા પાસે લઈ ગયા. રાજાએ તેને પૂછ્યું, ત્યારે તેણે સત્ય હકીકત કહી આપી. કહ્યું છે કે सत्यं मित्रैः प्रियं स्त्रीभि-रलीकं मधुरं द्विषा । अनुकूलं च सत्यं च, वक्तव्यं स्वामिना सह ॥१॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236