Book Title: Updeshprasad Part 1
Author(s): Vijaylakshmisuri, 
Publisher: Jain Book Depo Ahmedabad

Previous | Next

Page 216
________________ વ્યાખ્યાન ૫૮] રોચક સમકિત ૨૦૫ ખૂબ મારી; તેથી તે રોતી રોતી પિતા પાસે ગઈ અને પિતાને સર્વ વાત કહી. ત્યારે તે બોલ્યા કે—‘તેં દાસીપણું માગ્યું હતું તેથી મેં તને દાસીપણું આપ્યું છે.’ તે બોલી—‘‘હે પિતા! હવે હું તેને ઘેર નહીં જાઉં, પરંતુ આપના પ્રસાદથી હું રાણી થઈશ.’’ ત્યારે કૃષ્ણે વી૨ક સાળવીની રજા લઈને તેને પ્રવ્રજ્યા અપાવી. આ પ્રમાણે કૃષ્ણે ઘણા જીવોને દીક્ષા અપાવી, પરંતુ પોતે અપ્રત્યાખ્યાની કષાયના ઉદયથી વ્રતાદિકનું ગ્રહણ કરી શક્યા નહીં. એકદા શ્રી નેમિનાથ જિનેશ્વર રૈવતક ગિરિપર સમવસર્યાં, તે વખતે કૃષ્ણ પરિવાર સહિત પ્રભુને વાંદવા ગયા. ત્યાં અઢાર હજાર સાધુઓને તેમણે દ્વાદશાવર્ત્ત વંદનવડે વંદના કરી. બીજા રાજાઓ તો થાકી જઈને થોડા થોડા સાધુઓને વંદના કરી વિરામ પામ્યા, પણ વીરક સાળવીએ કૃષ્ણની સાથે છેવટ સુધી સર્વ મુનિઓને દ્રવ્ય વંદના કરી. પ્રાંતે વંદનાના પરિશ્રમને લીધે કૃષ્ણનાં ગાત્રો પરસેવાથી આર્દ્ર થઈ ગયા. સર્વ મુનિને વંદના કરીને કૃષ્ણે પ્રભુ પાસે જઈને કહ્યું કે—“હે ભગવંત! ત્રણસો ને સાઠ યુદ્ધો કરતાં પણ મને આટલો થાક લાગ્યો નહોતો જેટલો આજે લાગ્યો છે.’’ ત્યારે ભગવાન બોલ્યા કે‘હે કૃષ્ણ! આજે તમને થાક લાગ્યો નથી, પણ તમારો થાક ઊતર્યો છે. તમારી સાતમાંથી ચાર નરકો તૂટી ગઈ છે, અને હવે ત્રીજી નરકમાં જ જવાના છો. તમે આજે સાત કર્મ પ્રકૃતિનો ક્ષય કરીને ક્ષાયિક સમકિત ઉપાર્જન કર્યું છે, તથા આવતી ચોવીશીમાં બારમા અમમ નામના તીર્થંકર થવાના છો.’' તે સાંભળીને કૃષ્ણ બોલ્યા કે—“હે ભગવંત! ફરીથી સર્વ મુનિઓને વંદના કરીને ત્રણ નરકનું આયુષ્ય પણ તોડી નાખું.’’ જિનેશ્વર બોલ્યા કે—“હે કૃષ્ણ! તે સમયે જે તમારો તદ્દન નિઃસ્પૃહ ભાવ હતો તે હવે જતો રહ્યો છે, તેથી ફરીને વંદના કરતાં તે લાભ મળે તેમ નથી, પણ જગતના સર્વ ઉત્તમ પદાર્થો તમને પ્રાપ્ત થયા છે, તેથી હવે તેનાથી અધિક શેની ઇચ્છા છે? વળી ત્રીજી નરકનું આયુષ્ય તો નિદાન (નિયાણું) કરીને બાંઘેલા વાસુદેવપણાની સાથે જ રહેલું છે; તેથી તેનો અભાવ તો થવાનો જ નથી. કહ્યું છે કે ‘નિયાળડા મ્મા' ઇત્યાદિ-બળદેવ નિયાણું કર્યા વિના થવાય છે અને વાસુદેવ તો અવશ્ય નિયાણું કરવાથી જ થવાય છે, તે ઓછામાં ઓછી ત્રીજી નરકે તો અવશ્ય જાય જ છે, માટે તે ત્રીજી નરકનું આયુષ્ય છૂટે તેમ નથી.’’ આ પ્રમાણે પ્રભુના મુખથી સાંભળીને પ્રભુનું વાક્ય સત્ય માનતા કૃષ્ણ પોતાને ઘેર ગયા. અહીં કોઈને શંકા થાય કે—‘ત્રીજી નરકમાં ઉત્કૃષ્ટ આયુષ્ય સાત સાગરોપમનું કહેલું છે અને નેમિનાથથી આરંભીને આવતી ચોવીશીમાં બારમા અમમ જિનેશ્વર થાય, ત્યાં સુધીનું અંતર તો અડતાળીશ સાગરોપમનું થાય છે. તો પછી સાત સાગરોપમવાળા એક ભવમાં તેટલો કાળ કેમ વ્યતીત થાય કે જેથી કૃષ્ણ નરકથી નીકળીને તીર્થંકર થઈ શકે? અહીં એવો જવાબ છે કે—‘શ્રી હેમચંદ્રસૂરિએ રચેલા નેમિનાથ ચરિત્રમાં શ્રીકૃષ્ણના પાંચ ભવ કહેલા છે. તત્ત્વ તો કેવળી જાણે. તથા વસુદેવહિંડી નામના ગ્રંથમાં એમ કહ્યું છે કે—કૃષ્ણ ત્રીજી નરકમાંથી નીકળીને ભરતક્ષેત્રને વિષે શતદ્વાર નગરમાં માંડલિક રાજા થઈ દીક્ષા ગ્રહણ કરી, તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કરીને વૈમાનિક દેવતા થઈ ત્યાંથી ચ્યવી, બારમા અમમ નામે તીર્થંકર થશે.’’ આ પ્રમાણે શ્રીકૃષ્ણ વાસુદેવ શુદ્ધ શ્રદ્ધા ગુણથી ભવનો પાર પામશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236