Book Title: Updeshprasad Part 1
Author(s): Vijaylakshmisuri, 
Publisher: Jain Book Depo Ahmedabad

Previous | Next

Page 214
________________ વ્યાખ્યાન પ૮] રોચક સમકિત ૨૦૩ મિથ્યાત્વમોહનીય અને મિશ્રમોહનીયનો સારી રીતે પરિપૂર્ણ ક્ષય થયે છતે સમ્યક્વમોહનીયના છેલ્લા અંશને ભોગવતી વખતે ક્ષાયિક સમકિતની સન્મુખ થનારને વેદક સમતિ થાય છે. પ. સમકિતમોહનીય, મિશ્રમોહનીય ને મિથ્યાત્વમોહનીય તથા અનંતાનુબંઘી ચાર કષાય-એ સાત પ્રકૃતિનો મૂળથી ક્ષય થવાથી જીવને જે તત્ત્વશ્રદ્ધા થાય છે તે પાંચમું ક્ષાયિક સમકિત છે. આ સમકિત, ગુણથી ત્રણ પ્રકારનું પણ કહેવાય છે–રોચક, દીપક અને કારક. તેમાં સિદ્ધાંતને વિષે કહેલા તત્ત્વો ઉપર હેતુ તથા ઉદાહરણ વિના જે દ્રઢ આસ્થા થાય તે રોચક સમકિત કહેવાય છે. આ સમક્તિ ઉપર કૃષ્ણ અર્ધચક્રીનો પ્રબંધ છે તે નીચે પ્રમાણે કૃષ્ણ વાસુદેવનો પ્રબંધ દ્વારકા નગરીમાં એકદી વર્ષાઋતુમાં શ્રી નેમિનાથ ભગવંત સમવસર્યા. તેમને વંદના કરીને શ્રીકૃષ્ણ પૂછ્યું કે,–“હે સ્વામિ! વર્ષાઋતુમાં મુનિઓ કેમ વિહાર કરતા નથી?” પ્રભુએ જવાબ આપ્યો કે-“હે કૃષ્ણ! વર્ષાઋતુમાં પૃથ્વી ઘણા જંતુઓથી વ્યાપ્ત થાય છે, તેથી તે કાળે વિહાર કરતાં તે જીવોનું રક્ષણ થઈ શકે નહીં, માટે મુનિ વિહાર કરતા નથી.” તે સાંભળીને કૃષ્ણ પણ ચાર માસ અંતઃપુરમાં જ રહેવાનો નિશ્ચય કર્યો, કેમકે રાજસભામાં જવાથી ઘણા સભાસદોને આવવું પડે એટલે ઘોડા ગાડીઓ વગેરેના જવા આવવાથી ઘણા જીવોનું મર્દન થાય. તે નગરીમાં એક વીરક નામનો સાળવી રહેતો હતો. તે કૃષ્ણનો ભક્ત હતો. તેને કૃષ્ણના દર્શન કરીને જમવાનો નિયમ હતો. તેથી જ્યારે કૃષ્ણ ચાર માસ અંતઃપુરમાં રહ્યા ત્યારે તેમનું દર્શન નહીં થવાથી તે વીરક હમેશાં ત્યાં આવી રાજદ્વારની પુષ્પાદિકથી પૂજા કરીને ચાલ્યો જતો, પરંતુ ભોજન કરતો નહીં, વસ્ત્રો બદલતો નહીં, હજામત કરાવતો નહીં અને નખ પણ લેવરાવતો નહીં. આ પ્રમાણે તેણે ચાર માસ સુધી કર્યું. વર્ષાકાળ પૂર્ણ થયે જ્યારે કૃષ્ણ અંતઃપુરની બહાર નીકળ્યા ત્યારે વીરકે આવીને નમન કર્યું. તેને જોઈને રાજાએ પૂછ્યું કે-“હે વીરક! તું આવો કુશ કેમ દેખાય છે?” તે સાંભળી પ્રતિહારે કહ્યું કે–“હે સ્વામી! આપનું દર્શન આટલા દિવસ નહીં થવાથી તેણે ભોજન વગેરે કર્યું નથી, તેથી તે આવો દુર્બલ થઈ ગયો છે.” તે સાંભળીને કૃષ્ણ તેનાપર તુષ્ટમાન થયા અને તે વીરકને સર્વત્ર જ્યાં પોતે હોય, ત્યાં આવવાની છૂટ આપી. પછી તે નેમિનાથને વાંદવા ગયા, ત્યાં ભગવાનના મુખથી ઘર્મોપદેશ સાંભળીને કૃષ્ણ કહ્યું કે-“હે પ્રભુ! ભાગવતી દીક્ષા કે અન્ય વ્રતો ગ્રહણ કરવાને હું સમર્થ નથી, તોપણ હું એટલો નિયમ કરું છું કે જે કોઈ દીક્ષા લેવા તૈયાર થશે, તેનો હું મહોત્સવ કરીશ.” આ પ્રમાણે અભિગ્રહ લઈને કૃષ્ણ વાસુદેવ પોતાને ઘેર ગયા. એકદા વિવાહને યોગ્ય વયે પહોંચેલી પોતાની કન્યાઓ કૃષ્ણને પ્રણામ કરવા આવી. ત્યારે વાસુદેવે તે પુત્રીઓને પૂછ્યું કે–“હે પુત્રીઓ! તમે રાણીઓ થવા ઇચ્છો છો, કે દાસીઓ થવા ઇચ્છો છો? તમારા મનનો જે મનોરથ હોય તે કહો.” ત્યારે તે કન્યાઓ બોલી કે-“હે પિતા! આપના પ્રસાદથી અમે રાણીઓ થવા ઇચ્છીએ છીએ.” તે સાંભળી કૃષ્ણ બોલ્યા કે-“હે પુત્રીઓ! જો તમારી એવી જ ઇચ્છા હોય, તો શ્રી નેમિનાથ પાસે જઈ ચારિત્ર ગ્રહણ કરો.” તે સાંભળીને તે સર્વે કન્યાઓએ પ્રભુ પાસે જઈ ચારિત્ર ગ્રહણ કર્યું. એકદા એક રાણીએ પોતાની પુત્રીને શીખવ્યું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236