________________
૨૦૨
શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
[સ્તંભ ૪ “બાલ્યાવસ્થા (સોળ વર્ષની વય)ને વિષે જ ચારિત્ર ગ્રહણ કરી પ્રભુની પહેલાં નિવૃતિ સુખ પામનાર મુનિશ્રેષ્ઠ પ્રભાસ ગણઘર અમારા પ્રભૂત (ઘણા) ઉદયને માટે થાઓ.”
સમ્યક્ત્વના સડસઠ ભેદનું વિવરણ સંપૂર્ણ
વ્યાખ્યાન ૫૮
રોચક સમકિત હવે સમકિતના કેટલાક અન્ય પ્રકારો કહે છે
सम्यक्त्वं चैकधा जीवे, तत्त्वश्रद्धानतो भवेत् ।
निश्चयव्यवहाराभ्याम्, दर्शनं द्विविधं मतम् ॥४॥ ભાવાર્થ-“જીવને વિષે તત્ત્વશ્રદ્ધાનરૂપ એક પ્રકારનું સમકિત છે, અને નિશ્ચય તથા વ્યવહાર કરીને સમકિત બે પ્રકારનું માનેલું છે.” - “તત્ત્વાર્થશ્રદ્ધાનં સગર્શનમ્' એમ મોક્ષશાસ્ત્રમાં પણ કહ્યું છે અર્થાત્ સંક્ષેપમાં સમકિતનું સ્વરૂપ કહેવું હોય તો આત્માને તત્ત્વની શ્રદ્ધા થવી, તત્ત્વરુચિ થવી તે સમ્યક્દર્શન છે. તેના નિશ્ચય અને વ્યવહાર એમ બે ભેદ છે.
પાછલા વ્યાખ્યાનોમાં બતાવેલા સમક્તિના ૬૭ ભેદો પૈકી એકસઠ ભેદો વ્યવહાર સમકિતમાં અન્તર્ગત થાય છે અને છેલ્લા છ ભેદો નિશ્ચય સમકિતમાં અંતર્ભાવ પામે છે. અન્ય અપેક્ષાએ સમકિતના પાંચ પ્રકાર છે તે આ પ્રમાણે–
आदावौपशमिकं च, सास्वादनमथापरम् ।
क्षायोपशमिकं वेद्यं, क्षायिकं चेति पञ्चधा ॥१॥ ભાવાર્થ-“પહેલું ઔપથમિક, બીજું સાસ્વાદન, ત્રીજું લાયોપથમિક, ચોથું વેદ્ય (વેદક) અને પાંચમું ક્ષાયિક. એમ પાંચ પ્રકારે સમક્તિ છે.” તેનું વિશેષ સ્વરૂપ આ પ્રમાણે છે
૧. ઔપશમિક સમકિત–જેની કર્મગ્રંથિ ભેદાયેલી છે (જેણે ગ્રંથિભેદ કરેલો છે) એવા શરીરી (મનુષ્યાદિ)ને સભ્યત્ત્વનો પ્રથમ લાભ થતી વખતે પહેલા અંતર્મુહૂર્તમાં થાય છે; અથવા ઉપશમ શ્રેણિ પર ચડેલાં ઉપશાંતમોહીને મોહના ઉપશમથી ઉત્પન્ન થયેલું તે પણ ઔપશમિક સમકિત કહેવાય છે. તે પણ અંતર્મુહર્ત જ રહે છે.
૨. સમકિત પામ્યા પછી તત્કાળ અનંતાનુબંધી કષાયના ઉદયથી સમકિતનું વમન કરતાં તે સમકિતના રસનો લેશમાત્ર આસ્વાદ પામે છે, તે બીજું સાસ્વાદન નામનું સમકિત કહેવાય છે. આ સમકિત જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી છ આવલિકા સુધી રહે છે.
૩. મિથ્યાત્વ મોહનીયકર્મના ઉદયમાંથી કેટલીક કર્મપ્રકૃતિઓનો ક્ષય અને કેટલીક કર્મપ્રકૃતિઓનો ઉપશમ કરવાથી જે સમ્યકત્વ ગુણ પ્રાપ્ત થાય, તે ક્ષાયોપથમિક સમક્તિ કહેવાય છે.
૪. ક્ષપક શ્રેણિપર ચડેલા દેહઘારી આત્માને અનંતાનુબંધી ચાર કષાયનો ક્ષય થયા પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org