Book Title: Updeshprasad Part 1
Author(s): Vijaylakshmisuri, 
Publisher: Jain Book Depo Ahmedabad

Previous | Next

Page 211
________________ ૨૦૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [સ્તંભ ૪ તેવી ક્રીડા કોણ બુદ્ધિમાન કરે? કેમકે તેમાં શું સુખ છે? અર્થાત્ કાંઈ પણ સુખ નથી.’’ માત્ર મોહાધીનપણાથી દુઃખને અનુભવતો સતો સુખ માને છે. વળી કહ્યું છે કે– भुक्ताः श्रियः सकलकामदुघास्ततः किं संप्रीणिताः प्रणयिनः स्वधनैस्ततः किम् । दत्तं पदं शिरसि विद्विषतां ततः किं कल्पं स्थितं तनुभृतां तनुभिस्ततः किम् ॥२॥ ભાવાર્થ—‘સકલ મનોરથને પૂર્ણ કરનારી લક્ષ્મીને કદી ભોગવી તો તેથી શું? પોતાના ઘનવડે પ્રેમી જનોને પ્રસન્ન કર્યા તો તેથી શું? શત્રુઓનાં મસ્તકપર પગ મૂક્યો તો તેથી શું? અને આ જ દેહ વડે કદી પ્રલયકાલ પર્યંત રહ્યો (જીવ્યો) તો તેથી પણ શું?’” કેમકે પરિણામે તો તે સર્વ નિષ્ફળ અને વિનાશી છે એ ચોક્કસ વાત છે. इत्थं न किंचिदपि स्वप्नेन्द्रजालसदृशं अत्यन्तनिर्वृत्तिकरं साधनसाध्यजातं Jain Education International परमार्थशून्यम् । यदपेतबाधं तद्ब्रह्म वाञ्छत जना यदि चेतनास्ति ||३|| ભાવાર્થ-આ પ્રમાણે પરમાર્થ રહિત સ્વપ અને ઇન્દ્રજાળના જેવું સુખ ભોગવીને જો કાંઈ પણ સાધનથી સધાતું સાધ્ય નીપજાવ્યું નહીં તો તે બધું નકામું છે; માટે હે ભવ્ય જીવો! જો તમારામાં ચેતના (બુદ્ધિ) હોય, તો સંસારદુઃખથી અત્યન્ત નિવૃત્તિ કરનાર અને બાઘા પીડારહિત એવા બ્રહ્મ (મોક્ષ)ની વાંછા કરો.'' આટલા માટે સંસારનાં સર્વ સુખો તત્ત્વતઃ દુઃખરૂપ જ છે. તે વિષે મહાભાષ્યમાં કહ્યું છે કે विसयसुहं दुख्खं चिय, दुख्खपडियारओ तिगिच्छंव । तं सुहमुवयाराओ, न य उवयारो विणा तत्थ ॥१॥ ભાવાર્થ—‘દુઃખના પ્રતિકારરૂપ જ માત્ર હોવાથી વિષયસુખ તે દુઃખરૂપ જ છે. કોઢ, અન્તર્ગલ વગેરે વ્યાધિઓ જેમ ક્વાથ, પાન, છેદન, ડંભન (ડામ) વગેરે ચિકિત્સા કરવાથી મટે છે, અર્થાત્ દુઃખરૂપ પ્રતિકારથી મટે છે; તેમ વિષયસુખ પણ માત્ર ક્ષુધા, તૃષા, કામવિકારાદિ દુઃખોના પ્રતિકારરૂપ હોવાથી તે દુઃખ જ છે. છતાં લોકમાં તે સુખના નામથી બોલાય (ઓળખાય) છે તે માત્ર ઉપચારથી જ બોલાય છે, પરંતુ તેવા ઉપચાર પારમાર્થિક સુખ વિના કોઈ પણ સ્થાને ઘટતા નથી.’’ જેમ કોઈ મનુષ્યને સિંહ વગેરે નામથી બોલાવીએ તો તેથી લોકરૂઢિએ તેઓ તેવા નામથી ઓળખાય છે ખરા, પણ તેથી તે સિંહનો શબ્દ સાંભળતાં લોકોને ભયાદિક ઉત્પન્ન થતા નથી; તેમ વિષયસુખ પણ વાસ્તવિક સુખ ઉપજાવનાર નથી, માત્ર તેનું નામ જ સુખ છે, સુખ શબ્દથી તે ઓળખાય છે. પારમાર્થિક સુખ તો એકમાત્ર મોક્ષમાં જ રહેલું છે, તે સુખને કોઈની ઉપમા આપી શકાય તેમ નથી (નિરુપમ છે) તથા તે સુખ પ્રતિકાર રહિત સત્ય જ છે. વળી હે પ્રભાસ ! વેદમાં પણ સંસાર અને મોક્ષનું સ્વરૂપ બતાવેલ છે. તે આ પ્રમાણે For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236