________________
વ્યાખ્યાન પ૭] સમકિતનું પાંચમું તથા છઠું સ્થાનક
૧૯ દીપકના અગ્નિનો સર્વથા નાશ ન થતો હોય, તો તે અગ્નિ ઓલવાયા પછી કેમ સાક્ષાત દેખાતો નથી?” એનો ઉત્તર એ છે કે–“દીપક ઓલવાયા પછી તરત જ તે અગ્નિ અંઘકારના પગલરૂપ પરિણામને પામે છે તેથી તે દેખાતો નથી; કેમકે તે અતિ સૂક્ષ્મતર પરિણામને પામે છે, જેમ ઘડાનું અતિ સૂક્ષ્મ પૂર્ણ થઈને પૃથ્વી સાથે મળી જવાથી તે બિલકુલ દેખાતું નથી તેમ. અથવા આકાશમાં થયેલા શ્યામ વાદળાં અન્ય પરિણામને પામીને અતિ સૂક્ષ્મતર થઈ જવાથી જોવામાં આવતાં નથી, તેમ દીપકનો અગ્નિ પણ અન્ય પરિણામ પામવાથી દેખી શકાતો નથી; કેમકે પુગલના પરિણામો અતિ વિચિત્ર છે. જેમ સુવર્ણનાં ઝીણાં પાનાં કર્યા હોય તો તે ચક્ષુથી જોઈ શકાય છે, પણ તેને શુદ્ધ કરવા માટે અગ્નિમાં નાખ્યાં અને તે સુવર્ણનો રસ થઈ ઢોળાઈને ભસ્મ સાથે મળી ગયો, ત્યારે તે ચક્ષુથી જોઈ શકાતો નથી; પરંતુ સ્પર્શથી સુવર્ણ છે એમ જાણી શકાય છે. તેને પણ અત્યંત ચૂર્ણ કરી સૂક્ષ્મ રજની સાથે મેળવીએ તો તે કિંમત વિનાનું અને નહીં જેવું જ થઈ જાય છે. પણ ખરી રીતે તો તે સુવર્ણ રહેલું જ છે, નાશ પામી ગયું નથી. કેમકે, ફરીથી જુદો પ્રયોગ કરીએ તો પાછું તેનું હતું તેવું સુવર્ણ કરી શકાય છે. ઇત્યાદિક અનેક પ્રકારની વિચિત્રતા પુદ્ગલોમાં રહેલી છે. તે પોતાની બુદ્ધિથી જાણી લેવી. દીવાના પુગલો પણ પ્રથમ ચક્ષુથી ગ્રાહ્ય હતા તે ઓલવાયા પછી તરત જ અંધકારમય થઈ ગયા છતાં ધ્રાણેન્દ્રિય (નાસિકા) વડે ગ્રહણ થઈ શકે છે. જેમ જુદા પરિણામને પામેલો દીપક નિર્વાણ શબ્દથી બોલાય છે, તેમ જીવ પણ કર્મ રહિત થઈને એકલો, મૂર્તિ રહિત, સંપૂર્ણ જીવસ્વરૂપની પ્રાપ્તિરૂપ, અવ્યાબાઘ પરિણામને પામવાથી નિર્વાણ-નિવૃતિ પામ્યો એમ કહેવાય છે.
અહીં કોઈ શંકા કરે કે–સિદ્ધના જીવોને શબ્દાદિક વિષયનો ઉપભોગ ન હોવાથી તથા શરીર અને ઇન્દ્રિયો ન હોવાથી મોક્ષમાં સુખનો પણ અભાવ જ હોવો જોઈએ, તેનો ઉત્તર એ છે કે-“મુક્તિ પામેલા જીવોને વચનથી અગોચર એવું અતિ ઉત્કૃષ્ટ અકૃત્રિમ સ્વાભાવિક સુખ છે.” (આ અનુમાન પ્રમાણમાં પ્રતિજ્ઞા સાઘવા લાયક વાક્ય છે.) પ્રકર્ષ જ્ઞાન થવાથી. જન્મ, જરા, વ્યાધિ, મરણ, અરતિ, ચિંતા અને ઉત્સુકતા વગેરે નિઃશેષ (સમગ્ર) બાઘાથી રહિત છે માટે. (આ હેતુ છે.) તેવા પ્રકારના ઉત્કૃષ્ટ મુનિની જેમ. (આ ઉદાહરણ છે.) હવે સાંસારિક સુખની દુઃખપણે ઘટના કરે છે–આ સંસારમાં પુષ્પમાળા, ચંદન, સ્ત્રીસંભોગ વગેરેથી ઉત્પન્ન થતા સુખ તથા ચક્રવર્તી વગેરેની પદવીનું પુણ્યફળનું સુખ નિશ્ચયથી જોઈએ તો દુઃખ જ છે. (પ્રતિજ્ઞા) તે સુખ પરિણામે વિનાશી હોવાથી તેમજ તે સુખ કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલું હોવાથી. (હતી જેમ ખરજવાળા પ્રાણીને ખરજનું સુખ તથા રોગી માણસને અપથ્ય આહારનું સુખ પરિણામે દુઃખરૂપ છે તેમ. (ઉદાહરણ) સાંસારિક સુખો દુઃખરૂપ જ છે. કહ્યું છે કે
नग्नः प्रेत इवाविष्टः, क्वणन्तीमुपगुह्य ताम् ।
गाढायासितसर्वांगः, कः सुधी रमते किल ॥४॥ ભાવાર્થ-“નગ્ન થઈને અને પ્રેત વળગેલ હોય તેની જેમ કામાવિષ્ટ થઈને સીત્કાર શબ્દ કરતી સ્ત્રીને આલિંગન આપી સર્વ અંગોને અત્યંત પ્રયાસ પમાડતો પુરુષ તેની સાથે જે ક્રીડા કરે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org