________________
વ્યાખ્યાન પ૭] સમકિતનું પાંચમું તથા છઠું સ્થાનક
૧૯૭ નરેંદ્રોને જે સુખ છે, તે સર્વ સુખને એકત્ર કરીએ તો તે મોક્ષસુખની સંપદાને અનંતમે ભાગે પણ થાય નહીં. વિશ્વના સર્વ ભાવને જાણનારા જિનેશ્વરોએ નિર્વાણ (મોક્ષ) પદને અનંત સુખથી સંપૂર્ણ, અક્ષય (અવિનાશી) અને પ્રવાહની અપેક્ષાએ અનાદિ અનંત કહેલું છે.” આ “નિર્વાણ છે' એ નામનું સમક્તિનું પાંચમું સ્થાનક જાણવું. હવે છઠું “મોક્ષોપાય (મોક્ષનો ઉપાય) છે' એ નામનું સ્થાનક કહે છે –
ज्ञानादयस्त्रयः शास्त्रे, मोक्षोपायाः प्रकाशिताः ।
इति सम्यक्त्वरत्नस्य, षट् स्थानानि विचिन्तयेत् ॥१॥ ભાવાર્થ-“શાસ્ત્રોને વિષે જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ મોક્ષના ઉપાયો કહેલા છે. આ પ્રમાણે સમકિતરૂપી રત્નના છ સ્થાનોનું ચિંતવન કરવું.” આ સંબંધમાં પ્રભાસ ગણઘરનું દ્રષ્ટાંત છે તે નીચે પ્રમાણે
પ્રભાસ ગણધરનો પ્રબંધ રાજગૃહી નગરીમાં બલ નામે બ્રાહ્મણ રહેતો હતો. તેને અતિભદ્રા નામની સ્ત્રી હતી. તેમને પ્રભાસ નામનો પુત્ર હતો. તે વેદ, સાંખ્ય, મીમાંસા, ન્યાય, યોગાચાર વગેરે શાસ્ત્રોમાં નિપુણ થવાથી અહંકારના પૂરવડે આખા જગતમાં પોતાના સિવાય બીજા સર્વને મૂર્ખ માનવા લાગ્યો.
અહીં ચંપાપુરીમાં સોમ વિપ્રને ત્યાં યજ્ઞ થતો હતો. તેમાં ઇંદ્રભૂતિ વગેરે વિદ્વાનો આવેલા હતા. તેમાં આ પ્રભાસ પણ આવેલો હતો. તે વખતે ઇંદ્રભૂતિ વગેરે જે જે વિપ્રો શ્રી મહાવીર સ્વામી પાસે ગયા, તે તે સિંહને જોઈને મૃગની જેમ પોતાના અહંકારનો ત્યાગ કરીને પ્રભુના ચરણરૂપ માનસ સરોવરમાં હંસપણાને પામ્યા. તે વાત લોકોના મુખેથી સાંભળીને પ્રભાસ વિચાર કરવા લાગ્યો કે, “ખરેખર આવું રૂપ ધારણ કરીને સાક્ષાત્ ઈશ્વર જ પોતાના ઘામથી અહીં અમને પવિત્ર કરવા આવેલા જણાય છે, નહીં તો તેની આટલી બધી શક્તિ ન હોય. માટે હું પણ તેની પાસે જઈને તેની વિદ્વત્તા, દેહકાંતિ અને ચતુરાઈ વગેરે જોઉં તો ખરો. ત્યાં જવાથી મને તો બન્ને પ્રકારે લાભ છે. એક તો મારી જ્ઞાતિના મોટા પંડિતો ત્યાં ગયા છે તેથી મારે પંક્તિભેદ રાખવો યોગ્ય ન હોવાથી જવું યોગ્ય છે; અને બીજું જો કદાચ કોઈ પણ પ્રકારની યુક્તિથી ઘુણાક્ષર ન્યાયે (લાકડા કરતો કીડો અજાણપણે જેમ કોઈ અક્ષર કોરે તેમ) હું તેને જીતી જાઉં તો સર્વ દ્વિજોમાં હું શ્રેષ્ઠ પદ પામું.” આ પ્રમાણે વિચારીને તે પ્રભાસ શ્રી જિનેશ્વર પાસે આવ્યો. તેને જોઈ પ્રભુ બોલ્યા કે, “હે આયુષ્માનું પ્રભાસ! તું એમ માને છે કે–મોક્ષ છે કે નહીં? તને આવો સંશય થવાનું કારણ પરસ્પર વિરુદ્ધ એવા વેદ વાક્યો છે. વેદમાં કહ્યું છે કે,
जरामर्थं वा यदग्निहोत्रं, तथा सैष गुहा दुरवगाहा ।
तथा द्वे ब्रह्मणी परमपरं च, तत्र परं सत्यज्ञानमनन्तरं ब्रह्म ॥ આ પદનો અર્થ તું આવો કરે છે કે જે અગ્નિહોત્ર છે તે વાવજીવ કરવાનું છે. આ અગ્નિહોત્રની ક્રિયા પ્રાણીવઘના હેતુભૂત હોવાથી તે શબલ એટલે પાપવ્યાપારરૂપ છે, તેથી તે સ્વર્ગ ફળ જ આપી શકે, પણ મોક્ષરૂપ ફળ આપી શકે નહીં. અને એ પદમાં યાવજીવ તે કરવાનું કહ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org