________________
૧૯૬
શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
[સ્તંભ ૪
જગતનો કર્તા ઈશ્વર છે, તો તે મૂર્તિમાન છે કે અમૂર્ત છે? જો મૂર્તિમાન હોય, તો તે કુંભકાર વગેરેની જેમ દેખાતો કેમ નથી? અને જો અમૂર્ત છતો જ જગતને સર્જે છે તો તેને શરીરાદિકના અભાવને લીધે જગતને સર્જવાનું સામર્થ્ય ક્યાંથી હોય? માટે શુભાશુભ કર્મનો કર્તા જીવ જ છે, અને ભોક્તા પણ જીવ જ છે. તે વિષે આગમમાં પણ કહ્યું છે કે “નીવે જું મંતે િબત્તરે તુવે પરક્કે યુદ્ધે સમયક્કે વુદ્ધે? ગોયમા! ઊત્તš ના પરš તનુમવક્તે । હે ભગવાન! શું જીવ પોતે કરેલાં દુઃખો ભોગવે છે કે બીજાએ કરેલાં ભોગવે છે કે પોતે તથા બીજાએ-ઉભયે કરેલાં દુઃખો અનુભવે છે? હે ગૌતમ! જીવ પોતે કરેલાં દુ:ખો જ અનુભવે છે, પણ બીજાએ કરેલાં કે બન્નેએ કરેલાં દુ:ખો ભોગવતો નથી.'' માટે જીવ પોતે કરેલાં કર્મોને પોતે જ ભોગવે છે.
વળી હે અગ્નિભૂતિ! તારા મનનો સંશય જેમ મેં જાણ્યો તેમ હું જ્ઞાનાવરણીયાદિક આઠે કર્મો પ્રત્યક્ષ જોઉં છું, માટે તું કર્મનો સ્વીકાર કર. જીવ કર્મ વગેરે કોઈ પણ વસ્તુ મારે અસ્પૃશ્ય નથી. તેમ જ વેદને વિષે પણ આ પ્રમાણે કહ્યું છે “પુછ્યું પુજ્યેન વર્મળા, પાપ પાપેન ર્મળા-શુભ કર્મથી પુણ્ય અને અશુભ કર્મથી પાપ બંધાય છે.’’ માટે આગમ (વેદ)થી પણ કર્મ સિદ્ધ થાય છે, તેથી તું તેનો સ્વીકાર કર.”
આ પ્રમાણે ભગવાનના ઉપદેશથી પ્રતિબોધ પામેલો અગ્નિભૂતિ પોતાનો ગર્વ છોડીને વિચાર કરવા લાગ્યો કે—‘‘અહો! મારું મોટું ભાગ્ય છે, કે જેથી મને વિશ્વને વિષે પૂજ્ય, ગાઢ અજ્ઞાનનું હરણ કરવામાં સૂર્ય સમાન તથા અનંત ગુણોવડે યુક્ત એવા ગુરુ મળ્યા.’' એમ વિચારી આનંદથી પાંચસો શિષ્યો સહિત છેંતાળીશ વર્ષની ઉંમરે તેણે (અગ્નિભૂતિએ) પ્રભુ પાસે દીક્ષા ગ્રહણ કરી. પછી દશ વર્ષ સુધી છદ્મસ્થપણે વિહાર કરી કેવળજ્ઞાન પામ્યા અને સોળ વર્ષ સુધી કેવળી-પર્યાયને ભોગવી સિદ્ધિપદને પામ્યા. (અહીં કર્મની સિદ્ધિપર ઘણી યુક્તિઓ છે. તે વિસ્તારથી જાણવાની અપેક્ષાવાળાએ શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણે કરેલી મહાભાષ્યની મોટી વૃત્તિમાંથી જાણી લેવી.)
શ્રી જિનેશ્વરના વાક્યથી કર્મ વિષેનો સંદેહ છેદીને બીજા ગણઘર અગ્નિભૂતિ ચારિત્ર ગ્રહણ કરી ત્રસાદિક જીવોને વિષે દયામય આગમની પ્રરૂપણા કરી મુક્તિપદને પામ્યા.’’
900
વ્યાખ્યાન ૫૭
સમતિનું પાંચમું તથા છઠ્ઠું સ્થાનક अभावे बन्धहेतूनां, घातिकर्मक्षयोद्भवे । વને સતિમોક્ષઃ સ્યા-દ્વેષાનાં ધર્મનાં ક્ષયે ।।।। सुरासुरनरेन्द्राणां यत्सुखं यत्सुखं भुवनत्रये । तत्स्यादनन्तभागोऽपि न मोक्षसुखसंपदाम् ॥२॥ अनन्तसुखसंपूर्ण, निर्वाणपदमक्षयम् । નાઘનાં પ્રવાહેખ, માષિત વિશ્વવેત્તુમિઃ ||
ભાવાર્થ—‘કર્મના બંધહેતુઓનો અભાવ થવાથી અને ઘાતિ કર્મોનો ક્ષય થવાથી કેવળજ્ઞાન થયા પછી બાકીના અઘાતિ કર્મોનો ક્ષય થયે મોક્ષ પ્રાપ્ત થાય છે. ત્રણ જગતમાં સુર, અસુર અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org