Book Title: Updeshprasad Part 1
Author(s): Vijaylakshmisuri, 
Publisher: Jain Book Depo Ahmedabad

Previous | Next

Page 205
________________ ૧૯૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [સ્તંભ ૪ પરાજય પામી પ્રભુ પાસે દીક્ષા લીધી. તે હકીકત જાણીને અગ્નિભૂતિએ વિચાર કર્યો કે, “મારો ભાઈ ઇન્દ્રભૂતિ ત્રણ ભુવનને પણ દુર્જય છે, તેને કોઈ ઇન્દ્રજાળીએ છળથી (કપટથી) છેતર્યો જણાય છે અને જગતના ગુરુ એવા મારા ભાઈનું ચિત્ત ભ્રમિત કરી દીધું લાગે છે, તેથી હવે હું જઈને તેનો યુક્તિથી પરાજય કરું. અરે! મારા ભાઈની મોટી ભૂલ છે કે તે સર્વજ્ઞોમાં સૂર્ય જેવા મને અહીં મૂકીને એકલા ગયા અને ઇન્દ્રજાળિકે પણ આ કેવું અકાર્ય કર્યું કે પોતાની શક્તિ જાણ્યા વિના સિંહને આલિંગન દીધું! પણ હવે મારે તેની પાસે જલદી જવું જોઈએ.” આ પ્રમાણે વાણીનો આડંબર કરતો અગ્નિભૂતિ પોતાના પાંચસો શિષ્યોને સાથે લઈને જિનેશ્વર પાસે ગયો. તે વખતે જિનેશ્વરે તેને “હે અગ્નિભૂતિ ગૌતમ! આવ.” એમ તેના નામગોત્રકથન પૂર્વક બોલાવ્યો. તે સાંભળીને અગ્નિભૂતિએ વિચાર્યું કે-“હું જગતમાં પ્રસિદ્ધ છું, તેથી મને કોણ ન ઓળખે? પરંતુ જો મારા મનનો સંશય કહીને તેનો ખુલાસો કરે, તો મને વિસ્મય થાય.” એ પ્રમાણે તે વિચાર કરતો હતો, તેવામાં ભગવાન બોલ્યા કે-“હે અગ્નિભૂતિ ગૌતમ! તને “કર્મ છે કે નહીં?” એવો સંશય છે, પરંતુ તે તારો સંશય અયોગ્ય છે. તે વેદના પદોનો અર્થ બરાબર જાણતો નથી તેથી તને એવો સંશય થયો છે. તે વેદનાં પદો આ પ્રમાણે છે. “પુરુષ સેવેદ્ર નિ સર્વ ભૂતં યવ માવ્યા उतामृतत्वस्येशानो यदन्नेनातिरोहति । यदेजति यन्नेजति यद्रे यदन्तिके यदन्तरस्थ सर्वस्यास्य વર્ધિત ફત્યા”િ આનો અર્થ તું એવો કરે છે કે-“પુરુષ એટલે આત્મા. મેવનો અર્થ નિશ્ચય છે અને તે કર્મની વ્યાવૃત્તિ (નિષેઘ) ને માટે છે. આ સર્વ પ્રત્યક્ષ દેખાતું ચેતન તથા અચેતન, જે થઈ ગયું અને જે થવાનું (મુક્તિ તથા સંસાર). વતનો અર્થ સમુચ્ચય છે. અમૃતત્વસ્થ એટલે મૃત્યુઘર્મ રહિત એવા મોક્ષનો રૂશાન એટલે પ્રભુ છે. જે કાંઈ આહારાદિકથી વૃદ્ધિ પામે છે, પશુ વગેરે જે કાંઈ ચાલે છે, પર્વત વગેરે જે ચાલતા નથી, મેરુ વગેરે જે દૂર છે અને જે સમીપે છે તે સર્વ આત્મા જ છે. જે આ ચેતન તથા અચેતન સર્વની મધ્યે તથા તે સર્વની બહાર છે તે સર્વ પુરુષ (આત્મા) જ છે.” આ પ્રમાણે અર્થ કરીને તું કર્મનો અભાવ સિદ્ધ કરે છે તે અયુક્ત છે. કેમકે કેટલાક વેદના વાક્યો વિવિવાદ કરે છે, કેટલાક અર્થવાદ કરે છે, તથા કેટલાક અનુવાદ કરનારાં હોય છે. તેમાં “ગ્નિહોત્ર ગુહુયાત્િ વામ:'–સ્વર્ગની ઇચ્છાવાળાએ અગ્નિહોત્ર કરવો. ઇત્યાદિ વાક્યો વિવિવાદ કરનારાં છે. અર્થવાદનાં વાક્યો સ્તુત્યર્થક અને નિંદાર્થક એવા બે પ્રકારનાં હોય છે. તેમાં “પુરુષ એવ’ ઇત્યાદિ વાક્યો આત્માના સ્તુત્યર્થક છે, અને “જીવહિંસાનું કારણ હોવાથી યજ્ઞકર્મ ન કરવું' એ નિંદાર્થક વાક્ય છે. તથા “કાશ માસી સંવત્સરનિરુwnોગનિર્કિમી મૈષજ્ઞ –બાર માસનું વર્ષ છે, અગ્નિ ઉષ્ણ છે, અગ્નિ હિમનું ઔષધ છે; ઇત્યાદિક વાક્યો અનુવાદવાળાં છે, કેમકે તે વાક્યો લોકપ્રસિદ્ધ અર્થને જ કહેનારાં છે. હવે “પુરુષ કેવ’ ઇત્યાદિક સ્તુત્યર્થક વાક્યો જાતિ વગેરેના મદનો ત્યાગ કરવા માટે છે અને અદ્વૈતવાદના પ્રતિપાદક છે. એટલે જ્યાં જોઈએ ત્યાં આત્મા જ છે, માટે મદનો ત્યાગ કરવો એ એનું તાત્પર્ય છે. વળી હે અગ્નિભૂતિ! આત્મપણાએ કરીને સરખા એવા સર્વ આત્માનું આ જે દેવ, મનુષ્ય, તિર્યંચ, નારકી, રાજા અને રંકપણારૂપ વિચિત્રપણું પ્રત્યક્ષ છે તે નિર્દેતુક નથી; તેનું કારણ હોવું જ જોઈએ. કારણ વિના જો આવી વિચિત્રતા હોય તો તે સદા એક સરખી હોવી જોઈએ અથવા ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236