________________
વ્યાખ્યાન ૫૭]
સમકિતનું પાંચમું તથા છઠ્ઠું સ્થાનક
न ह वै सशरीरस्य प्रियाप्रिययोरपहतिरस्ति । अशरीरं वा वसंत प्रियाप्रिये न स्पृश्यत इति ॥
ન એ અવ્યય નિષેધને માટે છે. હૈં અને વૈ એ બે પણ અવ્યય છે, તેનો અર્થ ‘જેથી કરીને’ એવો થાય છે. શરીરની સાથે જે રહે તે સશરીર=જીવ. તે (જીવ)ને પ્રિય અપ્રિય એટલે સુખ દુઃખની ગપતિ એટલે તેનો વિનાશ નથી. (અર્થાત્ શરીર સાથે રહેલો જીવ સુખ દુઃખ પામે છે.) અને શરી૨ રહિત એટલે મુક્તિની અવસ્થામાં રહેલાને (લોકાગ્રમાં રહેલાને) તે પ્રિય તથા અપ્રિય (સુખ દુઃખ) સ્પર્શ કરતા નથી. (મોક્ષમાં પ્રિયાપ્રિય નથી, અર્થાત્ ત્યાં આત્મા સ્વસ્વરૂપે જ રહે છે.) અહીં કોઈ પ્રશ્ન કરે કે–‘તે મોક્ષસુખ શી રીતે પમાય?’’ તેનો જવાબ એ છે કે–જ્ઞાન, દર્શન અને ચારિત્ર વિના બીજા કશાથી તે પ્રાપ્ત થતું નથી. તે વિષે દર્શનસસતિકામાં કહ્યું છે કેसम्मत्तनाणचरण- संपुन्नो मोख्खसाहणोवाओ ।
ता इह जुत्तो जत्तो, ससत्तिओ नायतत्ताणं ॥ १ ॥
ભાવાર્થ-‘સમ્યક્ત્વ, જ્ઞાન અને સંયમ (ચારિત્ર) સંપૂર્ણ પ્રાપ્ત કરવા તે જ મોક્ષ સાધવાનો ઉપાય છે. તે ઉપાય આ નરભવને વિષે જ સાધવા યોગ્ય છે; કારણ કે તત્ત્વના જાણ પુરુષો સ્વશક્તિ વડે અહીં જ તેને મેળવે છે.’’
૨૦૧
ये धर्मशीला मुनयः प्रधाना-स्ते दुःखहीना नियमे भवन्ति । संप्राप्य शीघ्रं परमार्थतत्त्वं व्रजन्ति मोक्षं त्विदमेकमेव ॥ १ ॥ ભાવાર્થ-‘જેઓ ધર્મશીલ (ઘર્મનું પ્રતિપાલન કરનાર) પ્રધાન મુનિઓ હોય છે, તેઓ નિશ્ચયે દુઃખરહિત થાય છે. તેઓ શીઘ્રપણાથી પરમાર્થ તત્ત્વને પામીને એક ચિરૂપ એવા મોક્ષ પ્રત્યે જાય છે.’’
ઇત્યાદિ ભગવાનના મુખથી યુક્તિયુક્ત વચનો સાંભળીને પ્રસન્ન થયેલા પ્રભાસે પોતાનો સંશય દૂર થવાથી પોતાના ત્રણસો શિષ્યો સહિત ભગવાન પાસે દીક્ષા ગ્રહણ કરી. તેણે સોળ વર્ષના ગૃહસ્થપર્યાયનો ત્યાગ કરીને સર્વવિરતિ અંગીકાર કરી. પછી આઠ વર્ષ સુધી છદ્મસ્થ પર્યાય પાળીને આવરણ રહિત અવ્યાબાધ કેવળજ્ઞાન પામ્યા. કેવળી અવસ્થામાં સોળ વર્ષ વિચરી અનેક ભવ્ય જીવોને પ્રતિબોધ પમાડી જે સુખને માટે ઉદ્યોગ કર્યો હતો તે મોક્ષસુખ પ્રાપ્ત કર્યું.
અહીં પ્રસંગોપાત્ત સંક્ષેપમાં સર્વ ગણઘરોનું વર્ણન કરે છે. તે વિષે આવશ્યકનિર્યુક્તિમાં કહ્યું છે— परिनिब्बुआ गणहरा, जीवंते णायए नवजणाओ ।
इंदभूइ सुहम्मो य, रायगिहे निव्वुए वीरे ॥ १ ॥
ભાવાર્થ—“નવ ગણધરો મહાવીરસ્વામીની હયાતીમાં નિવૃતિપદ(મોક્ષ)ને પામ્યા અને ઇન્દ્રભૂતિ તથા સુધર્માસ્વામી રાજગૃહી નગરીમાં વીર ભગવાન નિર્વાણ પામ્યા પછી મોક્ષપદને પામ્યા. मासं पाउवगया, सव्वे वि य सव्वलद्धिसंपन्ना । वज्जरिसहसंघयणा, समचउरंसा य संठाणा ॥२॥
Jain Education International
ભાવાર્થ-સર્વે ગણધરો સર્વ લબ્ધિથી યુક્ત, વજઋષભનારાચ સંઘયણવાળા, સમચતુસ્ર સંસ્થાનવાળા, અને અંતે એક માસનું પાદપોપગમ (વૃક્ષ જેવી સ્થિતિ કરીને) અનશન કરીને મોક્ષસુખના મેળવનારા થયા છે.’’
For Private & Personal Use Only
www.jainelibrary.org