________________
૧૯૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
[સ્તંભ ૪ થાય છે, તેથી જેની શક્તિ ચિંતવી ન શકાય તેવો તે અચિંત્ય શક્તિમાન, વિભુ (સમર્થ), કર્તા, ભોક્તા, જ્ઞાતા અને કર્મથી ભિન્નભિન્ન સ્વરૂપવાળો છે.
વળી તું વિજ્ઞાનઘન વગેરે વેદવાક્યના પદોનો અર્થ જે કરે છે તે અયોગ્ય છે. તે કહે છે કે-“વિજ્ઞાનધન મેગ્યો મૂખ્ય: સમુત્યાય (ઉત્પ) તતસ્તાન્ચેવ (મહામૂતાચેવ) अनुविनश्यति तदा विज्ञानघन आत्मा नश्यति । अत अव न प्रेत्यसंज्ञास्ति, प्रागेव सर्वनाशं નષ્ણાતું”“ઘણા વિજ્ઞાનવાળો આ આત્મા આ પંચમહાભૂતથકી ઉત્પન્ન થઈને પછી તે જ મહાભૂતોમાં જ નાશ પામે છે; એટલે ગાઢ વિજ્ઞાન સ્વરૂપ આત્મા નાશ પામે છે, માટે પરભવમાં જાય છે એવી તેની સંજ્ઞા રહેતી નથી; કેમકે પૂર્વ ભવે જ તેનો સર્વથા નાશ થયો છે.” આ પ્રમાણે તું અર્થ કરે છે તે યુક્ત નથી. એનો અર્થ અમે કહીએ છીએ તે પ્રમાણે ઘાર, એટલે વિરોઘ આવશે નહીં. વિજ્ઞાન એટલે જ્ઞાન અને દર્શનનો ઉપયોગ, તેથી કરીને ઘન (નિબિડગાઢ) એવો જીવ આ શેયભાવના પરિણામને પામેલા મહાભૂત (ઘટાદિક) થકી ઉત્પન્ન થઈને એટલે ઘટાદિકના જ્ઞાનરૂપ ઉપયોગ વડે ઉત્પન્ન થઈને, તે જ ઉપયોગમાં આવેલા ઘટાદિકનો નાશ થવાથી કાળના ક્રમે કરીને (એક કાળે એક વસ્તુનો ઉપયોગ, બીજે કાળે બીજી વસ્તુને, એ રીતે) બીજી વસ્તુનો ઉપયોગ થયે સતે પ્રથમ વસ્તુનો ઉપયોગ નાશ પામે છે, પણ આત્માનો સર્વથા નાશ થતો નથી; કેમકે આ એક જ આત્મા ત્રણ સ્વભાવવાળો છે, તે આ પ્રમાણે–પૂર્વવસ્તુના ઉપયોગનો નાશ થવાથી વિનાશી, બીજી વસ્તુના જ્ઞાનનો ઉપયોગ થવાથી ઉત્પન્ન સ્વભાવવાળો અને અનાદિકાલથી પ્રવૃત્ત થયેલા સામાન્ય વિજ્ઞાનની સંતતિથી અવિનષ્ટ ધ્રુવસ્વભાવી આત્મા છે. આ પ્રમાણે બીજી સર્વ વસ્તુઓ પણ ત્રણ સ્વભાવવાળી જાણવી. હવે ને પ્રત્યસંજ્ઞાતિ એટલે બીજી વસ્તુના ઉપયોગ વખતે પૂર્વ વસ્તુનું જ્ઞાન એટલે સંજ્ઞા હોતી નથી, કેમકે હાલ બીજી વસ્તુનો ઉપયોગ વર્તે છે તેની સંજ્ઞા છે. હે ગૌતમ! આ યુક્તિઓથી “જીવ છે એમ તું અંગીકાર કર.”
આ પ્રમાણે ત્રણ જગતના સ્વરૂપને જાણનાર ભગવાને સર્વ જીવોને પ્રતિબોઘ કરવાના ઉપાયની નિપુણતાથી ગૌતમનો સંશય દૂર કર્યો, એટલે પચાસ વર્ષની વયે પહોંચેલા તે ગૌતમે ગૃહસ્થ ઘર્મનો ત્યાગ કરી, પાંચસો શિષ્યો સહિત ભગવાન પાસે દીક્ષા ગ્રહણ કરી. પછી ભગવાને તેને પ્રથમ ગણધર પદે સ્થાપન કર્યા. સાત હાથ ઊંચા દેહવાળા, અનેક લબ્ધિઓથી યુક્ત, શુદ્ધ ચારિત્રનું પાલન કરવાથી મન:પર્યાયજ્ઞાન પામેલા, ક્ષયોપશમ સમકિતથી યુક્ત, માવજીવ છઠ્ઠ તપ કરનાર, વિષય અને કષાયનો જય કરવારૂપ ગુણને પામેલા ઇન્દ્રભૂતિ (ગૌતમ) ગણઘરે ત્રીશ વર્ષ સુધી શ્રી મહાવીર પ્રભુની સેવા કરી.
એકદા શ્રી મહાવીરસ્વામીએ પોતાના નિર્વાણનો સમય નજીક જાણી ગૌતમનો પોતાના પ્રત્યેનો રાગ નાશ કરવા માટે તેમને (ગૌતમ ગણઘરને) દેવશર્મા નામના બ્રાહ્મણને પ્રતિબોઘ કરવા માટે મોકલ્યા. તેમના ગયા પછી પ્રભુએ સોળ પ્રહર સુધી એકઘારાએ દેશના આપી. દેશનાને અંતે ભગવાન અવિનાશી મોક્ષપદ પામ્યા. ગૌતમ ગણઘર દેવશર્માને પ્રતિબોઘ કરી જિનેશ્વર પાસે પાછા આવતા હતા, તેવામાં માર્ગમાં પ્રભુના મોક્ષકલ્યાણકને માટે આવેલા દેવતાઓના મુખથી ભગવાનનું નિર્વાણ જાણી, જાણે વજના પ્રહારથી હણાયા હોય તેમ મહા દુઃખી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org