Book Title: Updeshprasad Part 1
Author(s): Vijaylakshmisuri, 
Publisher: Jain Book Depo Ahmedabad

Previous | Next

Page 202
________________ વ્યાખ્યાન પ૫] સમકિતનાં છ સ્થાનકમાંના પ્રથમના બે સ્થાનક ૧૯૧ અપ્રમાણ? એવો તને જે સંદેહ થાય છે તે પણ અયુક્ત છે. કેમકે સર્વે આગમો આત્માની હયાતીનું તો સ્થાપન કરે છે જ. શબ્દ પ્રમાણ (વ્યાકરણ) વાળા શાબ્દિકો કહે છે કેयद्व्युत्पत्तिमत्सार्थकं, शुद्धपदं तद्वस्तुभवत्येव यथा तपन । व्युत्पत्त्यादिरहितो यत् शब्दः तद्वस्तु नास्त्येव यथा डित्थडवित्थादयः॥ ભાવાર્થ-“જે વ્યુત્પત્તિવાળું, સાર્થક એક પદ હોય તે પદાર્થ હોય જ. જેમ તપતીતિ તપતાપ પમાડે તે તપન કહેવાય; એ વ્યુત્પત્તિથી તપન શબ્દ સૂર્ય એવો પદાર્થ એમ સિદ્ધ થયું. તથા જે વ્યુત્પત્તિ વગેરે વિનાનો શબ્દ હોય, તે પદાર્થ ન હોય; જેમ ડિત્ય, ડિવિથ વગેરે. તેવી જ રીતે સતતીતિ ત્મિ-ભવાંતરમાં જે નિરંતર ગતિ કરે તે આત્મા. એમ આત્મા શબ્દપ્રમાણથી પણ સિદ્ધ થાય છે.” વળી કહ્યું છે કે परमानन्दसंपन्नं, निर्विकारं निरामयम् । ध्यानहीना न पश्यन्ति, निजदेहे व्यवस्थितम् ॥॥ ભાવાર્થ-“પરમ આનંદથી યુક્ત, વિકાર રહિત અને નિરામય (સ્વસ્થ) એવો આત્મા પોતાના દેહમાં જ રહ્યો છે; તોપણ તેને ધ્યાન રહિત પુરુષો જોઈ શકતા નથી.” उत्तमा ह्यात्मचिन्ता च, मोहचिन्ता च मध्यमा । अधमा कामचिन्ता च परचिन्ताऽधमाधमा ॥२॥ ભાવાર્થ-“આત્માની ચિંતા એટલે આત્માના હિતાહિતનું ચિંતવન, વિચાર કરવો તે ઉત્તમ છે, મોહની ચિંતા એટલે સાંસારિક અનેક કાર્યોની ચિંતા કરવી તે મધ્યમ છે, કામની એટલે ઇન્દ્રિયોના વિષયાદિકની ચિંતા કરવી તે અઘમ છે, અને પારકી ચિંતા કરવી તે અઘમાઘમ છે.” नलिन्यां च यथा नीरं, भिन्नं तिष्ठति सर्वदा । अयमात्मा स्वभावेन, देहे तिष्ठति सर्वदा ॥३॥ ભાવાર્થ-“નલિનીકમલિની)ને વિષે જેમ જળ હમેશાં જુદું જ રહે છે તેમ આ આત્મા પોતાના સ્વભાવથી જ નિરંતર દેહને વિષે જુદો જ રહે છે.” આ પ્રમાણે હે ગૌતમ! સર્વ શાસ્ત્ર સંમત એવા જીવનો જેઓ અભાવ કહે છે તેઓ મિથ્યાવાદી જ છે; માટે અનંત જીવોથી ભરેલું આ વિશ્વ છે એમ તું અંગીકાર કર. વળી હે ગૌતમ! “આત્મા જેવો કોઈ પદાર્થ નથી, માટે ઉપમાન પ્રમાણથી પણ આત્મા સિદ્ધ થઈ શકતો નથી' એમ જે તું માને છે તે પણ અયોગ્ય છે; કેમકે ઘર્માસ્તિકાય, અઘર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ ત્રણે પદાર્થો એક જીવના પ્રદેશ જેટલા જ પ્રદેશ પ્રમાણવાળા છે; તેથી તેની ઉપમા આપી શકાય છે. (આ વિષે હરિભદ્રસૂરિત પદર્શનસમુચ્ચયની બ્રહવૃત્તિમાં વિસ્તારથી કહેલું છે ત્યાંથી જોઈ લેવું.) વળી હે મૈતમ! જેવો તારા દેહમાં આત્મા છે, તેવો જ બીજાના દેહમાં પણ છે; કેમકે હર્ષ, શોક, સંતાપ, સુખ, દુઃખ વગેરે વિજ્ઞાનનો ઉપયોગ સર્વ દેહોમાં જણાય છે. વળી આત્મા કુંથુ (કુંથુવો) જેવડો થઈને મોટો હાથી જેવડો પણ થાય છે. ઇંદ્ર થઈને તિર્યંચ પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236